________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
પ્રવચન નં. ૨૨ (આવા) ઉપદેશ જરૂર નથી, એ તો કર્તબુદ્ધિ રાખીને જ અનાદિ કાળથી...રખડે છે, એને ઉપદેશ ન અપાય (કે) તું કર્તા છો. (-કરનારો છો !) એ કર્તા છે, એવો ઉપદેશ સ્વ-પર ઘાતક છે. આહા..હા ! એ તો-આત્મા તો જ્ઞાતા છે. (કેટલાક ) કહે છે ને! આવી મોટીમોટી વાતો !..મોટી નથી ભાઈ ? આ એકડાની છે વાત-આ એકડા એકની વાત છે બગડાની તો પછી આવે ચારિત્રની (આ તો સમ્યક્દર્શન પ્રગટ કરવાની વાત છે.).
સમયસાર ત્રણસો વીસ ગાથા ઉપર પ્રવચન ગુરુદેવે આપ્યા, (પુસ્તકરૂપે છપાયા) અધ્યાત્મ-પ્રવચનરત્નત્રય” તેર વ્યાખ્યાન છે– (જો યથાર્થ સમજે તો) તેરમું ગુણસ્થાન આવે એમ. –એમાં ગુરુદેવ (શ્રી) એમ ફરમાવે છે, ૧૨૧ પાનાં ઉપર, ઘરે જઈને વાંચી લેજો. કે આત્મા, કેવળ જ્ઞાતા છે. કથંચિત્ કર્તા ને કથંચિત્ જ્ઞાતા સ્વભાવમાં ન હોય ભાઈ ! સ્વભાવમાં કથંચિત્ ન હોય. આહા..હા! અગ્નિ, સ્વભાવથી ઉષ્ણ છે, પાણી, સ્વભાવથી શિતળ (–ઠંડુ) છે. આહાહા ! એ કથંચિત્ શીતળ ને કથંચિત્ ઉષ્ણ-એવાં બે પડખા ત્રિકાળ સ્વભાવમાં નથી. આહાહા! એમ જેમ ચક્ષુ છે (-આંખ છે) એ કેવળ દૃશ્ય-પદાર્થ ને દૂરથી દખે પણ ચક્ષુ કાંઇ કરે નહીં ને વેદે પણ નહીં....એમ આ ભગવાનની અંતર જ્ઞાન-ચક્ષુ છેજ્ઞાનમયી આત્મા છે, તેનો જ્ઞાતા સ્વભાવ છે ભાઈ ? એનો “કરવું” એ સ્વભાવ નથી (વળી વિશ્વમાં) થવાયોગ્ય થાય છે અને તું શું કરું? (–કરી શકે ?) આહાહા ! પણ....આ જ્ઞાતાનો ઉપદેશ પણ લગભગ ચાલ્યો ગયો, આહાહા ! લગભગ શું થાય?
હવે, આપણે તેર નંબરની ગાથા પછીનો આઠમો શ્લોક ચાલ્યો આપણે, એનો ત્રણ લીટીનો ભાવાર્થ ફરીને (લઈએ છીએ.)
ભાવાર્થ:- આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિવિધરૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો-એમ શ્રીગુરુઓનો ઉપદેશ છે.
આ...શાસ્ત્ર છે ને! એ સ્વભાવનું પ્રતિપાદન કરે છે (શ્રીસમયસારજી) એનેસ્વભાવને યાદ કરીશ તો વિભાવ ટળી જશે, વિભાવને ચોવીસ કલાક યાદ કરીશ, કે પર્યાયમાં આમ તો છે ને-પર્યાયમાં તો થાય છે ને-પર્યાય આમ, આમ-પર્યાયમાં તો ક્રોધ થાય છે ને-પર્યાયમાં તો થાય છે ને-પર્યાયમાં તો છે ને, આહાહા ! (પર્યાય-પર્યાય ઉપર જ નજર રાખ મા) એ આત્મામાં એ નથી-એ પરદ્રવ્ય છે એને જાણતા તને આત્મ-દર્શન થશે નહીં. આહા ! એ વાત આમાં આવી છે. કે નવ તત્ત્વોનું લક્ષ છોડીને, એક શુદ્ધ આત્માનું લક્ષ કર, આ કળશમાં પણ એ આવ્યું.
(જુઓ! શું કહે છે?) આ આત્મા સર્વ અવસ્થાઓમાં નવ તત્ત્વો કહ્યા ને..એ બધી દશાઓ છે, હાલત છે, એ વિધવિધરૂપે દેખાતો હતો (ક) ભિન્નભિન્નરૂપે, આ આસ્રવ છે, આ બંધ છે, આ સંવર છે, આ નિર્જરા છે એમ આત્મા અનેકરૂપે દેખાતો હતો, આત્મા તો અનેકરૂપે હતો નહીં, પણ એને એક ઉપરની દષ્ટિ છૂટી (ગઈ ) છે ને અનેકરૂપ ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com