________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮)
પ્રવચન નં. ૧૬ દિગમ્બર છે ને ! વર્ણીજીએ કહ્યું કે તો પછી સ્વભાવ થઈ જશે! અમને ઈષ્ટ છે. રાગ છે તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. પૂ. ગુરુદેવશ્રીએ નિરપેક્ષથી વાત કરી. આ બધાની સાપેક્ષની દષ્ટિ તો છે જ, તે ક્યાં નવું લેવા જવું છે.
કર્મના ઉદયથી જ રાગ થાય. કર્મના ઉદય વિના રાગ થાય તો તે આત્માનો સ્વભાવ થઈ જશે? તે વિભાવ સ્વભાવ છે. એક સમય પૂરતો તે વિભાવ પણ પર્યાયનો તે સમયે થવાનો સ્વકાળ હતો તેથી થયો છે. કર્મનો ઉદય આવે છે માટે રાગ થયો છે તેમ છે નહીં. જ્યારે રાગ થાય છે ત્યારે તેનું લક્ષ કર્મ ઉપર છે તેથી કર્મના ઉદયથી થયો તેમ વ્યવહાર વ્યવહારીજનોને સમજાવવામાં આવે છે.
હવે વ્યવહારીજનોને કહે છે–તને નિશ્ચયથી કહું છું તેનો ખ્યાલ કર. વ્યવહારથી નવા તત્ત્વોને જાણતાં અનંતકાળ ગયો-સાધુપણ થયો, અગિયાર અંગ ભણ્યો અને નવમી રૈવેયક પણ ગયો. તેણે નવ તત્ત્વને કદી નિરપેક્ષથી જોયા નથી. ભૂતાર્થનયથી ન જોયા. તત્ત્વાર્થસૂત્રમાં પણ એમ આવે છે કે-નવ તત્ત્વ સમ્યક્રદર્શનનું કારણ છે.
આ તો કોઈ અલૌકિક વાતો છે. “ભૂતાર્થનય' એક શબ્દ આગળ લગાયો-તે કોહીનૂરનો હીરો છે. પોતે ટીકાકાર કહેશે-એક બહિદૃષ્ટિ અને એક અંતષ્ટિ તેવા બે ભાગ પાડશે. બહિષ્ટિ કેમ થાય છે? કે-સાપેક્ષ દષ્ટિ છે માટે બહિષ્ટિ છે. તે વિષય હુમણાં આવશે.
આ વિષય એવો છે ને કે એક વાત અનેક વખત કહેવામાં આવે ત્યારે સમજાય તેવી છે. સાપેક્ષ એટલે શું? અને નિરપેક્ષ એટલે શું? સાપેક્ષ એટલે કોઈની મદદથી કાંઈ થાય તેનું નામ સાપેક્ષ. અગ્નિની મદદથી પાણી ઊનું થાય તેનું નામ સાપેક્ષ છે. અને અગ્નિના નિમિત્ત વિના પાણીની પર્યાય ગરમ થાય તેનું નામ નિરપેક્ષ છે. જો પાણીને સાપેક્ષ લેવા જાવ તો પાણી તો શીતળ છે. અને અગ્નિને જ સાપેક્ષ લેવા જાવ તો પર્યાય પરાધીન થઈ ગઈ. પહેલાં કહ્યું હતું કે પાણીની પર્યાયને સાપેક્ષ અને નિરપેક્ષથી જો તો નવ તત્ત્વ સમજાય જાય.
પાણીથી પર્યાય જે છે તે તત સમયની યોગ્યતાથી એટલે ગરમપાણીની પર્યાયનો સ્વકાળ છે. થવાકાળે થાય છે કાળ ફરતો નથી. આહા..હા ! પાણીની પર્યાય થવા યોગ્ય થઈ છે, ત્યારે સંયોગી દષ્ટિવાળાને એમ લાગે છે કે અગ્નિથી થઈ છે. અગ્નિથી થઈ છે એમ તો અમે કહેતા નથી. તો તો બે દ્રવ્યની એકતા થઈ જાય.
પ્રશ્ન – કર્તા કર્મ અગ્નિ અને પાણી વચ્ચે નથી પણ નિમિત્ત-નૈમિત્તિક છે કે નહીં?
ઉત્તર - અગ્નિનિમિત્ત અને પાણીની પર્યાય નૈમિત્તિક એમ છે નહીં તે તો નિમિત્તથી નિરપેક્ષ છે. પાણીની ગરમ પર્યાય સાથે કર્તાકર્મ તો નથી પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી.
એક વખત વ્યાખ્યાનમાં કહ્યું હતું કે આ જગતમાં કોઈ નિમિત્ત નથી. તેમાં મોદી સાહેબે પૂછયું કે-આ તમે શું કહ્યું? મેં કહ્યું કે-તે બરાબર છે. જગતમાં કોઈ નિમિત્ત નથી. આઠ કર્મ નિમિત્ત નથી એ તો અજ્ઞાનીએ નામ બગાડયું છે. એ તો જ્ઞય છે અને તે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com