________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬)
પ્રવચન નં. ૫ દષ્ટિનો વિષય કાયમ રાખીને તને જાણવાનો એક બીજો વિષય આપું છું. એ જાણવા જેવો છે. તને અનુભવ થશે એટલે જણાશે. તને જણાશે કે સમ્યકદર્શન તે આત્મા છે. તને જણાશે એમ કહે છે. તેરમી ગાથાના મથાળામાં કેટલું આવ્યું! તેરમી ગાથા જ કોઈ અદભૂત છે.
ભૂતાર્થનયે નવ તત્ત્વને જાણવાંતે વાત બીજા શાસ્ત્રમાં છે કે નહીં? તેના માટે મેં બહુ મહેનત કરેલી. તત્ત્વાર્થસૂત્રની ત્રણ ટીકા જોઈ. (૧) અકલંકદેવની (૨) વિધાનંદ આચાર્યની (૩) પૂજ્યપાદ આચાર્યની. ત્રણેય ટીકા જોઈ પણ ક્યાંય ભૂતાર્થનયે જાણવાનું કહ્યું નથી. કેમકે તત્ત્વાર્થસૂત્ર પર્યાયાર્થિક નયનો ગ્રંથ છે-વ્યવહારનયનો ગ્રંથ છે. આમ તો એમાં પણ “નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્દર્શન” તેમાં એક વચન છૂપાયેલું છે. તેમાં એકવચન છે પણ તે કાઢે કોણ!? કાઢે તો એમાં લખેલું છે.
પંચાધ્યાયે તત્ત્વાર્થસૂત્રનો ખુલાસો કર્યો છે-નવ તત્ત્વનું શ્રદ્ધાન” તેમાં ખુલાસો કરતાં એકમ' શબ્દ વાપર્યો છે. એટલે એકવચન છે તેથી નવનું શ્રદ્ધાન નહીં. નવમાંથી શુદ્ધનય વડ એકને કાઢવું તે ખુલાસો ગુરુદેવે પણ કર્યો છે. બધા ગ્રંથ સાચા છે-બધા જ્ઞાનીઓ હતા.
આહા..હા! સાહેબ! તમે કહો છો-પર્યાયથી રહિતનું શ્રદ્ધાન કર, અને વળી આ પર્યાયને તમે આત્મા કહો છો ? પર્યાયથી સહિત આત્મા એમ ન કહ્યું; પર્યાય તે આત્મા. વળી” શબ્દ મૂક્યો છે તો ધ્યાન રાખજે વિષય બદલાવું છું. હવે જ્ઞાનનો વિષય આપું છું. કેમકે સમ્યક્દર્શન પ્રગટ થાય એટલે જ્ઞાન પ્રગટ થાય જ–તે પરિણામને અભેદ કરીને આત્માપણે જાણે. અપરિણામી તો આત્મા પણ પરિણામી આત્મા. પર્યાય સાપેક્ષ કહ્યું તેથી જ્ઞાનનો વિષય થયો. પર્યાય નિરપેક્ષ તે દષ્ટિનો વિષય.
હવે તેનો ભાવાર્થ:- “સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાય ભેદોમાં વ્યા૫નારો.” એટલે કે તે અન્વયરૂપે-સળંગપણે તેનો તે..તેનો તે..તેનો તે રહેલો છે. “આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો.” વ્યવહારનયથી જોવામાં આવે તો આ આત્મા સ્વાભાવિક પર્યાયરૂપે જણાય છે-અને નૈમિત્તિક પર્યાયરૂપે જણાય છે. વ્યવહારનયથી જોવામાં આવે તો અનેકપણે જણાય છે, પરંતુ વ્યવહારનયના વિષયને ગૌણ કરી એનું લક્ષ સર્વથા છોડી; એટલે પર્યાય હોવા છતાં જાણે ન હોવા બરાબર છે તેવી અંતરમુખ દશા થાય તેને શુદ્ધનય કહે છે.
એ “શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો” એટલે નિર્ણય કરવામાં આવ્યો; નક્કી કરવામાં આવ્યું; અનુભવમાં આવ્યું કે-હું આવો જ છું.
શુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો”, એક આકાર એટલેઆત્મા એકરૂપ છે. જ્ઞાયકભાવ માત્ર આત્માનું સ્વરૂપ છે. અનંતગુણનો પિંડ ચૈતન્ય પરમાત્મા જ હું છું—એમ જ્યારે દેખાડવામાં આવ્યું, “તેને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો”,-જુદો દેખવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com