________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XI
આત્મજ્યોતિ પ્રકારના પર્યાય ધર્મોનું લક્ષ છૂટતાં, ભેદનું લક્ષ છૂટતાં વિકલ્પ છૂટી જાય છે...અને અભેદના લક્ષે અભેદ પરિણમન પ્રગટ થાય છે. જે આવા સર્વકાળે અસ્મલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે.
કુંદકુંદદેવે મૂળ ગાથામાં કહ્યું કે-પર્યાયને તું ભૂતાર્થનયથી જાણ. ટીકાકારે બીજી લીટીમાં કહ્યું કે “તીર્થની પ્રવૃત્તિ અર્થે આ નવ તત્ત્વો અભૂતાર્થનથી કહેવામાં આવે છે.” અભૂતાર્થનયથી જાણવામાં આવે છે તેમ ન લખતાં-અભૂતાર્થ નથી કહેવામાં આવે છે. આમાં ઘણું ઊંડાણ સમાયેલું છે.
આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યકદર્શન જ છે. પ્રથમ નવ તત્ત્વોનું જ્ઞાન તે વ્યવહારધર્મ એટલે તીર્થની પ્રવૃત્તિ અર્થે છે. હવે નવ તત્ત્વોને નિરપેક્ષ જાણી. અકર્તા જ્ઞાયકને દૃષ્ટિમાં લીધો તો આત્માની પ્રસિદ્ધિ થઈ, કર્તબુદ્ધિ ગઈ, તે હવે ઉપેક્ષા પૂર્વક પર્યાય થવા કાળે થાય છે તેમ જાણે છે.
અમૃતચંદ્રદેવે નવ તત્ત્વને ભૂતાર્થથી જાણતાં સમ્યકદર્શન કહ્યું. જ્યારે જયસેન આચાર્યે નિશ્ચયથી સ્વ પરિણામ જ સમ્યકત્વ છે તેમ કહ્યું.'
શ્રી અમૃતચંદ્રદેવે પર્યાયને ભૂતાર્થ કહી તેમ સમયસાર ૧૦૨ ગાથામાં જયસેના આચાર્યદવે ક્ષણિક ઉપાદાન કહ્યું છે એટલે તેમણે પણ પર્યાયને ભૂતાર્થ કહી છે. (૪) થવા યોગ્ય થાય છે તે સૂત્રના ગર્ભમાં રહેલા સિદ્ધાંતો -
* થવા યોગ્ય” તે શબ્દ આત્માનું અકર્તાપણું તેમજ જ્ઞાતાપણું બતાવનાર શબ્દ
બ્રહ્મ છે. * “થવા યોગ્ય' થાય છે તે જૈનદર્શનની માસ્ટર “કી” છે. * “થવા યોગ્ય' થાય છે, જાણનારો જણાય છે તે અનાદિ અનંત મહામંત્ર છે. * “થવા યોગ્ય' શબ્દ ઘણો કિંમતી અને વજનીય છે. * “થવા યોગ્ય' થાય છે તેમાં ક્ષણિક ઉપાદાન કારણની પ્રશંસા છે. * “થવા યોગ્ય' થાય છે તેના પાયા ઉપર ભેદજ્ઞાનની દિવાલ રચાઈ છે. * “થવા યોગ્ય’ તે તેનાં સપણાનું કદી ઉલ્લંઘન કરતું નથી. * “થવા યોગ્ય' તે પર્યાયના સપણાની ચરમસીમા છે. * આપો આપ પ્રગટ થાય છે તેનો અર્થ જ થવા યોગ્ય થાય છે. * “થવા યોગ્ય” થાય છે તેનો ઉપાદાન કર્તા બીજો ન હોય. * “થવા યોગ્ય” થાય છે તેનું બીજું કોઈ ઉપાદાન કારણ ન હોય. * “થવા યોગ્ય” થાય છે તેવો વિચાર કર્તુત્વ બુદ્ધિને ઓગાળે છે. * થવા યોગ્ય પરિણામ તેમાં કંઈક કરવું તેવી વ્યવસ્થા નથી. * થનાર થાય છે તેને જ્ઞાનમાત્ર જાણે છે કે થનાર થાય છે. * “થવા યોગ્ય થાય છે એટલે ન થવા યોગ્ય કાંઈ પણ થાય છે તેમ નથી.
*
*
*
*
*
*
*
*
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com