________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
XVI ઉભા થાય છે પરંતુ સાધક તેનાથી ઉદાસ છે. પુણ્ય-પાપને કરવાનો તો મારો સ્વભાવ નથી પરંતુ, પુણ્ય-પાપને જાણવાનો પણ મારો સ્વભાવ નથી. કેમકે પુણ્ય-પાપને જાણતાં ચારિત્રનો દોષ ઉભો થાય છે, શ્રેણી આવતી નથી. પુણ્યને ન કરે, એકાંત પુણ્યને ન જાણે તેવા આત્માને જાણ. (૬) નવ તત્ત્વો અવસ્તુ કેવી રીતે છે તેનું સ્પષ્ટીકરણ:
આજથી લગભગ 200 વર્ષ પૂર્વે પંડિત જયચંદજી થઈ ગયા તેમણે લખ્યું છે કે નિમિત્ત-નૈમિત્તિક જેવી કોઈ વસ્તુ જ નથી. નવ તત્વ અવસ્તુ છે તે ટોપમોસ્ટ વાત છે. જ્ઞાનીના હૃદયની છેલ્લામાં છેલ્લી વાત છે. નવ તત્ત્વના ભેદો છે તે ભિન્ન છે ત્યાં પૂર્ણ વિરામ નથી, પરંતુ અમી નો દE: સ્થ: ત્યાં પૂર્ણ વિરામ છે. અંતરદૃષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી; માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. નવ તત્ત્વ અવસ્તુ છે તેમ જેને બેસશે તેને અલ્પકાળમાં શુદ્ધાત્માનો પક્ષ આવી અને પક્ષીતિક્રાંત થશે.
જેમ આકાશમાં ફૂલ નથી તો પછી ફૂલ ઘણાં સુગંધી છે તે ક્યાંથી આવ્યું? વળી આકાશને જોતાં ફૂલ નથી તો ક્યાંથી દેખાય ? તેમ શુદ્ધાત્મામાં નવ તત્ત્વો છે જ નહીં તો શુદ્ધાત્માને અવલોકતાં નવ તત્ત્વો દેખાય કેવી રીતે ? તેમ અવસ્તુનું જ્ઞાન કેવી રીતે થાય? સર્વોપરી પરમાર્થ તત્ત્વને જાણતાં, ભેદ છે તે અવસ્તુ છે તેવી રીતે જ્ઞાન થાય છે. અમે ભેદને જોવા અસમર્થ છીએ. જે નથી તેને દેખવું અશક્ય છે. વળી ભેદ કલ્પનાનો તો નાશ થયો છે જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો છે. પરિણામમાં પરિણામ દેખાતા નથી પરિણામમાં અપરિણામી દેખાય છે. અનુભવના કાળે અભેદમાં ભેદ દેખાતો નથી માટે અવસ્તુ છે.
પ્રશ્ન- અવસ્તુને અવસ્તુ તરીકે જાણવી કે નહીં? તો પછી વસ્તુને ક્યારે જાણીશ? ન જણાય તેનું નામ અવસ્તુ છે. જ્ઞાનનું જ્ઞય નથી થતું તેનું નામ અવસ્તુ છે. જે પરિણામમાં આનંદ આવ્યો તે પરિણામ ભેદરૂપે નથી જણાતાં પરંતુ અભેદ થઈને જણાય છે.
શ્રી ૩૭ કળશમાં કહ્યું કે-ગુણસ્થાનાદિ ભેદો આત્માથી ભિન્ન છે માટે દેખાતા નથી. શિષ્ય કહે તો એકાંત થશે. શ્રી ગુરુ કહે–અમને તો આનંદ આવે છે. કેમકે આત્મામાં
સ્યાદવાદનો અભાવ છે પરંતુ આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો અભાવ છે. તેથી ધ્યેયપૂર્વક યા કહો કે સમ્યક એકાન્તપૂર્વક અનેકાન્ત કહો તે બધું એક જ છે.
વ્યવહાર એટલે અવસ્તુ શા માટે ? શુદ્ધોપયોગ જ્યારે આત્મામાં જોડાય છે ત્યારે કોઈ પણ પ્રકારના ભેદ દેખાતા નથી માટે તેને અવસ્તુ કહી. નવ ભેદનું લક્ષ છોડીને એકલા અભેદ ટંકોત્કીર્ણ પરમાત્માને જુએ છે એટલે અનુભવના કાળે જુદા-જુદા નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી–માટે તે અવસ્તુ છે.
અભેદ ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી...એકલો ગુણી પરમાત્મા દેખાય છે માટે ગુણભેદ અવસ્તુ છે. શેયમાં આ શુદ્ધાત્મા અને આ તેની અનુભૂતિ તેવો ભેદ દેખાતો નથી માટે ભેદ અવસ્તુ છે. તેમજ જ્ઞાન, ય, જ્ઞાતા તેવા ત્રણ ભેદ અભેદ જ્ઞયની અનુભૂતિમાં અવસ્તુ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com