________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
આત્મજ્યોતિ
XVIII * જે આત્માને નવ તત્ત્વથી સહિત માને છે તે આત્માને કર્તા માને છે. તે પરિણામનો
જ્ઞાતા થઈ શકતો નથી. * નવ તત્ત્વોને આગમમાં સમ્યકદર્શનનું (અભેદ ઉપચારથી) નિમિત્ત કારણ કહ્યું છે
એટલે ઉપાદાન કારણ નથી. શુદ્ધાત્માનો અનુભવ થતાં આ નવ તત્ત્વો મારામાં નથી તેમ નવ તત્ત્વોનું જ્ઞાન પણ થઈ જાય છે. પરિણામ પરિણામમાં હોવા છતાં તે અપરિણામમાં નથી. ભેદ ભેદમાં
હોવા છતાં અભેદનો આશ્રય લેતાં અભેદમાં ભેદ દેખાતો નથી. * આત્મા નવ તત્ત્વોને કરતો નથી તે સર્વોત્કૃષ્ટ પ્રકારની વાત છે. * નવ તત્ત્વોનો પર્યાયમાં સંયોગ સંબંધ હોવા છતાં ચિદાનંદ ભગવાન આત્મા પોતાના
એકત્વને છોડતો નથી. * જ્યાં સુધી નવ તત્ત્વોને જાણે છે ત્યાં સુધી નવતત્ત્વોમાં છૂપાયેલી આત્મજ્યોતિને
જાણી નહીં, કેમકે તેને વ્યવહારનો નિષેધ નથી આવતો. નવ તત્ત્વો ધ્યાનનું ધ્યેય તો નહીં પણ જ્ઞાનનું જ્ઞય તો ખરું ને? વ્યવહાર જાણેલો પ્રયોજનવાન તેનો નિષેધ નથી આવતો. જ્ઞાની નવ તત્ત્વોને ભિન્ન જાણે છે માટે કર્તા નથી. ભિન્ન જાણે છે તો નવ તત્ત્વને
જાણ્યા કહેવાય. અભિન્ન જાણે તો અજ્ઞાન છે. * આ ગાથામાં નવ તત્ત્વોને જાણવાની રીત બતાવી?ભૂતાર્થનયે જાણ. * નવ તત્ત્વને અભૂતાર્થનયે જાણતાં સમ્યકદર્શનનો નિયમ રહેતો નથી અને
વ્યભિચારનો દોષ લાગે છે. * નવ તત્ત્વોને શ્રદ્ધાન થતાં સમ્યક્દર્શનનો નિયમ રહેતો નથી.
નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણવાથી સમ્યક દર્શન થાય છે તે નિયમ કહ્યો. એકરૂપ આત્મજ્યોતિને જાણવાથી વ્યભિચાર રહેતો નથી. નવ તત્ત્વો અભૂતાર્થનયથી જ્ઞાનનું જ્ઞય પણ છે...પણ તેમાં અહંબુદ્ધિ કરવા યોગ્ય નથી. જીવ નિમિત્ત-નૈમિત્તિકમાં જોડાય છે ત્યાં સુધી નવ સ્વાંગ ઉભા થાય છે. જીવ-અજીવ બન્ને એકલા-એકલા નવ તત્ત્વરૂપે પરિણમતા નથી. “પર સંગ સ્વ” થાય છે પરંતુ પરથી નહીં. નવ તત્ત્વો જીવના પરિણામ છે પણ તે જીવ નથી. તેથી તેને શ્રદ્ધામાં જીવ તરીકે રાખીશમાં. જ્ઞાનના શેયપણે પણ તે સવિકલ્પદશામાં છે. જ્યારે પરિપૂર્ણ લીનતા પ્રગટ થાય છે ત્યારે નવ તત્ત્વો કાંઈ વસ્તુ નથી. આ ગાથામાં નવ તત્ત્વોને જીવના વિકારો-વિશેષ કાર્યો કહ્યો છે. અહીં એક સમયના નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી આ નવ તત્ત્વો ઉભા થાય છે તેનું જ્ઞાન કરાવી અને
નવ તત્ત્વોનું લક્ષ છોડાવી અભેદનું લક્ષ કરાવે છે. * સર્વજ્ઞમત અનુસાર સમ્યકદર્શનની પરિભાષા તત્ત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યકદર્શન છે તેમ
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com