________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
પ્રવચન નં. ૮
ભાવબંધમાં નવાં કર્મ છે તે નિમિત્ત નથી. નવાં કર્મ નિમિત્ત ન થાય, જૂનાં કર્મ નિમિત્ત થાય. નવુ (કર્મ) તો કાર્ય થયું અને (ભાવબંધને) આને કારણ કહેવાય..પણ, નવાં કર્મનું કાર્ય છે તે કર્તા ન બને ને? એ કર્તા ક્યારે બનશે? ભવિષ્યમાં બનશે.
તો ભાવબંધનો નિમિત્ત કર્તા અત્યારે કોણ? જૂનાં કર્મનો ઉદય. આપણે મિથ્યાત્વનો પર્યાય લ્યો એટલે તરત જ સમજાય જાય. હવે જેને મિથ્યાત્વનો પર્યાય થાય છે તેને ભાવબંધ તો થઈ ગયો, હવે તેના નિમિત્તે (નવા) દર્શનમોહ કર્મ બંધાયા. ભાવબંધ નિમિત્ત અને નવાં કર્મ બંધાયા તે નૈમિત્તિક છે. (હવે નવાં કર્મ બંધાયા તે તો) નૈમિત્તિક છે તો (તે ભાવબંધનું) નિમિત્ત કેવી રીતે હોય? નિમિત્ત ન હોય. (નવાં કર્મ તે) નૈમિત્તિક તો નૈમિત્તિક જ હોય.
(શ્રોતા-આ ફરીથી જરા લ્યો.) મિથ્યાત્વના પરિણામને ભાવબંધને જ્યારે તમે નિમિત્ત કહો. ભાવબંધના નિમિત્તે જે નવ બંધાય તેનું નામ નિમિત્ત નથી. એનું નૈમિત્તિક છે. અને જૂનું બંધાયું છે તેનું નામ નૈમિત્તિક નથી–તેનું નામ તો નિમિત્ત જ છે. (નવો બંધ થયો તે) નૈમિત્તિક અને (ભાવબંધ છે) તે નિમિત્ત સમજી ગયા, હવે તમે ( જનાં કર્મ) એને નિમિત્ત કહો ત્યારે જ આ ભાવબંધનું નામ નૈમિત્તિક થાય. નૈમિત્તિક થયો-(ભાવબંધ) એટલે તે સાપેક્ષ થઈ ગયું. ન્યાયથી બેસી જાય તેવું છે. જરા અટપટુ છે. ગુરુદેવે તે સરસ બેસાડયું છે – (પ્રવચનમાં)
જુઓ ! મિથ્યાત્વની પર્યાય થઈ (તેના નિમિત્તે) દર્શન મોહ કર્મ બંધાયું તે નિમિત્ત છે કે નૈમિત્તિક ?! એ નૈમિત્તિક છે. જે સમયે બંધાયું તે સમયે ઉદયમાં ન આવે. ઉદય તો પછી (ભવિષ્યમાં) આવશે. તો આ (ભાવબંધ) નો તે કર્તા ક્યાંથી કહેવાય?! તો પછી અશુદ્ધ ઉપાદાન કર્તા પોતે છે અને તેનું નિમિત્તકર્તા જૂનાં કર્મ જ હોય. જૂનાં કર્મનું નામ નિમિત્ત છે. તે નિમિત્તના ઉદયમાં જોડાય છે. (ભાવબંધના) પરિણામ નવાં કર્મબંધમાં જોડાતાં નથી. નવાં તો હજુ અત્યારે બંધાણા છે તો તેના ઉદયમાં જોડાય ક્યાંથી ? એ નવાકર્મનું નામ હજુ નૈમિત્તિક જ છે-તેનું નામ નિમિત્ત નથી પડ્યું. ઉદયમાં આવે ત્યારે તેને નિમિત્ત કહેવાય, અને જે પરિણામ જોડાય તેને નૈમિત્તિક કહેવાય.
આપણે ચાલે છે બંધાવા યોગ્ય અને બંધન કરનાર. “બંધાવા યોગ્ય' તેમાં જીવ બંધાવા યોગ્ય છે કે પરિણામ બંધાવા યોગ્ય છે? શરૂઆત ત્યાંથી કરવી છે. કેમકે આ જે વાત છે (“બંધાવા યોગ્ય ') તે પરિણામની વાત છે.
આ જે પુણ્ય-પાપ-આસ્રવ-સંવર-નિર્જરા–બંધ અને મોક્ષ તે ભાવ અને દ્રવ્ય બબ્બે છે ને? તો હવે જીવ બંધાવા યોગ્ય છે કે પરિણામ બંધાવા યોગ્ય છે? પહેલી વાત તો એ લેવી જોઈએ કે-જીવ બંધાતો જ નથી. બંધાવાની એનામાં યોગ્યતા જ નથી. જીવ બંધાય જાય તેમ કોઈ કાળે બનતું જ નથી. કેમકે જીવ ત્રણેય કાળ મુક્ત જ છે. એ સ્વભાવથી જ મુક્ત છે. એક સમય માટે પણ તે બંધાય નહીં.
“બંધાવા યોગ્ય' તો કોણ બંધાય છે? એ પહેલાં નક્કી કરો પછી આગળ વધવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com