________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૫૧
દૃષ્ટિ છે. ( તેથી ) આત્માને અનેકરૂપે જાણી લ્યે છે ને શ્રદ્ધા પણ કરી લ્યે છે. એનું નામ મિથ્યાત્વ છે. અજ્ઞાન છે, આત્મા, એવો છે નહીં.
વિવિધરૂપે દેખાતો હતો તેને...વિવિધરૂપે એટલે અનેકરૂપે (આત્મા ) દેખાતો હતો... આ પહેલા ગુણસ્થાનવાળો ને બીજાને-ત્રીજાને, ચૌદમા ગુણસ્થાનવાળો તેરમાગુણસ્થાનવાળો આત્મા,...એવું છે નહીં ગુણસ્થાન આત્મામાં છે નહીં.
ને...
અરે! સ્વભાવનું શરણ લેશે ત્યારે જ વિભાવ ટળશે એનો...સ્વભાવના શરણ વિના બીજી કોઈ વિધિ વિભાવને ટાળવાની છે નહીં. આ એક જ વિધિ છે–બીજી વિધિ નથી.
આહાહા ! વિવિધરૂપે-અનેકરૂપે દેખાતો હતો, તેને...એમ, તેને શુદ્ઘનયે એટલે અંતર્મુખ જે જ્ઞાન છે જેમાં જ્ઞાયક જણાય રહ્યો છે-જેમાં એક જ જણાય રહ્યો છે-જેમાં જે નયથી એક જ જણાય છે, એ નયથી અનેકરૂપે જણાતો નથી. અને જે નયથી અનેકરૂપે જણાય છે એ નયથી એકરૂપે જણાતો નથી. -વ્યવહારનયથી અનેકરૂપે જણાય છે, નિશ્ચયનયેશુદ્ઘનયે જુએ તો આત્મા એકરૂપ-એક જ છે અનાદિ-અનંત, અનેકરૂપે થયો નથી, અનેકરૂપ તો (નવ તત્ત્વ તો ) સ્વાંગ છે, આત્માનો સ્વભાવ નથી. સ્વાંગ કહ્યા, સ્વભાવ નથી કહ્યો.
શુદ્ઘનયે એટલે અંતર્મુખ થયેલા-વળેલા જ્ઞાન વડે, ‘એક’, ઓલામાં અનેક વિધવિધ દેખાતો હતો-વિધવિધ એટલે સંકલ્પને વિકલ્પની જાળ ઊભી થતી હતી, હવે એક ચૈતન્યચમત્કારમાત્ર દેખાડયો છે. એ શુદ્ઘનયે દેખાડયો છે એમ. આહા...હા ! એટલે કે અંતર્મુખજ્ઞાને, આત્માનું આવું સ્વરૂપ જોયું છે, એ બહાર આવીને સાધક કહે છે -શુદ્ધનયથી આત્મામાં એકપણું છે અનેકપણું દેખાતું નથી. તેથી હવે...અત્યાર સુધી તમે વ્યવહારનયથી નવને ભિન્ન ભિન્ન જાણતા હતા, અને એ...આત્મા છે એમ શ્રદ્ઘા કરતા 'તા...કે વિધવિધ દેખાય છે આત્માનું સ્વરૂપ નથી. વિધવિધ એટલે ભિન્ન-ભિન્ન પ્રકારે...એનાં પ્રકારો અનેક નથી એનો તો એક જ પ્રકાર છે-એક જ્ઞાયકભાવ, આહા ! એક જ્ઞાયકભાવ! જ્ઞાયકની આગળ ‘એક’ વિશેષણ મૂક્યું છે.
તેથી હવે...એમ. અત્યાર સુધી તો તમને વ્યવહા૨નો ઉપદેશ મળ્યો હતો, વ્યવહારનાં પક્ષમાં એટલે કર્તાનાં પક્ષમાં તમે હતા...હવે...તો તમે જ્ઞાતા છો. પણ સર્વથા જ્ઞાતા કે કચિત્ કર્તા ? સર્વથા જ્ઞાતા. સ્વભાવમાં સર્વથા હોય. “તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો ” એકાકાર અનુભવ દેખાડયો છે તેથી હવે સદા-આજથી માંડીને હંમેશાં-સદા (નિરંતર), સદા એકાકાર એટલે એકરૂપે દેખાય છે આત્મા અંતરમાં અંદ૨માં જઈને જુએ ચૈતન્ય-ચમત્કારમાત્ર એકરૂપે દેખાય છે. નવ તત્ત્વો એમાં દેખાતા નથી. ધ્રુવની દૃષ્ટિમાં ઉત્પાદ-વ્યય દેખાતો નથી. આહા...હા !
-આ દૃષ્ટિનો વિષય દષ્ટિમાં આવ્યા વિનાં, આત્માને આત્માનો અનુભવ થતો નથી. અને આત્માના અનુભવ વિનાં વિભાવ ટળી શકતો નથી. આહા...હા! સ્વભાવ...દ્વારા જ... વિભાવ...ટળે ! વિભાવને ટાળવા જાય...તો વિભાવ (વિભાવના લક્ષ ) ટળવાનો...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com