________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
પ્રવચન નં. ૫
તેનો વધારે ખુલાસો કરે છે. એકલું પૂર્ણજ્ઞાન ધન છે; તેમાં લોકો સમજી ન શકે એટલે એનો ખુલાસો કરે છે. સ્વ અને પર લોકાલોકને જાણનાર-જ્ઞાનમય આત્મા-જ્ઞાનસ્વરૂપ જ છે. આત્મા પૂર્ણજ્ઞાનઘન છે” તેમાં જીવો સમજી શકે નહીં એટલે કોઈને કોઈ જ્ઞયનો આશ્રય (સહારો) લઈને સમજાવે છે. એ તો સમજાવવા માટે શેયનો આશ્રય-(સહારો) લેવામાં આવે છે.
એ વાત પંચાધ્યાય કર્તાએ કહી છે. જ્ઞાન જાણે યાશ્રિત જેવું હોય એમ માલૂમ પડે છે; પણ એમ છે નહીં. સમજાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. પૂર્ણજ્ઞાનઘન તેનું સ્વરૂપ શું? એ જે પૂર્ણજ્ઞાનઘન છે એ તો નિરપેક્ષ છે. પણ લોકાલોકને જાણનાર છે તેવી સાપેક્ષતાથી સમજાવે છે. તો જગતને એમ થઈ ગયું કે-લોકાલોકને જાણે તો જ્ઞાયક અને લોકાલોકને ન જાણે તો જ્ઞાયક નહીં.
વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવ્યો તો વ્યવહારનું જ અનુસરણ કરવા લાગ્યો. પૂર્ણજ્ઞાનઘન એટલે શું? લોકાલોકને જાણે તે આત્મા તે જ્ઞાન જ્ઞયાશ્રિત જેવું માલુમ પડે છે. (પંચાધ્યાય ૫૪૨-૫૪૩) જ્યાં નિરપેક્ષજ્ઞાનની વાત કરી છે ને-ત્યાં એક બોલ સરસ લીધો છે. પ્રમાણજ્ઞાનને અસત્ લક્ષણ કહ્યું છે. ત્યાં આ બહુ સારો ખુલાસો છે-“એ જ્ઞાન જાણે શેયાશ્રિત જેવું હોય” (તેમ માલુમ પડે છે.) સ્વને જાણે તો જ્ઞાન, પરને જાણે તો જ્ઞાન; પરંતુ જ્ઞાનનું જ્ઞાન તે ખ્યાલ જીવોને આવતો નથી. તેને એમ લાગે છે કે-જ્ઞાનની પર્યાય જાણે પરાશ્રિત હોય, પરાધીન હોય તેવું ભાસે છે. પર્યાય સત-અહેતુક છે એમ ભાસતું નથી.
અહીંયા પૂર્ણજ્ઞાનઘન કોને કહ્યું છે? કે-સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છેજ્ઞાન સ્વરૂપ છે. આત્મા બસ. સ્વને જાણે ને પરને જાણે તે સાપેક્ષતા ગૌણ કરી નાખ અને નિરપેક્ષ ઉપર નજર કર. સ્વભાવથી જ જ્ઞાન સ્વરૂપ છે, સ્વભાવથી જ જ્ઞાયક છે. આત્મા લોકાલોકને જાણે છે માટે જ્ઞાયક છે તેમ નથી આત્મા સ્વભાવથી જ જ્ઞાયક છે. સ્વભાવ હંમેશાં નિરપેક્ષ હોય, સાપેક્ષતાથી સમજાવવામાં આવે છે.
એવાં આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યકદર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી.” સમ્યક્દર્શન પર્યાય પ્રગટ થઈ એ કાંઈ જુદો પદાર્થ નથી–તે આત્માના જ પરિણામ છે-તેથી આત્મા જ છે. અભેદનયે પરિણામને આત્મા કહેવાય, ભેદનયે પર્યાય કહેવાય; અભેદનયે તેને ને તેને આત્મા કહેવાય. એ સમ્યક દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ, પરિણામ પણે ન જણાય તે આત્માપણે જણાય-અનુભવનાં કાળમાં, તેમ કહેવા માગે છે. ભેદથી જુઓ તો અભેદનો અનુભવ થાય જ નહીં અને અભેદના લક્ષે પર્યાયનો ભેદ દેખાતો નથી–તેવો અભેદ થઈ જાય છે. હવે તે ભેદનયે આત્માના પરિણામ કહેવાય પણ અભેદનયે જુઓ તો આત્મા જ છે.
હવે આ જે વસ્તુ છે તે ગુરૂગમ સિવાય સમજાય નહીં. કેમકે જ્યારે દષ્ટિના વિષયની વાત આવે ત્યારે-પર્યાય માત્રથી ભિન્ન આત્મા છે. પર્યાય ધ્રુવને અડતી નથી. કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી; અને જ્યારે જ્ઞાનનો વિષય આવે ત્યારે એમ કહે કે- (નિર્મળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com