________________
આત્મજ્યોતિ
XIV
યોગ્ય થાય છે? થવા યોગ્ય થાય છે એમ સમજાય ત્યારે અકર્તા ઉપર દષ્ટિ આવે છે અને કર્તાબુદ્ધિ છૂટી જાય છે. થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે તે સિદ્ધ સુધીની વાત છે. સિદ્ધમાં અનંતજ્ઞાન, અનંત દર્શન આદિ થયા જ કરે છે.
કરવું વસ્તુના સ્વભાવમાં નથી. પર્યાય આત્માના કરવાપણાની અપેક્ષા રાખતી નથી. પર્યાય શક્તિ નિરપેક્ષ છે તે તેનાં સ્વકાળે ઉદય પામે છે. તેનો કાળ પણ ફરે નહીં અને ભાવ પણ ફરે નહીં. ઉપશમ આવે ને જાય...ક્ષાયિક થાય કે ન થાય તે બધું પર્યાયની થવા યોગ્યતાથી થાય છે.
*
*
*
*
*
*
*
*
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
થવા યોગ્ય થાય છે ને જાણનાર જણાય છે–બે જ વાત છે. થવા યોગ્ય થયા જ કરે છે અનવરતપણે અને જાણનાર જણાય છે તન્મયપણે. તેમાં સમ્યક્દર્શનથી માંડીને કેવળજ્ઞાન થાય છે.
કઈ નયે થવા યોગ્ય થાય છે? પર્યાયના સ્વભાવથી થવા યોગ્ય થાય છે. આત્મા સ્વભાવથી અકર્તા જાણનાર રહે છે. તે એકલો જાણનાર છે હોં! તે ક્રિયાનો કરનાર નથી.
પર્યાય થવા યોગ્ય થાય છે...જાણનાર જણાય છે...આનો સ્વીકાર તેનું નામ પુરુષાર્થ છે.
આત્મા કષાયનો કરનાર નથી માટે કષાયનો ટાળનાર નથી. બધું થવા યોગ્ય થાય છે. સાધકને રાગ તેના સ્વકાળે પ્રગટ થાય છે, તેને તે રોકનાર નથી. તેમ તે રાગને પ્રગટ કરતો નથી, તેમ તે રાગ પ્રત્યે પ્રમાદી પણ નથી, તેમ રાગને જાણ્યા વિના રહેતો પણ નથી, તેમ તે રાગને ટાળવા સતત ઉધમી પણ રહે છે, સાપેક્ષથી જુઓ તો પુરુષાર્થની નબળાઈથી રાગ થાય છે. તેની ઈચ્છા નથી, તેમ ઉત્પન્ન કરતો નથી, છતાં ઉત્પન્ન થયા વિના રહેતો નથી. થોડું કાર્ય થયું છે તેમાં તે સંતોષાતો નથી પૂર્ણતા લેવા માગે છે.
કર્તાબુદ્ધિ વિના કાર્ય થાય છે. કાર્યની સામે ન જુએ ને કાર્ય થાય છે. કાર્યની સામે જુએ તો કાર્ય થતું નથી. સાધક કાર્યની સામે જોતો નથી, તેનાં પ્રત્યે તો તે ઉદાસ છે, તેનો તે સાક્ષી છે, થવા યોગ્ય થાય છે તેમ જાણે છે.
થવા યોગ્ય થાય છે તેવા જેને જ્ઞાન ચક્ષુ ઉઘડી ગયા છે તે નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણે છે. અજ્ઞાની નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણી શકતો જ નથી. અને જો ભૂતાર્થનયે જાણવા જાય તો તે અજ્ઞાની રહેતો નથી.
તીર્થંકરનો જીવ રાવણ અત્યારે નરકમાં છે. તેના ગણધર સીતાજીનો જીવ સ્વર્ગમાં છે...આમ કેમ ? આ પ્રશ્નનો ઉકેલ ગાથા તેરમાં છે. પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે. આમ થતાં તો કેવળજ્ઞાન થાય છે.
જે આપોઆપ પ્રગટ થાય છે તેને કોણ રોકી શકે? કોઈ કરનાર નથી માટે તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com