________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૯૫ ઉપલબ્ધિ થઈ તેનું નામ ભાવ સંવર છે ભાવ સંવર થવા યોગ્ય થાય છે અને તેમાં કર્મનો અનુદય નિમિત્ત કારણ છે. અહીં તેને કરનાર અર્થાત્ હેતુ કહ્યો છે.
અહીંયા સંવર થયો એટલે નવાં કર્મ આવતા રોકાઈ ગયા એ વાત નથી. નવાં કર્મ તો આવતા જ નથી. (આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે) તે બધા જૂનાં કર્મની સાથે છે. આપણે આ ખુલાસો એટલા માટે કરીએ છીએ કે-કાંઈ ગોટાળો ન થાય. જૂનાંનો અનુદય છે. જેટલા અંશે ન જોડાય–તેને અનુદય કહેવાય બસ. આત્માને આશ્રયે સંવર થાય છે તેબરોબર છે.
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે” , નિર્જરા અર્થાત્ શુદ્ધિની વૃદ્ધિ. સંવરમાં શુદ્ધિની પ્રાપ્તિ. બે તત્ત્વમાં આટલો ફેર છે. સંવરમાં જેટલી શુદ્ધિ પ્રગટ થાય તેનું નામ સંવર પણ પૂર્વની અપેક્ષાએ સરખાવો તો એ જ પર્યાયનું નામ નિર્જરા છેકેમકે તેમાં (પૂર્વ પર્યાય કરતાં વર્તમાન પર્યાયમાં) શુદ્ધિની વૃદ્ધિ છે. પૂર્વ પર્યાયમાં ૪૮ ડીગ્રીની શુદ્ધિ હતી પછી ૪૯-૫૦ થઈ ગઈ તો તે અપેક્ષાએ તેને નિર્જરા કહેવામાં આવે છે. ૪૯ ડીગ્રી પર્યાયની અપેક્ષાએ ૪૮ ડીગ્રીને સંવર કહેવાય. અને ૪૮ ની અપેક્ષાએ ૪૯ ડીગ્રીની પર્યાયને નિર્જરા કહેવાય.
સંવર અને નિર્જરા શુદ્ધિની પ્રાપ્તિ અને શુદ્ધિની વૃદ્ધિ એ બે શબ્દ એક જ પર્યાયમાં લગાડો. “નિર્જરવા યોગ્ય ” એટલે શુદ્ધિની વૃદ્ધિ થઈ; જ્યારે શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે એક દેશ કર્મની હાનિ થાય. સંવર કર્મનો અનુદય હતો. આમાં? નિર્જરામાં જૂનાં કર્મ ખરે છે. અહીં ભાવ નિર્જરા થઈ તો જૂનાં કર્મની દ્રવ્ય નિર્જરા થઈ ગઈ. જૂનાં કર્મને દ્રવ્ય નિર્જરા કહેવાયકારણ કે (સત્તામાંથી) પ્રદેશ ખરી ગયા. સંવરમાં કર્મનો અનુદય હતો અને આમાં ભાવ નિર્જરા માટે દ્રવ્ય નિર્જરા (કર્મમાં પણ નિર્જરા ) આટલો બેમાં ફેર છે. નિર્જરા શબ્દ છે ને?
એટલે ( સત્તામાંથી) દ્રવ્યકર્મના પ્રદેશ ખરી ગયા. અહીં શુદ્ધિની વૃદ્ધિ થઈ તો ત્યાં દ્રવ્ય નિર્જરા થાય જ-એમ નિયમ છે.
બંધાવા યોગ્ય અને બંધન કરનાર-તે બન્ને બંધ છે.” રાગમાં; પર્યાયમાં અટકવું તે ભાવબંધ. ભાવબંધમાં બધું લઈ લેવું. એકતાબુદ્ધિનો બંધ; અસ્થિરતાનો બંધ. અહીંયા જ્યારે ભાવબંધ થાય છે ત્યારે ત્યાં (જૂનાં) ને દ્રવ્યબંધ કહેવાય. નવો દ્રવ્યબંધ ન લેવો. જૂનાંનાં ઉદયમાં જોડાયો તો અહીંયા ભાવબંધ અને ઉદયને દ્રવ્ય બંધ કહેવાય. અહીં બધામાં જુના કર્મ લેવાના છે. થોડામાં (નૈમિત્તિકમાં) જૂનાં કર્મ અને થોડામાં નવાં કર્મ તેમ નથી. એનું કારણ શું છે કે-કરનાર શબ્દ છે. હવે આ વાતને આપણે ન્યાયથી વધારે સ્પષ્ટ કરી નાખીએ.
- પર્યાયમાં ભાવબંધ તો થયો ત્યારે ભાવબંધનો કરનાર કોણ? નવો બંધ થાય એ તો કરે નહીં. નવો બંધ તો તાજો થયો તે આ (નૈમિત્તિકભાવબંધને) ક્યાંથી કરે?! તેથી જૂનાંબંધ છે તે કરનાર છે-હેતુ છે.
ભાવબંધ તે એક સમયની પર્યાય થઈ, તેના નિમિત્તે નવું કર્મ બંધાણું તેનો ઉદય તો (ભવિષ્યમાં) ગમે ત્યારે આવશે. એ નવાકર્મ ભાવબંધનો હેતુ-કરનાર ક્યાંથી થાય? તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com