________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૯૭ બંધાવા યોગ્ય શબ્દ છે તો જીવ બંધાવા યોગ્ય છે કે પરિણામ બંધાવા યોગ્ય છે? કહેપરિણામ બંધાવા યોગ્ય છે. બેમાંથી પહેલી એક વાત નક્કી કરો અને પછી આગળ વધો.
હવે જીવ બંધાવા યોગ્ય નથી કેમકે જીવતો ત્રિકાળ મુક્ત છે. ત્રિકાળી દ્રવ્યને એક સમયમાત્ર પણ પર પદાર્થની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી. એ તો ત્રિકાળ મુક્ત છે માટે કદી બંધાતો જ નથી.
હવે “બંધાવા યોગ્ય’ શબ્દ વાપર્યો તો પરિણામ બંધાવા યોગ્ય છે. તો બંધાવા યોગ્ય છે તો કોણ બાંધે છે? બંધાવા યોગ્ય પરિણામ છે-જીવ બંધાવા યોગ્ય નથી. હવે તે પરિણામનો કોઈ બાંધનાર છે કે તે સ્વયં બંધાય છે? તેનો કોઈ બાંધનાર નથી. કેમકે બંધાવા યોગ્ય પરિણામની યોગ્યતાથી પરિણામમાં ભાવબંધ થાય છે. ભાવબંધનો કરનાર ત્રિકાળી દ્રવ્ય પણ નથી અને જડકર્મનો ઉદય પણ નથી.
પહેલા બંધતત્ત્વને ભૂતાર્થનયથી નિરપેક્ષ જાણો. મને અમદાવાદમાં પ્રશ્ન આવ્યો કેસાહેબ! આ તમે કહો છો ભૂતાર્થનવે નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય ? કહ્યું , થાય. (તો પ્રશ્ન થયો) કે-ભાવબંધને ભૂતાર્થનયે જાણતાં સમ્યકુદર્શન થાય ? મેં કહ્યું-હા, થાય. એ કેવી રીતે? આ જે ભાવબંધ છે તે બંધાવા યોગ્ય એની મેળે થાય છે. આત્મા એનો કર્તા નથી. ભાવબંધને આત્મા બાંધતો નથી. આહાહા! એવો નિરાળો આત્મા અકારકને અવેદક રહેલો છે. માટે એ બંધ તત્ત્વને પણ જો નિરપેક્ષ જાણે તો કર્તબુદ્ધિ છૂટીને અકર્તા જ્ઞાયકમાં આવે. સાક્ષાત્ જ્ઞાતા થઈ જાય.
ભાવબંધના બે પ્રકાર (૧) પરિણામમાં રાગ થાય તેને ભાવબંધ કહેવાય. (૨) રાગની એબુદ્ધિ તેને ભાવબંધ કહેવાય.
તો બંધાવા યોગ્ય કોણ છે? જીવ છે કે પરિણામ? જીવ તો બંધાતો જ નથી. એ વાત ચાલો કલોઝીંગ થઈ ગઈ. એ વાતને બંધ કરો. હવે પરિણામ બંધાવા યોગ્ય છે તો તેને જીવ બાંધે છે કે કર્મ બાંધે છે? એ ભાવબંધને બાંધે છે કોણ? કહે–નથી આત્મા બાંધતો કે નથી કર્મ બાંધતા. બંધાવા યોગ્ય તત્ સમયની યોગ્યતા તેની છે. એટલે તેની અંદર એ પ્રકારનો રાગ ઉત્પન્ન થયો છે, તેને તું નિરપેક્ષ જાણ ! તે સત્-અહેતુક છે.
વિભાવ સત-અહેતુક છે. મિથ્યાત્વના પરિણામ દર્શનમોહથી થતા નથી અને આત્માથી એ થતા નથી. એ ભાવબંધ બંધાવા યોગ્ય છે. મિથ્યાત્વના પરિણામ ભાવબંધ છે એ બંધાવા યોગ્ય તત્ સમયની યોગ્યતા છે બસ. એ ક્ષણિક ઉપાદાનથી થાય છે. “બંધાવા યોગ્ય તે પરિણામ છે તે નક્કી કર્યું.
“બંધન કરનાર' એ બીજો શબ્દ આવ્યો. જે કરનાર છે તે કરનાર છે. એ કરનાર અજીવતત્ત્વ છે-પુદ્ગલ તત્ત્વ છે-કર્મ તત્ત્વ છે. એને વ્યાપ્ય-વ્યાપક ભાવે બાંધે છે કે નિમિત્તનૈમિત્તિક ભાવે બાંધે છે? નિમિત્ત-નૈમિત્તિક ભાવે બાંધે છે એટલે નિમિત્ત કર્તા જૂનાંકર્મનો ઉદય અને ભાવબંધ ઉપાદાન કર્તા. ભાવબંધ સ્વયં ક્ષણિક ઉપાદાન કર્તા છે અને તેમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com