________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪
પ્રવચન નં. ૭ એકવાર જો! તને દેખાશે. પણ શરત એટલી છે કે વિશેષને જોનારી ચક્ષુ બંધ કરવી પડશે. આત્મા ને જોવાનો આ ઉપાય છે.
ઉપદેશ તો બધા આપે છે, પણ ઉપાય બતાવવો દુર્લભ છે. પછી પોતે લખે છે આ આત્મા પરને જાણતો જ નથી-એવો નિષેધ આવતાં અંતર્મુખ થાય એ જ ઉપાય છે. હું પરને જાણું છું એવો પક્ષ છે માટે નિષેધ કરાવે છે. ઉપાય કોણ બતાવે? અનુભવી જ બતાવી શકે છે. ઉપદેશતો બધા આપે...પણ ઉપાય બતાવવો દુર્લભ છે. અરે ! વાહુ રે વાહ! શું લખી નાખ્યું !? ઘણાં જીવો તત્ત્વનો અભ્યાસ કરતા થઈ ગયા છે. આવી ભેદજ્ઞાનની વાત કોઈ જાણતાં ન હતા. આ ગુરુદેવના પ્રતાપે-જ્ઞાનના-પ્રમાણના વિષયમાંથી દષ્ટિનો વિષય જુદો પાડી હથેળીમાં આપ્યો. તું તો...આ છો. ત્રિકાળ, આ વિશેષ પલટતી, અનિત્ય, નાશવાન પર્યાય તે તું નહીં. નિત્ય ધ્રુવ તે તું છો. આખા ભારતને હલાવનાર એક વીર્યવાન પુરુષ નીકળ્યો.
પ્રવચન નં. ૭
ગાથા-૧૩ તા. ૨૦-૭-૮૯ ગાથાર્થ:- ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ સમ્યકત્વ છે.
[ ભૂતાર્થેન મિતા:] એટલે ભૂતાર્થથી જાણેલ. ભૂતાર્થનયથી શું જાણું? કે-જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવતત્ત્વ સમ્યકત્ત્વ છે. આમાં પણ લોકો વાદવિવાદ કરે છે કે એક જગ્યાએ આચાર્ય ભગવાને સાત તત્ત્વ કહ્યા છે અને એક જગ્યાએ નવ તત્ત્વ કહ્યાં છે. પણ ભાઈ ! એકજ આચાર્ય સાત તત્ત્વો પણ કહ્યાં છે અને નવ તત્ત્વો પણ કહ્યાં છે કુંદકુંદભગવાનની ૧૩ નંબરની મૂળગાથામાં નવ તત્ત્વ (લખ્યું) છે. અને તેમણે નિયમસાર (ગાથા ૩૮ માં) સાત તત્ત્વો તેમ લખ્યું છે એક જ આચાર્ય! છે કે નથી? તો આમાં વાદ વિવાદ ક્યાં છે. બિલકુલ (ચોખ્ખી વાત છે).
બીજું પુણ-પાપ ને આસ્રવ, બંધમાં અંદર ગર્ભિત કરી દીધા અલગથી ન લખ્યાં તો સાત અને જ્યાં પુણ્ય-પાપને અલગ લખ્યાં તો નવતત્ત્વો કહો કે નવપદાર્થો કહો.(એકાર્થ છે.આપણે કહીએ નવતત્ત્વો તો તેઓ કહે નહીં નવપદાર્થ બોલો, પણ....આ કુંદકુંદ ભગવાને નવતત્વ લખ્યાં છે. તેમણે તત્ત્વ શબ્દ લખ્યો છે, પદાર્થ શબ્દ નથી લખ્યો. હવે તમે આ ભાષા ઉપર ક્યાં જાવ છો ! ભાષા ઉપર જાય તેને (શબ્દ) મલેચ્છ કહેવાય છે. કારણકે તે ભાષા ઉપર જાય છે ભાવ ઉપર નહીં. નવતત્ત્વો કહો કે નવપદાર્થ કહો કે સાતતત્ત્વોકહો તેમાં કોઈ વિરોધનથી–એક જ વાત છે.
હવે આ ગાથામાં નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણવાં તેમઆવ્યું ને?! જ્યારે અગિયારમી ગાથામાં એમ આવ્યું કે વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે-અને ભૂતાર્થને આશ્રયે સમ્યક્દર્શન થાય છે અગિયાર ગાથામાં ત્યાં “ભૂતાર્થ ને આશ્રયે' તેમ શબ્દ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com