________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૭૧
66
‘ભાવાર્થ આમ છે-જેને અનુભવતાં સમ્યક્ત્વ થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છે.” જેને અનુભવતાં સમ્યક્ત્વ થાય છે એવો જે શુદ્ધાત્મા તેનું સ્વરૂપ શું છે તે કહે છે. “ જે શુદ્ધ વસ્તુ શુદ્ધપણાને નથી છોડતી.” શુદ્ધ વસ્તુ તેના શુદ્ધત્વને છોડતી જ નથી. કેમકે સ્વભાવને છોડે તો વસ્તુનો નાશ થાય. શુદ્ધત્વને છોડે તો વસ્તુ ન રહે. શાયકભાવ-જ્ઞાયકભાવને છોડે, પારિણામિકભાવને છોડે તો વસ્તુ ન રહે. “યવેત્તું ન મુશ્રુતિ યત ” તેનો અર્થ કર્યો એકત્વનો અર્થ શુદ્ધપણાને છોડતી નથી. એક કહો કે શુદ્ધ કહો-એકપણું છૂટતું જ નથી.
કોઈ શુદ્ધાત્માને ન અનુભવે તો અશુદ્ધ થઈ જતો હશે? નહીં, તારા અનુભવની તેને અપેક્ષા નથી. હું તો સ્વભાવથી જ શુદ્ધ છું; શુદ્ધ પર્યાય પ્રગટ થાય તો હું શુદ્ધ છું એમ નથી. શુદ્ધાત્મા તો નિરપેક્ષ શુદ્ધ છે.
હવે એક પ્રશ્ન થાય છે સારો-જે અત્યારે સમાજમાં ચાલતો પ્રશ્ન છે.
66
,,
‘અહીં કોઈ આશંકા કરશે કે જીવવસ્તુ જ્યારે સંસા૨થી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે. સંસાર એટલે મિથ્યાત્વના પરિણામથી જ્યારે છૂટે છે; એટલે કે મિથ્યાત્વનો જ્યારે અભાવ થાય ત્યારે શુદ્ધ થાય છે. જ્યાં સુધી પર્યાયમાં મિથ્યાત્વ-અશુદ્ધતા છે ત્યાં સુધી આત્મા શુદ્ધ ન હોય–તેમ કેટલાકને આશંકા થાય છે.
પાણી ઉષ્ણભાવને છોડે ત્યારે શીતળ થાય છે–એમ નથી. ઉષ્ણતાના કાળમાં શીતળ છે. મલિનતાના કાળમાં નિર્મળ છે. પદાર્થના બે પડખાં છે. એક પડખું બીજા પડખાંનો ઘાત કરી શકતું નથી. બન્ને જુદાં છે-નિરપેક્ષ છે. એકબીજાને અડતાં નથી. પદાર્થ એક, તે–સામાન્ય વિશેષ બે પડખાંવાળો છે. એક જ પદાર્થ સામાન્યરૂપે અને વિશેષરૂપે બે પડખાંવાળો છે. એ જો તેને ખ્યાલમાં આવી જાય તો-ભેદજ્ઞાન સહેલું થઈ જાય. મૂંઝવણ ટળી જાય. ભલે ! પર્યાયમાં અશુદ્ધતા છે કાંઈ વાંધો નહીં, હું તો શુદ્ધ છું-તેમ આવે.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. જ્યારે શરૂઆતમાં હું જામનગર ગયો ત્યારે (અગિયાર ગાથાના આધારે ) સામાન્ય વિશેષ બે પડખાંની વાત કરેલી. મુંબઈમાં અધ્યાત્મ સ્ટડી સર્કલની જે વ્યાખ્યાન માળા કરે છે તેમાં શ્વેતામ્બર-સ્થાનકવાસી-દિગમ્બર બધા આવે એમાં
જ્યારે સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે અને તેનાં આ બે પડખાં છે તે વાત કરી તો-કેટલાક કહે–જૈનદર્શન આવું છે, અમે તો કોઈ દિ 'સાંભળ્યું નથી. કારણ કે દિગમ્બર સિવાય અન્યમતમાં દ્રવ્ય-પર્યાયની ચર્ચા ચાલતી જ નથી. ખરેખર સત્યબોધ મળતો નથી સત્યબોધ મળે ને તો અપનાવી લ્યે.
આહા...હા ! ગરમ પાણીમાં ધૂમાડા નીકળતા હોય, ઉકળતું હોય ત્યારે પાણી ઠંડુ છે?! ઉભા રહો હું આંગળી બોળું. એ...શીતળતાના માપ આંગળીથી ન નીકળે, પણ શીતળ પાણીનું માપ સ્વભાવગ્રાહી જ્ઞાનથી નીકળે. જ્ઞાનથી જો તો એ જ વખતે પાણી શીતળ છે. આ બીજું પડખું દૃષ્ટિમાં આવ્યું તેનું નામ સમ્યક્દર્શન. જે સામાન્ય પડખાંને ગ્રહણ કરે છે તેને સમ્યક્ થઈ જાય છે. ભલે વિશેષમાં ધુમાડા નીકળતાં હોય તેને દેખવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com