________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
પ્રવચન નં. ૬ જાણવાનું બંધ કરી દે-એટલે વિશેષ પડખાનું લક્ષ છોડી દે. કેમકે તે પાણીનું ખરું સ્વરૂપ જ નથી. ઉષ્ણતા તો અગ્નિની છે–તેમાં પાણીનું લક્ષણ નથી. તેને પાણી ક્યારે કહીએ કે તેમાં પાણીનું લક્ષણ હોય તો? લક્ષણભેદે ભેદ છે ભાઈ !
ઉત્તર આમ છે-જીવવસ્તુ દ્રવ્યદષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે.” જુઓ! અહીં અનુભવ કરતાં શુદ્ધ છે તેવો જવાબ નથી આપ્યો. દ્રવ્યદૃષ્ટિથી તું વિચાર કર તો શુદ્ધ છે એમ માનસિક જ્ઞાનમાં ખ્યાલમાં આવશે-પછી અનુભવ થશે. દ્રવ્યદષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે. ત્રણેકાળ શુદ્ધ છે તો કાળની ઉપાધિ આવશે અને અશુદ્ધ થઈ જશે ?! તારી વાત ખોટી છે; તને કાંઈ ખબર નથી. પાઠ છે ને? “ત્રણે કાળ શુદ્ધ છે.'
આહા...હા ! દ્રવ્યદૃષ્ટિએ વિચારતાં હોં! અનુભવે તો-તો શુદ્ધ છે જ. પણ વિચાર દશામાં લ્ય તો એ શુદ્ધ છે–તેવું અનુમાન થશે. અને આવો પક્ષ આવતાં પક્ષીતિક્રાંત થઈને સાક્ષાત અનુભવ થઈ જશે.
ત્રણેય કાળ શુદ્ધ છે, એટલે વર્તમાનમાં ભલે નિગોદમાં બેઠો હોય તે જીવ તો પણ શુદ્ધ છે. આત્મા કહેવો અને અશુદ્ધ કહેવો તે વિપરીત વાત છે. પાણી કહેવું અને ઉનું કહેવું તે વિપરીત વાત છે પાણી ઉનું હોય જ નહીં. ભલે મિથ્યાત્વના પરિણામ હોય, પણ પરિણામ બગડ્યા છે, આત્મા ક્યાં બગડ્યો છે? પરિણામ અશુદ્ધ થાય છે. આત્મા અશુદ્ધ થાય છે તે વખતે ?
આત્મા કહેવો અને અશુદ્ધ કહેવો તે વિપરીત વાત છે. પાણી કહેવું અને ઊનું કહેવું વિપરીત વાત છે પાણી ઊનું હોય જ નહીં.
તે જ કહે છે-જીવ-અજીવ-આસવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપ તે રૂપ પરિણમી છે તો પણ શુદ્ધ સ્વરૂપ છે.” જીવ વસ્તુ પર્યાય અપેક્ષાએ પરિણમી છે તો પણ શુદ્ધ સ્વરૂપે છે-અશુદ્ધ થઈ નથી. આમાં મિથ્યાત્વનું પરિણમન આવી ગયું. પુણ્ય-પાપ રૂપે પરિણમે છે ત્યારે પણ વસ્તુ તો શુદ્ધ જ છે. કારણ કે એ રૂપે થતી નથી. પરિણમે છે તો પણ તે રૂપે થતી નથી. પર્યાય અપેક્ષાએ પરિણમે છે પણ તે ઉદય ભાવરૂપ આત્મા થતો નથી. શુદ્ધતાને છોડતો નથી અને અશુદ્ધતાને ગ્રહણ કરતો નથી. આત્મામાં એક ‘ત્યાગ ઉપાદાન શૂન્યત્વ' શક્તિ છે. તે શુદ્ધતાનો ત્યાગ કરે નહીં અને તે અશુદ્ધતાને ગ્રહે નહીં.
' હવે દષ્ટાંત આપે છે- “ભાવાર્થ આમ છે-જેમ અગ્નિ દાહક લક્ષણ છે” – બાળનાર છે. દાહક-બાળે તેવું એક અગ્નિનું લક્ષણ છે. “તે કાષ્ટ, તૃણ, છાણાં આદિ સમસ્ત દાહ્યને દહે છે”, બળવા યોગ્ય પદાર્થને બાળે છે એમ કહેવામાં આવે છે. દાંતમાં તો એમ જ હોય ને બીજું શું કહે!? “દહતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે.” બાળતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે. છઠ્ઠી ગાથામાં આવ્યું ને દાહ્યાકાર થાય છે. “પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ટ, તૃણ અને છાણાંની”, કાષ્ટ એટલે લાકડું, તૃણ એટલે ઘાસ-પાંદડાં અને છાણાંની આકૃતિમાં જોવામાં આવે, –એટલા નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જોવામાં આવે તો “કાષ્ટનો અગ્નિ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com