________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૪૮
પ્રવચન નં. ૨૨
લેતાં વિભાવ ટળી જાય છે. એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આમ પણ છે ને... આમ પણ છે ને...આમ પણ છે ને, એમ છે નહીં. ‘એક હોય ત્રણકાળમાં પ૨મા૨થનો પંથ' –પરમાર્થનો એટલે સુખનો પંથ-મોક્ષનો પંથ-મોક્ષનો માર્ગ એક જ પ્રકારનો છે.
કે...તને વિભાવનું દુઃખ ભાસ્યું હોય...અને એ દુ:ખની તારે નિવૃત્તિ કરવી હોય... તો.......તારા...સ્વભાવનું સ્મરણ કર! એનું જ અવલંબન લે...તો અલ્પ પ્રયાસે વિભાવ ટળી જશે...પહેલાં એકતાબુદ્ધિનું-મિથ્યાત્વનું દુઃખ ટળશે એક સમયમાં, અને પછી જેમ જેમ તું (નિજ) સ્વભાવનું વધારે-વિશેષ, ઉગ્ર અવલંબન લઈને...એમાં ઠરતો જાઈશ (સ્થિર થતો જઈશ) ત્યારે વિભાવ જે શુભાશુભ ભાવ દુઃખનાં કારણો છે... એ ટાળ્યા વિનાં ટળી જશે... ટાળવાનો પ્રયત્ન આત્મા કરતો નથી, આહા ! એ તો ટળે જ છે. પણ એ મૂળસ્વભાવ જે છે એનાં પક્ષમાં હજુ એ આવતો નથી. (હું) કેવળજ્ઞાતા છું-સર્વથા જ્ઞાતા છું, એમાં એને એકાંતની દુર્ગંધ લાગે છે. ચિત્ જ્ઞાતા ને કથંચિત્ કર્તા કહો રાગનો...તો એને ઠીક લાગે છે.
જ્ઞાની પાસે એવી આશા રાખીશ નહીં જ્ઞાની, તો જ્ઞાતા જ કહેશે, આત્માનો સ્વભાવ બતાવશે. (જ્ઞાની ) વિભાવ છે એમ જણાવશે, અને વિભાવ કેમ ટળે એ-પણ જણાવશે (શી રીતે ટળશે ?) કે સ્વભાવનું અવલંબન લેતાં હું જ્ઞાતા છું, કર્તા નથી.
'
એક ‘ આત્મધર્મ ' ( અંક ) આવ્યો 'તો ( પૂજ્ય ગુરુદેવશ્રીની ) જન્મજયંતિ વખતે સોનગઢથી, એમાં એકસો ચોપન કે પંચાવન જેટલાં બોલ હતાં, એમાં ચોથો બોલ છે. ‘કે જેમ સિદ્ધપરમાત્મા છે ને સિદ્ધ, સિદ્ધની તો શ્રદ્ધા બધાને છે જ આહાહા! નમો અરિહંતાણં ને નમો સિદ્ધાણં ( નમો આયરિયાણં... નમો ઉવજ્ઝાયાણં... નમો લોએ સવ્વ સાહૂણં) એ રોજ નમસ્કાર મંત્ર તો...સવારે ઊઠતાં...સાંજે સૂતા...બેસતાં નમસ્કાર મંત્ર તો (જૈન માત્ર) બોલે છે, એમાં નમો સિદ્ધાણં જે છે (તેનો અર્થ આ છે) હું સિદ્ધભગવાનને નમસ્કાર કરું છું, એમાં ‘ ધવલ ' માં તો એવો પાઠ છે...કે ‘નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં' –હું નમસ્કાર કરું છું સર્વ લોકને વિષે, ભૂત-ભવિષ્ય ને વર્તમાન (ત્રિકાળવર્તી) એવાં અરિહંતોને નમસ્કાર કરું છું. ભૂત ( કાળમાં) થઈ ગયા એમને, વર્તમાનમાં જે જે બિરાજમાન છે એમને અને ભવિષ્યકાળે જે અરિહંત થશે, કેવળી ૫રમાત્મા થયા નથી ભલે, નિગોદમાં પણ છે જે કાળક્રમે કરી...અને એ કેવળી થશે, એવાં ( ત્રિકાળવર્તી ) અરિહંતોને હું અત્યારે નમસ્કાર કરું છું.
એમ નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી-ભૂત, ભવિષ્યને વર્તમાનના સિદ્ધોને હું નમસ્કાર કરું છું-એમ ગુરુદેવે કહ્યું- ‘જેમ સિદ્ધપ૨માત્મા જાણનાર–દેખનાર છે તેમ, જેમ પછી તેમ– જેમ સિદ્ધપરમાત્મા જાણનાર–દેખનાર છે તેમ ’ ...તેમ આવ્યું ને...એમ તું પણ આહાહા! કોને કહે છે? અજ્ઞાની જીવ બેઠો છે એને કહે છે. તેમ...તું પણ...જાણના૨-દેખના૨ છો. જેમ સિદ્ધભગવાન જાણનાર–દેખનાર એની જ હરોળમાં મૂકી દીધા બધાંને સાહેબ, અમે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com