________________
XIII
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
સર્વજ્ઞ ભગવાન એમ જાણે છે કે-બધું થવા યોગ્ય થાય છે. અજ્ઞાની માને છે કે–હું કરું છું તો થાય છે. તે સર્વજ્ઞ ભગવાનની સામે પડયો છે.
આ ભાવની એટલી બધી કિંમત છે કે-થવા યોગ્ય ભાવ જેને બેઠો તે જ્ઞાતાભાવે ઉભો (જાગૃત) થઈ જાય છે.
આ કાર્ય આમ કેમ થયું? તેવો પ્રશ્ન થાય તો થવા યોગ્ય ન રહ્યું. આ આમ કેમ થયું તેવો પ્રશ્ન જ ન ઊઠે તેને થવા યોગ્યનો સ્વીકાર છે. તેમાં સર્વ પ્રશ્નોનું સમાધાન છે. પરિણામ થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે તેમાં અનુભવ થાય છે. તમારાં જ્ઞાનમાં અનુકૂળ કે પ્રતિકૂળ જે શેય થયું તે થવા યોગ્ય જ થયું છે. બધું થવા યોગ્ય થાય છે તેમ નક્કી થતાં હું કરું છું તેવું અભિમાન રહેતું નથી. અજ્ઞાની થાકીને હારીને કહે છે બધું થવા યોગ્ય થાય છે.
કર્મના ઉદયથી ન થાય એટલે નિમિત્તથી ન થાય, ત્રિકાળી ઉપાદાનથી પણ ન થાય, ક્ષણિક ઉપાદાનથી થાય પર્યાય સત્ નિરપેક્ષ છે તેને કોણ કરે? તે થવા યોગ્ય તેના ષટ્કારકથી થાય છે.
નવને સાપેક્ષ જાણતાં વિષમતા થાય છે. નવને થવા યોગ્ય પણે જાણતાં દષ્ટિ અકર્તા ઉપર આવતાં સામ્યભાવ-જ્ઞાતાભાવ પ્રગટ થાય છે.
પર્યાયને ક્ષણિક ઉપાદાન થવા યોગ્ય તરીકે જોતાં, નિમિત્ત-નૈમિત્તિકની શૃંખલા દેખાતી જ નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી તો પર્યાયમાં પર્યાયાર્થિકનયનો પારિણામિકભાવ સિદ્ધ થાય છે. આમ પર્યાયને સ્વતંત્ર સત્ જોતાં પર્યાયનો મૂળ સ્વભાવ ખ્યાલમાં આવે છે. સંસાર અવસ્થામાં નવ તત્ત્વો કેવી રીતે છે તેની પણ વ્યવહાર શ્રદ્ધા થાય છે.
પર્યાયનો વિશેષ સ્વભાવ ત્યારે જ ખ્યાલમાં આવે છે કે જ્યારે પર્યાયનું ભૂતાર્થપણું ખ્યાલમાં આવે તો! પર્યાયની નિરપેક્ષતા ખ્યાલમાં આવતાં ક્રમબદ્ધતા ખ્યાલમાં આવે છે, ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં સર્વજ્ઞ સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે.
જેને થવા યોગ્યનો સ્વીકાર છે તેને જ દ્રવ્યનો સ્વીકાર છે. અને જેને દ્રવ્યનું શ્રદ્ધાન છે તેને નિયમથી સમ્યક્દર્શન થાય જ છે. એટલે પર્યાયનું થવા યોગ્યપણું-ક્રમબદ્ધતા સમજવી ઘણી જરૂરી છે. આ સત્ની પિરિધમાં આવ્યા વિના સત્ સમજાશે નહીં.
કોઈનો આત્મા પરિણામનો કરનાર નથી. પરિણમન થવા યોગ્ય થાય છે. જ્ઞાની મોક્ષમાર્ગ રૂપે પરિણમે છે માટે કર્તા નથી તેમ નથી. અજ્ઞાની બંધમાર્ગ રૂપે પરિણમે છે માટે કર્તા થાય છે તેમ નથી જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જીવની પર્યાય થવા યોગ્ય થાય છે.
આ તેર ગાથા સમ્યદર્શનની છે. આત્માને અકર્તા કહ્યો છે. હું...કરનાર નથી થવા યોગ્ય થયા કરે છે, જાણના૨ જણાયા કરે છે. સમ્યક્દર્શન કરવાથી થાય છે કે થવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com