________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
પ્રવચન નં. ૩ ઘડો થાય છે...તો બે સનું ખૂન થઈ ગયું! અને કુંભારથી ઘડો થાય છે...તો માટીનો જ નાશ થઈ ગયો-બે દ્રવ્યોની એકતા...માટી કુંભારમય થઈ ગઈને કુંભાર માટીમય થઈ ગયોબેય એક થઈ ગયા...બે દ્રવ્યો ભિન્ન ન રહ્યો.
એમ બે પ્રકારનાં ભેદજ્ઞાન છે, એક બે દ્રવ્યો વચ્ચે ભેદજ્ઞાન અને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદજ્ઞાન! બે જ વાત છે-ભેદજ્ઞાનના પ્રકાર બે છે. દાક્તર સાહેબ? સમજ મેં આયા કુછ? (શ્રોતા) થોડા-થોડા (ઉત્તર) થોડા-થોડા આવે તોય બસ છે...એવું તો નથી આવતું ને કે સમજમેં નહીં આતા હૈ ઐસા તો તુમ નહીં કહતે હોયે બાત અચ્છી હૈ સમજણમાં આવી જશે.આજે થોડું થોડું આવે છે...
એ તો બેઠા 'તા સામે મુંબઈમાં નજદિક જ સામે બેઠા 'તા...મીઠાભાઈ ? શું થઈ ગયું? (કહેવા લાગ્યા આશ્ચર્યથી) યે ક્યા બાત હૈ! વહાં તક તો મુશ્કિલસે આયા...! એય મુશ્કેલ છે...કુંભારની હાજરીમાં કુંભાર વિના ઘડો થાય છે. ઓહોહો ! અને કુંભારને અહંકાર થયો છે ઘડો કરવાનો..ત્યારે ય કુંભાર વિના (ઘડો) થાય છે. એ નમસ્કાર મંત્ર ભણતો હોય કુંભાર...એ એમાં નિમિત્ત નથી..(પરંતુ) એની (ઘડો બનાવવાની) ઇચ્છા હોય એ એમાં નિમિત્ત કહેવાય....પણ..નિરપેક્ષપણે ઘડો થાય છે. આહાહા ! કુંભારનો હાથ એને અડતોય નથી.કુંભારની ઇચ્છા (યોગ-ઉપયોગ) કુંભારના આત્માને અડતી નથી...એની ઇચ્છા હાથને અડતી નથી...હાથ માટીને અડતો નથી...બધુંય નિરપેક્ષ છે. બધું ય સત્ છે (આમ...જોનાર) જ્ઞાતા થઈ જાય છે..બસ! કુતર્ક પણ નહીં (કોઈ વિકલ્પ નહીં)...એ શું બની જાય છે? .. ( શ્રોતા ) જ્ઞાતા હો જાતા હૈ... (ઉત્તર) જ્ઞાતા બની જાય છે બસ!
તો...જ્ઞાતા બનવાનો મંત્ર આ તેરનંબરની ગાથામાં દીધો કે નવ તત્ત્વોનેય તું ભતાર્થનયે જાણીશ તો તને સમ્યકદર્શન થશે જા! પણ સાહેબ! એકને. જાણતાં સમ્યક થાય.કે નવને જાણતા? કે નવને નિરપેક્ષપણે જાણે...એ એકને નિરપેક્ષપણે જાણે! નવને સાપેક્ષપણે જાણે એ એકને પણ નિરપેક્ષપણે જાણી શકે નહીં...એક સતને સાપેક્ષ જાણું...તો અનંત સત્ એને સાપેક્ષપણે ભાસશે.એક પર્યાયના સને નિરપેક્ષ જાણીશ..તો દ્રવ્ય નિરપેક્ષપણે અનુભવમાં આવી જશે. એક સનો જ નિર્ણય કરવાનો છે. એક સત” નો નિર્ણય કર તું! એના ઉપર છ મહિના ભલે લાગે....( વિચારે ચઢ.) કે ભઈ આ માટીથી ઘડો થાય કે કુંભારથી ઘડો થાય કે માટીમાંથી થાય કે પિંડની વ્યય પર્યાય થઈ એમાંથી ઘડો થાય...વ્યયમાંથી ઉત્પાદ થયો કે શું થાય છે.....એનો તું વિચાર તો કર ! આહા...હા!
માટીથી થતો હોય તો કાયમ ઘડો જ થવો જોઈએ, એમ તો નથી પરંતુ (માટીના) પિંડનો વ્યય છે ને એ પિંડનો વ્યય તે કારણ ને ઘડાની ઉત્પાદપર્યાય કાર્ય...એવું પણ છે નહીં..ઘડાના ઉત્પાદનું કારણ ઉત્પાદ જ છે ધ્રુવ પણ નથી ને વ્યય પણ નથી કેમકે કુંભારની વાત તો એનાં પર દેશમાં ગઈ એની વાત સ્વદેશમાંનથી. એનો સ્વદેશ તો દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com