________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૭૩ તૃણનો અગ્નિ, છાણાનો અગ્નિ એમ કહેવું સાચું જ છે”, જુઓ! બીજું પડખું વિશેષ તેનું જ્ઞાન કરાવી, તેનો નિષેધ કરાવીને સામાન્યમાં લઈ જાય છે. વિશેષનું-વ્યવહારનું જ્ઞાન કરાવતા આવે છે.
નવ તસ્વરૂપે પરિણમે છે તો પણ તે રૂપે થતી નથી. તેમ અગ્નિ તૃણ-છાણાં રૂપે પરિણમે છે, તો પણ તે રૂપે થતી નથી એજ કહેવું છે. નૈમિત્તિક ભાવથી જુઓ તો છાણાં આદિ નિમિત્ત છે અને આ નૈમિત્તિક છે–એ એની અવસ્થા છે. અવસ્થા દષ્ટિથી અગ્નિ એવી છે, પણ દ્રવ્યદષ્ટિથી જુઓ તો સામાન્ય પડખેથી જુઓ, તો “અગ્નિની ઉષ્ણતામાત્ર વિચારવામાં આવે તો ઉષ્ણમાત્ર છે.” અગ્નિ ઉષ્ણ છે તેમ ઉષ્ણતાથી જવાબ આપ્યો છે બાકી અગ્નિ તો અગ્નિ છે.
કાષ્ટનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એવાં સમસ્ત વિકલ્પ જૂઠા છે;” અગ્નિ તે રૂપે થઈ જ નથી. “તેવી જ રીતે નવ તસ્વરૂપ જીવના પરિણામો છે, તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે, કેટલાક અશુદ્ધરૂપ છે;” એટલે કે-એ નવે પરિણામોમાં દ્રવ્યને ન જુએ અને પરિણામને જ જોવામાં આવે તો; “જો નવ પરિણામોમાં જ જોવામાં આવે તો નવે તત્ત્વ સાચાં છે.” તે જ્ઞાનનું જ્ઞય છે. જ્ઞાનના જ્ઞયપણે અતિ છે. “અને જો ચેતનામાત્ર અનુભવ કરવામાં આવે તો નવે વિકલ્પ જૂઠા છે.” વિશેષનું લક્ષ છોડીને-પર્યાયનું લક્ષ છોડીને, ભેદનું લક્ષ છોડીને; એકલા સામાન્ય સ્વભાવથી અનુભવ કરવામાં આવે તો તે નવે વિકલ્પ ભેદ બધા જૂઠા છે. એટલે તે આત્માપણે નથી. આત્મા એકરૂપે છે નવરૂપે થયો નથી. આહા..! આવું વસ્તુનું સ્વરૂપ છે.
સમયસાર કર્તાએ સમજાવવા માટે ખૂબ મહેનત કરી છે. વિશેષનું-વ્યવહારનું જ્ઞાન કરાવતા આવે છે, અને નિષેધ કરાવે છે-એકલા સામાન્ય તરફ લઈ જાય છે-એટલે નિશંક થઈ જાય છે. વિશેષનું જ્ઞાન કરીને અંદરમાં જાયને તો જ્ઞાન સાચું રહી જાય છે. અને ઓલું -(વિશેષનું) જ્ઞાન કરાવે નહીં અને આમ છે...આમ છે...તેમ લ્ય તો નિર્ણયમાં કચાશ રહી જાય છે. એટલે જેમ છે તેમ જણાવી અને તેનો નિષેધ કરાવીને સામાન્ય પડખાં તરફ લઈ જાય છે. વિશેષ છે ખરું! પણ વિશેષમાં તું નથી. તારું સ્વરૂપ સામાન્ય છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે. વિશેષ-વિશેષપણે ભલે હો...પ્રમત્ત-અપ્રમત્તપણે ભલે હો! પણ આત્મામાં તે નથી.
બે પડખાંવાળો આત્મા છે–સામાન્ય અને વિશેષ તે પદાર્થનું અનાદિ-અનંત સ્વરૂપ છે. “ઉત્પાદવ્યયધ્રુવયુક્તસત્”, “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્” તેવું પદાર્થનું સ્વરૂપ છે. તો પણ.... વિશેષને લક્ષમાંથી છોડી દે. વિશેષ અનાત્મા છે-વિભાવ છે, પરદ્રવ્ય છે છોડી દે લક્ષમાંથી. સામાન્ય તે જ હું છું તેમ સામાન્યની દૃષ્ટિ પડતાં નિર્વિકલ્પ ધ્યાન થાય છે. વિશેષની દષ્ટિ રહે છે ત્યાં સુધી સંકલ્પને વિકલ્પરૂપ મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન થયા જ કરે છે. અનંત કાળથી વિશેષને જોયું. વિશેષથી ભિન્ન સામાન્ય ભગવાન આત્મા છે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com