________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVII
આત્મજ્યોતિ
શp n 13
વળી નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી નવ તત્ત્વો ઉભા થાય છે અનુભવના કાળે નિમિત્તનૈમિત્તિક બન્નેનું લક્ષ છૂટે છે માટે નવ તત્ત્વ અવસ્તુ છે..તે વસ્તુ નથી. નવ તત્ત્વમાં કેવળજ્ઞાન આવી ગયું તે અવસ્તુ છે. (ધ્યેય પૂર્વક જ્ઞય પેજ નં. ૯)
શ્રી સમયસાર ગાથા ૫૮, ૧૯, ૬૦ ભાવાર્થનો બીજો પારો છે તેમાં પંડિતજી લખે છે કે-આત્માની અંતરદૃષ્ટિ કરતાં એક અભેદ દ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી–જણાતા નથી. શુદ્ધનયમાં મુખ્ય ગૌણ ન હોય. પ્રમાણ જ્ઞાનમાં મુખ્ય-ગૌણ હોય.
ભેદને જાણતાં જ્ઞાન નથી અને સુખ પણ નથી. તેથી તે જ્ઞાનનો વિષય નથી. અભેદને જાણતાં જ્ઞાન પણ છે ને સુખ પણ છે તેથી તે જ્ઞાનનો વિષય પણ છે. તેથી ભેદનું કરવું ગયું. ભેદનું જાણવું ગયું અને અભેદ જણાય ગયો. ભેદને કરવાની ને જાણવાની રુચિ સમકક્ષી અધ્યવસાન છે.
સામાન્ય ઉપર દૃષ્ટિ પડે છે ત્યારે સામાન્યમાં વિશેષ નથી. હવે વિશેષમાં ઉપાધિરૂપ નવ ભેદો તો છે પણ તે દેખાતા નથી. આ સામાન્ય આ વિશેષ તેવા ભેદ દેખાતા નથી. ભેદ હો તો ભલે હો ! પરંતુ અભેદની દષ્ટિમાં ભેદ દેખાતો નથી. શુદ્ધોપયોગમાં જ ખરેખર ધ્યાતા, ધ્યાન, ધ્યેયની અભેદતા
માટે ભેદ નિર્વિકલ્પમાં તો ભેદ નથી દેખાતા પરંતુ સવિકલ્પ દશામાં ભેદથી અમારું જ્ઞાન પરાડમુખ છે. સાત તત્ત્વોથી અમારું જ્ઞાન વિમુખ છે તેમ ચારિત્રવંત પદ્મપ્રભમલધારિદેવ શ્રી નિયમસારની ૩૮ ગાથામાં લખે છે. ભેદ છે તે મનનો વિષય છે. ભેદના લક્ષે સવિકલ્પદશા રહે છે. ચારે બાજુથી પરિણામને જાણવાનો લોભ સંતોએ છોડાવ્યો છે. સામાન્ય તરફ ઉપયોગ જાય છે ત્યારે કોઈ પરિણામ દેખાતા નથી માટે અવસ્તુ છે. નવ તત્ત્વોનું વિશ્લેષણ:
તેર ગાથાની વિશેષતા એ છે કે-નવ તત્ત્વને કેવળ જાણવાથી સમ્યકદર્શન થતું નથી, પરંતુ ભૂતાર્થનવે નવ તત્ત્વને જાણવાથી સમ્યકદર્શન થાય છે. નવ તત્ત્વના સ્વરૂપને ધારણામાં છે, તેનો અર્થ પણ ખ્યાલમાં લ્ય છે, પરંતુ આ નવતત્ત્વની વચ્ચે છૂપાયેલી એકરૂપ આત્મજ્યોતિ તેને શુદ્ધનય દ્વારા બહાર કાઢવી સત્ય પુરુષાર્થ છે. આ નવ તત્ત્વો તીર્થની પ્રવૃત્તિ અર્થે કહ્યા છે, અનુભવ અર્થે નહીં. કારણ કે અનુભવ તો ભૂતાર્થને આશ્રયે જ થાય છે. વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે કહેલા નવ તત્ત્વને ક્રમે ક્રમે જાણવામાં ઉપયોગને જ્યારે રોકે છે ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાન હોતું નથી. વિકલ્પ જ હોય છે. નવ તત્ત્વ શુદ્ધ ઉપયોગનો વિષય તો નથી પણ શુદ્ધ પરિણતીનો વિષય પણ નથી. નવ તત્ત્વોની સન્મુખ થાય તો નવ તત્ત્વો ન જણાય. જ્ઞાયકની સન્મુખ થાય તો નવ તત્ત્વો સહજમાં જણાય જાય છે. નવ તત્ત્વો વ્યવહારનયે જીવનો વિસ્તાર છે નિશ્ચયનયે તે અજીવનો વિસ્તાર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com