________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XIX
આત્મજ્યોતિ માને છે ત્યારે તે વ્યવહાર શ્રદ્ધામાં આવે છે એટલે જ્ઞાનમાં આવે છે, નિશ્ચય શ્રદ્ધા જુદી છે. જેમ અન્યમતિ નવ તત્ત્વને પર્યાયને ઊડાડે છે તેમ નથી. જીવ નવ તત્ત્વરૂપ પણ છે-સર્વથા જૂઠ નથી. આશ્રય માટે સર્વથા જૂઠ છે તેમાં કથંચિત્ ન હોય. જાણવા માટે સર્વથા જુઠ નથી, કારણ કે આ નવ તત્ત્વો જ્ઞાનનો વિષય હોવાથી જ્ઞાનના જ્ઞયપણે છે એટલે જો કોઈ પર્યાયને જ ન માને તો બંધ-મોક્ષ ન રહે. તેથી નવ તત્ત્વની અતિ પણ છે અને તેનું જ્ઞાન પણ કરાવે છે. આ નવ તત્ત્વો એક સમયમાં નથી...ક્રમે છે. જ્યારે મિથ્યાત્વ છે ત્યારે સમ્યકદર્શન
નથી. જ્યારે અજ્ઞાન છે ત્યારે સમ્યકજ્ઞાન નથી. * આત્મ જ્યોતિને નવ તત્ત્વોરૂપ પર્યાયનું આવરણ છે. એટલે નવ તત્ત્વો દેખાય છે
તો એકરૂપ જ્યોતિ ઢંકાઈ જાય છે. જેમ વાદળા આડ સૂર્ય ઢંકાઈ જાય-તિરોભૂત થઈ જાય તેમ નવના ભેદની બુદ્ધિથી અભેદ દેખાતો નથી.
અનાદિથી મિથ્યાદષ્ટિ જીવને નવ તત્ત્વો કેવી રીતે છે તે પ્રશ્ન થાય. વળી આ નવ તત્ત્વોનો અનુભવ તે મિથ્યાત્વ કહ્યું છે તો કેવી રીતે છે?
મિથ્યાત્વના કાળે સમ્યકદર્શન આદિની પ્રકૃત્તિઓ આવતી રોકાઈ જાય છે તે સંવર છે. અમુક પ્રકારના કર્મોની પ્રકૃત્તિ ઉદયમાં આવ્યા વિના નિર્જરા થાય છે તે નિર્જરા છે. અમુક કર્મની પ્રકૃત્તિનો ક્ષય થાય તે મોક્ષ છે. આમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તેમાં સંવર, નિર્જરા, મોક્ષ તે નામ નિક્ષેપે આ રીતે અનાદિ મિથ્યાદષ્ટિ જીવને હોય છે.
સાધકને નવ તત્ત્વો કેટલાક શુદ્ધરૂપ અને કેટલાક અશુદ્ધરૂપ હોય છે મિથ્યાષ્ટિને બધા અશુદ્ધરૂપ હોય છે.
ઝવેરી સાચું પાણીદાર મોતી જોઈને બોલી ઊઠે છે. અરે ! આ મોતીમાં તો સમુદ્ર ઊછળે છે. ત્યારે ગામડિયો પટેલ કહે છે-મારી પછેડીનો છેડો જરા ભીનો કરી બતાવો. જેમ સાચા મોતીમાં ઝવેરીને સમુદ્ર ઉછળતો દેખાય છે તેમ જ્ઞાનીઓને ગાથા.. ગાથામાં વિરાટ ભાવોના દર્શન થાય છે.
કૃપાળુદેવ મોક્ષમાળામાં લખે છે કે- “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.” આ મણકો પૂ. ભાઈશ્રીનાં આંતરિક જીવનની ઝાંખી કરાવે છે. સંતોની વાણી અમોઘ રામબાણ છે તેની સફળતા સાથે કુદરત બંધાયેલી છે. નહીંતર ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે.
હે ! પૂજ્યશ્રી આપે...પર્યાયની નિરપેક્ષ ભૂમિ ખ્યાલમાં અપાવી કર્તા બુદ્ધિના કષાયના ભવતાપથી દૂર કરી આત્માના અકલુષ ઉન્મુક્ત પથ પર અભય-નિર્ભય બનાવ્યા છે. જ્ઞાનમયી દિવ્ય ચેતના વિસ્તર્ષીત કરી મુમુક્ષુજીવોને સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાનો માર્ગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com