________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૭
પ્રવચન નં - ૨૨ સમયસાર કળશ-૮ તથા તેની ટીકા
તા. ૯-૯-૯૧ સમયસારજી, પરમાગમ શાસ્ત્ર છે, એનો છે પૂર્વરંગ અધિકાર, ગાથા-૧૩ પછીના કળશ ચાલે છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા એટલે આત્માનો મૂળસ્વભાવ, જ્ઞાતાપણું છે. કર્તાપણું આત્માનો સ્વભાવ નથી. છતાં અનાદિકાળથી અજ્ઞાની, પોતાના અજ્ઞાનથી પોતે સ્વભાવે જ્ઞાતા હોવા છતાં, તેને પોતાને..શુભાશુભ ભાવકર્મનો હું કર્તા છુંએમ માનતો આવ્યો છે. અને આત્મા પોતે કર્તા છે એવાં ઉપદેશ પણ તેને મળતાં આવ્યાં છે અનંતકાળથી.પણ આત્મા, શુભાશુભભાવ થાય ત્યારેય એનો કર્તા નથી. ન થાય ત્યારે તો કર્તા નથી, સિદ્ધભગવાન થઈ જાય ત્યારે તો એમની દશામાં શુભાશુભભાવ છે નહીં, એટલે કર્તા નથી. એ વાત તો બેસી જાય. બેસે એવું જ છે કેમકે જેની દશામાં સંકલ્પ-વિકલ્પ નથીવિકાર નથી-ક્રોધ નથી તો એ કર્તા નથી, એ વ્યાજબી છે.
પણ...અનાદિ કાળથી પોતાના અજ્ઞાનભાવથી પર્યાયમાં શુભાશુભભાવ થાય છે, ત્યારે શુભાશુભભાવની સામે નજર રાખીને, હું આ વિભાવભાવનો કર્તા છું એમ માનીને અનાદિથી એ ભગવાન આત્માએ મિથ્યાષ્ટિપણું ઉત્પન્ન કર્યું છે. છે જ્ઞાતા...માને છે કર્તા. અને કર્તાનો ઉપદેશ તો એને ઠામ-ઠામ જ્યાં જાય ત્યાં મળશે પણ આત્મા કેવળ જ્ઞાતા છે, સર્વથા જ્ઞાતા છે-એ ઉપદેશ તો ક્યાંક-ક્યાંક વિરલ છે.
(અનાદિકાળથી) કર્તાપણું પોતાને ગોઠયું છે ને, એટલે કર્તાનો ઉપદેશ એને સત્ય લાગે છે. અને આત્મા જ્ઞાતા છે, એટલે કે શુભાશુભ થાય ત્યારે પણ એનાથી થાય છે, પરિણામ, પરિણામથી થાય છે. આત્મા જ્ઞાતા હોવાથી એનો કર્તા થઈ શકતો નથી, અશક્ય છે. શુભાશુભ ભાવ થાય ત્યારે...આત્મા એને કરે એ વાત આત્માના સ્વભાવમાં નથી. -અજ્ઞાનીનાં અજ્ઞાનમાંથી ઉત્પન્ન થએલી એ વાત છે...એ સર્વજ્ઞ સ્વીકાર કરતા નથી..અને સર્વજ્ઞની પરંપરામાં જે સંતો થયા...એ પણ સ્વીકાર કરતા નથી.
એનો ઉપદેશ તો એકલો એવો છે કે તું જ્ઞાતા છો. તું....કર્તા...નથી. આહાહા! સ્વભાવને જ્યારે જોશે (–દેખશે) ત્યારે ટળી જશે...વિભાવને જોવાથી વિભાવ ટળવાનો નથી..આહા ! સ્વભાવને જોતાં...વિભાવની-અજ્ઞાનની-મિથ્યાત્વની ઉત્પત્તિ જ ન થાય.
માટે.. પ્રથમમાં પ્રથમ કર્તવ્ય હોય તો... પોતાના સ્વભાવને જાણવાનો છે. વિભાવને જાણવાનો પણ નથી, વિભાવને જાણવા રોકાતાં...દોષને જાણતાં દોષ તો પ્રાયઃ બમણો થઈ જશે. દોષને જો તારે ટાળવો હોય... દુઃખથી નિવૃત્ત થવું હોય..તને દુઃખથી હવે દુ:ખ લાગ્યું હોય-દુ:ખનું દુ:ખ લાગ્યું હોય....તો એ દુ:ખને ટાળવાનો ઉપાય તો...(નિજ) સ્વભાવ છે. (નિજ) સ્વભાવનું અવલંબન લેતાં વિભાવ ટળી જાય છે.
(નિજ) સ્વભાવનું સ્મરણ કરતાં. વિભાવ ગળે છે...અને સ્વભાવનું અવલંબન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com