________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XV
આત્મજ્યોતિ રોકનાર નથી. તેનો કોઈ ઉત્પાદક નથી માટે કોઈ રોકનાર નથી. નારકી જીવોને તેના ભવિષ્યની પર્યાયમાં આવવાવાળા દુઃખો અવધિજ્ઞાનથી જાણે છે છતાં તે તેને રોકી શકતો નથી. આ કાર્ય થવા યોગ્ય થયું કે ન થવા યોગ્ય થયું? અરે ! જે કાર્ય અનંતકાળથી નિશ્ચિત છે, સર્વજ્ઞ ભગવાને જેમ જોયું છે તેમ જ થયું છે. દા.ત. મુનિરાજ પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગ થયો તો તેની તેવી યોગ્યતા હતી, કમઠના જીવે (દેવ પર્યાયમાં) ઉપસર્ગ કર્યો તો તેની તેવી યોગ્યતા હતી. પાર્શ્વમુનિ પ્રત્યે રાગ નથી, કમઠના જીવ પ્રત્યે દ્વેષ નથી, કેમકે જ્ઞાનમાં રાગ-દ્વેષ ન હોય. પ્રશ્ન-થવા યોગ્ય થાય છે તેવું જાણપણું જીવોને કેવી રીતે થાય છે? ઉત્તર-જ્યારે જ્ઞાની મળે છે ત્યારે તે કહે છે પરિણામ થવા યોગ્ય થાય છે. હવે આ વાત જેને અંદરથી સત્ય લાગે છે તેની કર્તબુદ્ધિ ગળે છે. હું તેનો કર્તા તે હવે
વિરોધાભાસ-વિપરીતતા લાગે છે. (૫) સાધકને બે ધારા
સાધકને પાપના પરિણામ જેવા કે આહાર...પાણીવેપાર વગેરેની ઈચ્છા થાય છે તે પાપના પરિણામ છે. તે કાળે તે જાણે પણ છે કે-પરિણામ થવા યોગ્ય થાય છે તો તેમાં તેને સ્વચ્છંદતા થતી નથી. થવા યોગ્ય થાય છે તેમ જાણવામાં પુરુષાર્થ રહેલો છે.
થવા યોગ્ય થાય છે તે કોના લક્ષે તેણે જાણું? તેણે જ્ઞાયકના લક્ષે જાણ્યું કે થવા યોગ્ય થાય છે. પાપના પરિણામને જાણ્યા તો પણ સ્વચ્છંદતા થતી નથી. કારણ કે જ્ઞાનીને હું જાણનાર છું કરનાર નથી તેવું પરિણમન ચાલુ છે.
જ્યારે કોઈ અજ્ઞાની જીવ પાપના પરિણામ થાય છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે, તો અકર્તા સ્વભાવનો (દષ્ટિમાંથી) નાશ થતાં તેને મિથ્યાત્વનું પાપ લાગે છે.
હવે બીજો કોઈ અજ્ઞાની જીવ એવો છે કે તેને પાપના પરિણામની રુચિ પડી છે... અને થવા યોગ્ય થાય છે તે હથિયાર હાથમાં લે છે તો તે ખોટો છે..સ્વચ્છંદી છે. તે દેશનાલબ્ધિ સાંભળવાને લાયક નથી. પાપના પરિણામનું પોષણ કરવા માટે શાસ્ત્ર છે કે ભગવાન આત્માને જાણવા માટે શાસ્ત્ર છે?
આત્માર્થીને પાપના પરિણામ વખતે ખેદ છે.કેમકે તે છૂટવાનો કામી છે. તે પુણ્યપાપના તો ઠીક પણ સંવર-નિર્જરાના પરિણામમાં પણ તે અટકતો નથી. તેનું વલણ અભિપ્રાય જ્ઞાયકની સન્મુખતાવાળું વર્તે છે.
પુણ્યના પરિણામ તે ચારિત્રનો દોષ છે, મેં કર્યા તો મિથ્યાત્વનો દોષ છે. પુણના પરિણામને કરવા તે અધ્યાત્મમાં પાપ છે. પુણ્યને કરવું તે અજ્ઞાન, પાપને જાણવું તે વ્યવહાર અને જ્ઞાયકને જાણવું તે નિશ્ચય. સાધક થયા પછી પાપના પરિણામ થવા યોગ્ય થાય છે તેમ જાણવું તે નિશ્ચય-પૂર્વકનો વ્યવહાર છે. સવિકલ્પ દશામાં પુણ્ય પાપના પરિણામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com