________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૫૭
પ્રવચન નં. ૫
કળશ-૬ તા. ૧૯-૭-૮૯ શ્લોકાર્થ:- “આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) તે જ નિયમથી સમ્યકદર્શન છે. એક માત્ર ટંકોત્કીર્ણ ભગવાન આત્મા છે તે સ્વદ્રવ્ય છે-બાકી બધા પરદ્રવ્યો છે. ચૌદમાર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવ સમાસ એ પરિણામ બધા અન્ય દ્રવ્યમાં જાય છે. સ્વદ્રવ્ય તો એક જ્ઞાયકભાવ છે-બાકી બધા અન્ય દ્રવ્યો છે. નવ તત્ત્વોના ભેદ તે પરદ્રવ્ય છેતેનાથી જુદો દેખવો એમ! જુદો દેખવો એટલે જુદો શ્રદ્ધવો-તે નિયમથી સમ્યકદર્શન છે. તેમાં કોઈ અપવાદ નથી.
હવે તેજ સમ્યક્દર્શનનો વિષય કેવો છે તે બતાવે છે. આ કળશમાં સમ્યક એકાંતપૂર્વક અનેકાન્ત ઉતારશે. “કેવો છે આત્મા?” એટલે ત્રિકાળી દ્રવ્ય કેવું છે. કહે – “પોતાના ગુણપર્યાયોમાં વ્યાપનારું છે.” એટલે કે પોતાના દ્રવ્ય-ગુણને પર્યાયમાં રહેલો છે. ઉત્પાદ-વ્યય ની વચ્ચે ધ્રુવ અન્વયરૂપે રહેલો છે.
પંચાધ્યાય કર્તાએ લખ્યું છે કે-અજ્ઞાનીઓને એના સર્વ વિશેષોમાં પણ એનું સામાન્ય અન્વયરૂપ-શુદ્ધાત્મ તત્ત્વ બિરાજમાન છે. પણ અજ્ઞાનીઓને તે દષ્ટિ ગોચર થતું નથી. એટલે (પર્યાયમાં) અન્વયપણે વ્યાપી રહેલો તો છે. સોનાના બધા ઘાટમાં સોનું રહેલું છે. પણ જેને ઘાટ ઉપર દષ્ટિ છે અને સોનું હોવા છતાં દેખાતું નથી. વ્યાપનારો છે એટલે એમાં રહેલો છેનવ તત્ત્વમાં છૂપાયેલી આત્મજ્યોતિ છે. આત્મજ્યોતિ નવ તત્ત્વની બહાર નથી.
વળી કેવો છે? શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે” આત્મા અનેકરૂપે છે નહીં. બંધ ને મોક્ષ એ તો સ્વાંગ છે. અશુદ્ધનયથી આત્મા અનેકરૂપ દેખાય છે, પણ શુદ્ધનયથી જોતાં આત્મા એકરૂપે દેખાય છે. આત્મા એકરૂપે છે ને એકરૂપે દેખાય છે. શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આત્મા એકપણે જ રહેલો છે અને શુદ્ધનયથી એકપણું જ દેખાય છે.
“વળી કેવો છે? પૂર્ણજ્ઞાનઘન છે.” આહાહા! અપૂર્ણ મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય છેત્યારે ભગવાન આત્મા પૂર્ણજ્ઞાનઘન રહેલો છે. રાગનો તો પ્રવેશ નથી પણ અલ્પજ્ઞ અવસ્થાનો એમાં પ્રવેશ નથી. આહા...હા! પૂર્ણજ્ઞાનઘન એટલે નિબિડ વસ્તુ છે. જેમ લોઢામાંઘન પદાર્થમાં કાંઈ ખૂંચી ન શકે તેમ પૂર્ણજ્ઞાનઘન આત્મામાં પર્યાયનો પ્રવેશ થતો નથી. પર્યાયથી સહિત કહેવાય ત્યારે પણ પર્યાય અંદર જતી નથી. પર્યાય પોતે ધૃવરૂપે પણ થતી નથી-એ તો ઉત્પાદરૂપે ઉપર-ઉપર રહેલી છે,–કેમકે આત્મા પૂર્ણજ્ઞાનઘન છે. નિત્યમાં અનિત્યનો પ્રવેશ નથી. પૂર્ણજ્ઞાન આત્મા છે તે દષ્ટિના વિષયની વાત છે.
વળી” શબ્દ મૂકીને વિષય બદલાવ્યો. “વળી” શબ્દ કહીને ખ્યાલ આપ્યો કે વિષય બીજો આવે છે ધ્યાન રાખજો. આત્માનું અવલંબન લીધું તો સમ્યકદર્શન થયું ? કહેઠા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com