________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૬૫
રાજા સાહેબ તે નામ નિક્ષેપે છે તે કોઇ ગામનો રાજા નથી. અમે શેઠીને ત્યાં ગયા હતાં તેના
છોકરાનું નામ રાજા સાહેબ છે. આ જાણવાનો વિષય છે.
(૨) સ્થાપના “ ‘આ તે છે’ અન્ય વસ્તુનું અન્ય વસ્તુમાં પ્રતિનિધિત્વ સ્થાપવું ” કે આ તે જ છે તે સ્થાપના નિક્ષેપ છે. પ્રતિમાનું સ્થાપન કરવું તે સ્થાપના નિક્ષેપ છે. જેમકે સીમંધર ભગવાનની પ્રતિમા છે તેમાં આ સીમંધર ભગવાન બિરાજમાન છે તેમ સ્થાપવું તેનું નામ સ્થાપના નિક્ષેપ છે.
(૩) દ્રવ્ય નિક્ષેપ વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત - ભૂતકાળ અને ભાવિકાળની “પર્યાયોથી વસ્તુ ને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે.” જુઓ! આ દ્રવ્ય નિક્ષેપ છે. તે વર્તમાન પર્યાયને વિષય કરતું નથી. તે ભૂત પર્યાય અને ભાવિ પર્યાયને વિષય કરે છે. જેમકે રાજાનો છોકરો હોય તેને રાજા કહેવો તો એ ભાવિ પર્યાયનો આરોપ વર્તમાનમાં આપી અને તેને રાજા કહેવો. એમ મુનિરાજે દીક્ષા અંગીકાર કરી હોય અને કહેવું કે આ ચક્રવર્તી રાજા અહીં બિરાજમાન છે તો એ તો ભૂતની પર્યાયનો આરોપ કર્યો. ભૂતને ભવિષ્યની પર્યાયનો આરોપ કરીને વર્તમાનમાં તે પદાર્થને કહેવો તેનું નામ દ્રવ્ય નિક્ષેપ છે. આ ગુરુદેવ તીર્થંકર છે, થશે નહીં ભાવિ પર્યાયને વર્તમાનમાં આરોપ કરીને કહેવું તે દ્રવ્ય નિક્ષેપ છે.
(૪) ભાવ નિક્ષેપ “ વર્તમાન પર્યાયને વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ ” જેવી પર્યાય હોય તેવો જ આરોપ દ્રવ્ય ઉપર આપવો તે ભાવ નિક્ષેપ છે. પૂજારીને વર્તમાનમાં પૂજારી કહેવો તે ભાવ નિક્ષેપ છે. વર્તમાનમાં રાજા છે. તેને રાજા કહેવો તે ભાવ નિક્ષેપ છે. ભાવનિક્ષેપ એટલે વર્તમાન પર્યાય પરિણત દ્રવ્ય. દ્રવ્ય નિક્ષેપમાં ભૂત ભવિષ્ય પરિણત દ્રવ્ય લીધું છે. દ્રવ્ય નિક્ષેપ અને ભાવનિક્ષેપમાં આટલો ફેર છે.
“ એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે- જુદા-જુદા રૂપે) અનુભવ ક૨વામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે.” અહીં અનુભવ કરવામાં આવતાં એટલે જ્ઞાન કરવામાં આવતાં આ ભિન્ન લક્ષણથી રહિત પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો અનુભવ કરતાં તે ચારેય અભૂતાર્થ છે. અનુભવ કરતાં બધું અભૂતાર્થ નિક્ષેપ દેખાતા નથી – તેથી અસત્યાર્થ છે.
66
આ રીતે પ્રમાણ - નય નિક્ષેપમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.” જેમ નવ તત્ત્વોમાં એક જીવ જ પ્રકાશમાન છે એમ પ્રમાણ નય- નિક્ષેપના ભેદોમાં પણ એક જીવ
જ પ્રકાશમાન છે. આ બધા વિશેષો શુદ્ધાત્મામાં નથી.
k
ભાવાર્થ: આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તા૨થી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું, તેમનાથી દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે.” સિદ્ધિ થાય છે. એટલે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું તેના ખ્યાલમાં આવે છે. કોઇ પણ કાર્ય કરવા પહેલા તેનું અનુમાન આવી જાય છે. જેમ મકાન બનાવવું હોય તો નકશો બનાવે..તેના વિચારો આવે ( આમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com