________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૬૧ સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય ત્યાં “ન્યારો' શબ્દ છે, અને અહીંયાં ન્યારો' શબ્દ છે. ન્યારો એટલે જુદો. સર્વ અન્ય દ્રવ્યો એનાથી ભિન્ન અને અન્ય દ્રવ્યના સભાવ અને અભાવ સંબંધથી ઉત્પન્ન થતા સ્વભાવિક અને આ નૈમિત્તિક ભાવો, તેના ભાવોથી પણ ન્યારો-જુદો દેખવો-શ્રદ્ધવો. “તે નિયમથી સમ્યકદર્શન છે.” આ સમ્યક્દર્શનની ઉત્પત્તિનો આ નિયમ કહ્યો.
“વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યકદર્શનને અનેક ભેદરૂપ કહે છે” હવે બીજી પ્રતિપક્ષનય વ્યવહારનય છે. દસ પ્રકારના વ્યવહારપ્રાણનું શ્રદ્ધાન, અજીવનું શ્રદ્ધાન, પુણ્ય-પાપનું શ્રદ્ધાન, આસ્રવનું શ્રદ્ધાન, બંધનું શ્રદ્ધાન, સંવરનું શ્રદ્ધાન, નિર્જરાનું શ્રદ્ધાન, મોક્ષનું શ્રદ્ધાન. એમ શ્રદ્ધાનના વિષયો અનેક પ્રકારે ન હોવા છતાં એક પ્રકારે હોવા છતાં અનેક પ્રકાર કહે છે. આત્મા તો એકરૂપ છે તો પણ વ્યવહારનય તેના વિષયને ભેદરૂપ-અનેક જ કહે છે.
“સમ્યક્રદર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો
નથી.”
અનંતકાળમાં અનંતવાર તેણે વ્યવહારનયના વિષયને શ્રદ્ધા જ્ઞાનમાં લીધો તેથી મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાન રહ્યું.
“શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી.” નવ તત્ત્વના ભેદને ગૌણ કરી, તેનું સર્વથા લક્ષ છોડી; અને શુદ્ધનયની હદે પહોંચતાં-એટલે સ્વભાવની સન્મુખ થઈને આત્માને જાણતાં વ્યભિચાર રહેતો નથી. કાંઈ દોષ લાગતો નથી. નિર્દોષતા પ્રગટ થાય છે એટલે (શુદ્ધનયમાં) આમાં નિયમ છે. નવના આશ્રયે સમ્મદર્શન થાય નહીં, અને એકના આશ્રયે જ સમ્યફદર્શન થાય તે નિયમ છે.
કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા?” શુદ્ધનય કેવી છે તેમ ન કહેતાં-શુદ્ધનયનો વિષયભૂત આત્મા કેવો છે. આત્મા જ્યારે દષ્ટિમાં આવે છે ત્યારે શુદ્ધનય નવી પ્રગટ થાય છે. આત્મા તો છે..છે...ને છે. પણ આત્માનું અનેક પ્રકારે ખોટું જ્ઞાન અને શ્રદ્ધાન હતું તેને, હવે શુદ્ધનયથી આત્મા એકરૂપ જ છે. (તેમ શ્રદ્ધા જ્ઞાનમાં આવે છે.)
શુદ્ધનયનો વિષયભૂત આત્મા એટલે ? જ્ઞાનનો વિષયભૂત આત્મા, શ્રદ્ધાનો વિષયભૂત આત્મા, સમ્યક્રદર્શનનો વિષયભૂત આત્મા.-તે કેવો છે? જેનું લક્ષ કરતાં અવશ્ય-નિયમથી સમ્યકદર્શન થાય છે. જેનું ધ્યાન કરતાં ધર્મધ્યાન પ્રગટ થાય છે. સમ્યફદર્શન ધ્યાનમાં જ પ્રગટ થાય છે. ધ્યાનના કાળમાં સમ્યકદર્શનનો જન્મ થાય છે. આત્માનું જ્યારે ધ્યાન આવે છે અને એ વખતે આત્માનો અનુભવ થયો, એ અનુભવનું નામ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
શુદ્ધનયનો વિષયભૂત આત્મા કેવો છે?? “પૂર્ણ જ્ઞાનઘન છે.” તેનું જ્ઞાન પરિપૂર્ણ છે. વર્તમાનમાં એ ધન છે. તેમાં રાગાદિનો કે દુ:ખને બિલકુલ પ્રવેશ નથી.
પૂર્ણજ્ઞાન ઘન છે સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે.” હવે એ પૂર્ણજ્ઞાનઘન છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com