________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
પ્રવચન નં. ૪ આમાં ન હોય. બદામના મેસુબમાં એલચી, કેસર, પીસ્તા ઊંચામાં ઊંચો માલ.
શ્રી સમયસાર ૯/૧૦ ગાથા છે તેમાં કહે છે-“જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે ‘રૂમ' આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈને જાણે છે “અભિગચ્છતિ” તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરી શ્રુતકેવળી કહે છે.”
જે એક શુદ્ધાત્માને જ અભિમુખ થઈને જાણે છે, દેવ-ગુરુ-શાસ્ત્રને જાણતો નથી, છે દ્રવ્યને જાણતો નથી, આમ પરને જાણવાનું સર્વથા બંધ થાય છે. આત્માનો અનુભવ કરવાનું બધા કહે છે-પણ ઉપાય કોઈ બતાવતું નથી. પરને જાણવાનું બંધ કરો ત્યારે આત્માનો અનુભવ થાય એમ આમાં લખ્યું છે.
આત્માની સન્મુખ થઈને આત્માને જાણે છે ત્યારે પરનું જાણવું સર્વથા બંધ થાય છે. રહસ્યપૂર્ણ ચીઠ્ઠી છે, તેમાં ટોડરમલજી સાહેબ લખે છે કે-જ્યારે સાધક નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે, ત્યારે બહાર શું થાય છે તે કાંઈ દેખાતું જ નથી. બહાર શું થાય છે તે કાંઈ જાણતા જ નથી-આવી ધ્યાનની સ્થિતિ છે.
જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે-એટલે અતીન્દ્રિય જ્ઞાન વડે, ઈન્દ્રિયજ્ઞાન વડે નહીં. (ભાવશ્રુતજ્ઞાનથી) “આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધાત્માની સન્મુખ થઈને આત્માને જાણે છે” “પદ્રવ્યથી પરામુખ” નિયમસારમાં આવે છે ને ? આત્માની સન્મુખ થઈને જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો એટલે તેને કેવળી પરમાત્મા, સર્વજ્ઞ દેવાધિદેવશ્રુતકેવળી કહે છે.
એમ કહે છે કે-જ્ઞાન તે આત્મા એટલો વ્યવહાર આવ્યો, પણ એ જ્ઞાયકની સન્મુખ થયો જ્યાં “અભિગચ્છતિ” ત્યાં જ્ઞાન તે આત્મા એવો જે ભેદ ઉઠતો હતો, અને ભેદના લક્ષે વિકલ્પ ઉઠતો હતો તે છૂટીને તે નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે. વિકલ્પ પણ ગયો અને વિકલ્પનો વિષય ભેદ પણ ગયો. એમાં (આત્મામાં) લીન થાય છે ત્યારે વ્યવહારનય કાંઈ પ્રયોજનવાન નથી. ભેદ નીકળી ગયો-ભેદનું લક્ષ છૂટી ગયું. જ્ઞાન તે આત્મા એવો ભેદરૂપ વ્યવહાર તે હવે કાંઈ પ્રયોજનવાન નથી.
આ બે અર્થ થયા. એક સાધક થવા પહેલાનો અને એક સાધકનો.
ભાવાર્થ- “શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી.” લ્યો ! કેવળજ્ઞાન થાય પછી કાંઈ પણ પ્રયોજનકારી નથી. અને નિર્વિકલ્પ ધ્યાનમાં ગયો ત્યારે કાંઈ પ્રયોજનવાન નથી. ઉપકારી ગુરુ બિરાજમાન છે પણ ગુરુ દેખાતા નથી. નિશ્ચયગુરુ દેખાય છે ત્યારે વ્યવહાર ગુરુ ન દેખાય. પછી સવિકલ્પદશામાં આવે ત્યારે ગુરુના પગમાં પડી જાય કે-આપે મને આત્મા આપ્યો. હું કાંઈ જાણતો ન હતો. આપે જ આજે મને આત્મા આપ્યો. આપે આત્માનું દાન આપ્યું. લાયક શિષ્ય એમ ન કહે કે કાર્ય મારા ઉપાદાનથી થયું અને નિમિત્ત અકિંચિત્થર છે તેમ ન બોલે. લાયક જીવ ઉપકાર ઓળવે નહીં. આપે જ મને મોક્ષ આપ્યો-હું કાંઈ જાણતો ન હતો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com