________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૯૩ મોક્ષનું કારણ નહીં.
ક્ષાયિક સમ્યક્રદર્શનનું કારણ હું નહીં. તો કારણ કોણ છે? દર્શનમોહનો અભાવ હેતુ છે-હું નહીં. (શ્રોતા- કિતની સ્પષ્ટતા હૈ. આત્મા સાફ સિદ્ધ હો જાતા હૈ) આત્મા-જ્ઞાયક જુદો ને જુદો. જુદો ને જુદો-પર્યાયોની સાથે સાથે રહે છે પણ પર્યાયને અડતો નથી. તે પર્યાયની સાથે સંબંધ બાંધતો નથી-સંબંધ વિનાનો છે આત્મા (શ્રોતા-પર્યાય વિનાનો જ છે.) તે નિરપેક્ષ છે તેથી પર્યાય અડતી નથી.
પરિણામને બે રીતે જાણો. નિરપેક્ષ જાણો તો અકર્તા હાથમાં આવે છે. અને કર્મ સાપેક્ષ જાણો આત્માને તો અકારણ આત્મા હાથમાં આવે છે. તને ફાયદો ને ફાયદો જ છે. દિષ્ટિનો વિષય ક્યારે હાથમાં આવ્યો કે-અકર્તાને અકારણ બે શબ્દ તમે લ્યો ત્યારે દષ્ટિનો વિષય પૂરો થાય છે. નહીંતર દષ્ટિનો વિષય પૂરો થાતો નથી.
શ્રી નિયમસાર પરમાર્થ પ્રતિક્રમણમાં આચાર્યદવે પોતે કહ્યું છે-કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી અને કારણ નથી. ત્યાં પણ કર્તા નથી અને કારણ નથી બન્ને લીધું છે. સમયસાર ૩૨૦ ગાથામાં પણ કર્તા નથી અને કારણ નથી લીધું છે. ઘણી જગ્યાએ કારણ નથી તે વાત આવે છે.
મેં એક વિદ્વાનને પૂછ્યું 'તું કે-કર્તા નથી અને કારણ નથી બે શબ્દ આવે છે તો બન્નેનો અર્થ કાંઈ જુદો છે કે...સરખો છે? તે પંડિતે કહ્યું-એક જ અર્થ છે. અહીંથી (અંદરથી) ના આવે. બે શબ્દ છે તો કહેવાનો આશય-હેતુ હોવો જોઈએ. પછી તે વાતને ડીપોઝીટ રાખી હતી. અંદરથી હા આવવી જોઈએ ને !? એક જ અર્થ છે તો શબ્દ બે શું કામ વાપર્યા? “કર્તા' નથી તેમાં-ઉપાદાન કર્તા નથી. કારણ નથી તેમાં નિમિત્તકારણ નથી. એટલે હું અકર્તાને અકારણ. કર્તાના બે વિભાગ છે-ઉપાદાન અને નિમિત્ત. હું ઉપાદાન કર્તાય નથી અને નિમિત્તકર્તાય નથી. અકર્તાના બે પેટા ભેદ છે.
વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમજ એ બન્ને પાપ છે”, પાપની પર્યાયનાં બે પ્રકાર (૧) ભાવપાપ અને (૨) દ્રવ્ય પાપ. આ સીધું છે કે-જ્યારે પાપના પરિણામ થાય છે, ત્યારે એ ચારિત્રમોહના ઉદયમાં જોડાણો છે અથવા દર્શનમોહના ઉદયમાં જોડાણો તે બન્ને પ્રકૃતિ પાપ છે ને? મિથ્યાત્વના પરિણામ પાપના છે-તેમાં દર્શનમોહ નિમિત્ત છે. હવે દર્શનમોહની પ્રકૃતિ પાપ અને અશુભભાવ થયો એ પણ પાપ, આમ બન્ને પાપ છે. સાધક છે તો તેને ચારિત્રમોહની પ્રકૃતિ, પાપના પરિણામમાં નિમિત્ત છે. બન્ને ને પાપ પ્રકૃતિ નિમિત્ત છે-દર્શનમોહ, ચારિત્રમોહ. હવે બન્ને ને નૈમિત્તિકમાં પણ પાપ છે (૧) મિથ્યાત્વનું પાપ (૨) ચારિત્રમોહનું પાપ હિંસા-જૂઠ આદિ તે પાપ અને સામે બન્ને પ્રકૃતિ પણ પાપની.
અધ્યાત્મમાં (યોગસારમાં) પુણ્યને પાપ બન્નેને પાપ જ કહ્યું છે કેમકે એ પરિણામ પાપના લક્ષે થાય છે માટે તે પાપ જ છે. તેથી ( પ્રવચનસારમાં કહ્યું છે કે, પુણ્ય-પાપનો ભેદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com