________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
XII * કર્મનો ઉદય આવે છે માટે પરિણામ થાય છે તેમ પણ નથી. * આત્મા કરે છે માટે પરિણામ થાય છે તેમ પણ નથી. * એક સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે માટે યોગ્યતા તે જ્ઞાતાપણાનો સૂચક
છે અને કર્તાપણાનો વિકલ્પમાત્રનો નાશક છે. થવા યોગ્ય' થાય છે તેમાં ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ થાય છે. “થવા યોગ્ય ” માં આત્માનું અકર્તાપણું પ્રસિદ્ધ થાય છે. “થવા યોગ્ય' માં આત્મા તેનો જ્ઞાતા રહે છે તેમ સ્વીકાર થાય છે. “થવા યોગ્ય ” થાય છે તેનાં લક્ષ થવા યોગ્યનું જાણપણું થતું નથી. કાં તો પરિણામ મારાથી થાય છે અને કાં પર નિમિત્તથી થાય છે આમ નિમિત્તાધીન દષ્ટિ થઈ જાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે તેની ઉપર આવતો નથી. થવા યોગ્ય થાય છે તે જૈનદર્શનમાં પ્રવેશ કરાવનાર દ્વાર છે. નિશ્ચય-વ્યવહારને ગૌણ કરીને અહીં પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ટાની વાત કરે છેથવા યોગ્ય થાય છે. ભૂતાર્થનવે નવ તત્ત્વને જાણે સમ્યક છે આમાં નવનું અસ્તિત્વ રાખ્યું છે. જે થનાર છે તેને કોણ કરે? ન થનારને કોણ કરે? જે થનાર છે તેને કોણ ફેરવે ? થનાર છે તેને કોણ અટકાવે ? આમ ક્રમબદ્ધ ને જાણે તો અકર્તામાં આવી જાય. જે થવા યોગ્યનો અસ્વીકાર કરે છે તેને દ્રવ્યનો અસ્વીકાર છે. જેને ક્રમબદ્ધનો નકાર છે તેને દ્રવ્યના અકર્તા સ્વભાવનો નકાર છે. થવા યોગ્ય થાય છે તેમાં સત્ પણાની સિદ્ધિની સાથે અનાદિ અનંત જ્ઞયપણાની સિદ્ધિ થાય છે. નિશ્ચયથી ભગવાન આત્મા શેય થાય તો થવા યોગ્ય વ્યવહાર જ્ઞય થાય. સાધક આત્માનો...જ્ઞાતા રહેતાં રહેતાં થવા યોગ્ય થાય તેમ જ્ઞાનમાં જણાય છે. હું કરનાર છું તેમ હવે જણાતું નથી કારણ કે કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે. થવા યોગ્ય થાય છે તે મહા સિદ્ધાંત જ્ઞાની-અજ્ઞાની બધા માટે છે. જે થવા યોગ્ય થાય છે તેનો સ્વીકાર કરે તે જ્ઞાની છે થવા યોગ્યને હું કરું છું તેમ માને છે તે અકર્તા સ્વભાવને ભૂલતો હોવાથી અજ્ઞાની છે. ભૂમિકાને અનુસાર પરિણામ જે થવાના હોય તે થાય જ. આમાં ક્ષણિક શુદ્ધ-અશુદ્ધ ઉપાદાન સિદ્ધ થાય છે. થવા યોગ્યની સન્મુખ રહીને થવા યોગ્ય થાય છે તેમ કહેનાર થવા યોગ્ય થાય છે તેમ થવા યોગ્યનો જ્ઞાતા તો નથી થતો, પરંતુ સમ્યક પ્રકારે કર્તાએ નથી થતો. પર્યાયનું થવા યોગ્યપણું-સપણે તે સનું સત્ત્વ છે. હવે આ પર્યાયનો રસ તૂટવો, અહંમ છૂટવું તે આત્માર્થપણું છે.
*
*
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com