________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૯
તો સંસારી જીવ છીએ...(તો ભગવાન કહે છે કે) તું સંસારી પ્રાણી નથી તું તો જ્ઞાનમય આત્મા છો આહાહા! સંસારને યાદ ( કર્યા ) કરીશ તો સંસાર લંબાય જશે, અને (નિજ) સ્વભાવને યાદ કરીશ (વારંવા૨) તો સંસાર ટૂંકાય જશે. ને નિજસ્વભાવનું અવલંબન લઈશ તો સંસારનો અભાવ થઈ જશે.
જેમ સિદ્ધભગવાન ‘જાણનાર-દેખનાર’ છે, એમ તું પણ ‘જાણનાર–દેખનાર’ છો... અધૂરા-પૂરાનો પ્રશ્ન કરીશ નહિ–એમને કેવળજ્ઞાન છે ને મારી પાસે તો અલ્પજ્ઞાન છે-ઉઘાડ એવો અધૂરા-પૂરાનો પ્રશ્ન કરીશ નહિ...અને સિદ્ધથી જરા 'ક જાણવા-દેખવાથી જુદો પડયો...અને...જો હું કર્તા છું એવું શલ્ય આવ્યું...તો ભાઈ, તું મિથ્યાદષ્ટિ થઈ જઈશ, એમ કહ્યું. તું...મિથ્યાદષ્ટિ છો-એમ ન કહ્યું. મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ બતાવ્યું, ઉપકારી (શ્રી સદ) ગુરુએ...એમને ખબર તો છે કે મિથ્યાદષ્ટિ જીવો છે...(છતાં પણ કહ્યું કે) મિથ્યાદષ્ટિ થઈ જાઈશ તું (એમ કહ્યું ) મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ બતાવ્યું. કે કેમ મિથ્યાદષ્ટિ-વિપરીત દષ્ટિ થાય છે જીવને ?...કે...છો તો તું જ્ઞાતા...સિદ્ધ (ભગવાન ) જેવો...ક્યારે ? કે ત્રણે કાળ... જ્ઞાતા છે...આત્મા જ્ઞાતા છે...એ...જ્ઞાતાના પક્ષમાં તો આવ તું તો...તને માનસિક શાંતિ થાશે... એ (કોઈ જીવ ) જ્ઞાતાના પક્ષમાં આવે ને... તો (એને) માનસિક શાંતિ થાય...અને જ્ઞાતાનું સાક્ષાત્ અવલંબન લ્યે તો આત્મિક શાંતિ પ્રગટ થઈ જાય. -આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આહાહા ! શું થાય! ગુરુદેવ, ફરમાવતા હતા કે અત્યારે...કેવળી ભગવાનનો (આ ક્ષેત્રે) વિરહ છે. આહા ! ચૌદ પૂર્વધારી કોઈ આત્માઓ નથી-ગણધર આદિ નથી.. ભાવલિંગી સંતનો લગભગ વિરહ (વર્તે છે એવો આ કાળ) કોણ પાછા વાળે જીવોને! કે તું જ્ઞાતા છો ને કર્તા નથી.
પણ એમાં (આવર્તમાન કાળે) એક પુરુષ પાડ્યો, સિંહગર્જના કરી ( સોનગઢથી ) કે તમે મિથ્યાદષ્ટિ છો, એમ ન કહ્યું (પરંતુ દાંડી પીટી કહ્યું કે) તમે સિદ્ધની માફક અત્યારે તમે જ્ઞાતા-દષ્ટા છો, તમે જાણનાર-દેખનાર છો, તમે કરનાર નથી...કર્તાના પક્ષને છોડી દે!
અને જાણના૨–દેખનારને છોડીને હું કર્તા છું; એમ જો તું માનીશ...તો મિથ્યાદષ્ટિ થઈ જાઈશ, તું મિથ્યાદષ્ટિ છો એમ ન કહ્યું, તું આવા તારા સ્વભાવને છોડી રહ્યો છે; જ્ઞાતાભાવને છોડીશ...( તો ) મિથ્યાદષ્ટિ થઈ જાઈશ. એનો અર્થ: કે તું જ્ઞાતાભાવને અંગીકાર કરીશ...તો તું સમ્યકષ્ટિ થઈ જાઈશ. -સહેલામાં સહેલો ઉપાય કહ્યો. ‘ આત્મધર્મ' માં આવેલી વાત છે.
આહા...! આત્મા જ્ઞાતા છે, એ વાત...એને સ્વયં તો ઊગી નહીં, કર્તા છું એ તો સ્વયં અનાદિનું અગૃહિત મિથ્યાત્વ છે. કર્તાબુદ્ધિવાળાને...કર્તાનો ઉપદેશ ન અપાય... શું કહ્યું આ... ? ખ્યાલ આવે છે કાંઈ...? કર્તાબુદ્ધિ તો છે એને ભરતભાઈ! -આ શુભાશુભને કરું છે ને દુઃખને (હું જ) વેદું છું, એવી મિથ્યાબુદ્ધિ તો...અનાદિની છે. અગૃતિ એટલે...ઉપદેશ આપ્યા વિનાનું...એને ઉપદેશની જરૂર છે નહીં, તમે કર્તા છો (–કરનાર છો એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com