________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૫
સ્વભાવપર્યાય નથી. વૈભાવિક પર્યાય છે. બહિતત્ત્વ છે એ...માટે એમાં કર્મનો ઉદય આદિ નિમિત્ત હોય...હોયને હોય જ. એનું પણ જ્ઞાન...જ્ઞાનીને હોય છે.-ત્રિકાળનું જ્ઞાન...ક્ષણિકનું સત્-અહેતુક જ્ઞાન...અને સહેતુક જ્ઞાન પર્યાયનું પણ છે...એ લીધું ને ( આચાર્ય દેવે ) થવાયોગ્ય અને કરનાર...(દરેક પર્યાયમાં ) થવા યોગ્ય અને કરનાર...લીધું.
આપણે તો જે ગાથા ચાલતી હોય...અને જે એ આપણને સમજાવવા માગતા હોય, આચાર્યદેવને એ ભાવ આવ્યો તો આપણે એ સમજવાનું...આગળ-પાછળ...કાંઈ જાણે આપણે ભણ્યા નથી...કાંઈ સાંભળ્યું જ નથી...કાંઈ વાંચ્યું નથી...એમ સમજીને એ ગાથામાં... ઉપયોગને એકાગ્ર કરો તો એ ગાથામાંથી ઘણો માલ ( –ભાવ) નીકળે જો તમે ઉપયોગને ભમાવો (તમારી પૂર્વ જાણકારીમાં) આંહી આમ લખ્યું છે ને આંહી આમ લખ્યું છે...તો થઈ રહ્યું !
લ્યો, બે વાતની (ગાથાની ) સંધિ કરી, ૧૧ (ગાથાની ) અને ૧૩ (ગાથાની ) (શ્રોતાઃ) બહુત કલીયર હો ગયા...( ઉત્તરઃ) કલીયર હો ગયા ને!? (બહુ જ સ્પષ્ટ) કારણસહિત. સમ્યજ્ઞાન પ્રગટ થાય છે...એટલે તો એણે કહ્યું કે ભૂતાર્થનયે નવ (તત્ત્વોને ) જાણે તો સમ્યક્દર્શન થાય...અભૂતાર્થનયે જાણે તો સમ્યક્દર્શન ન થાય...જો...પર્યાયને સત્ (અહેતુક) નથી જાણતો...તો તે દ્રવ્યને સત્ જાણતો નથી.-સંધિ છે બેયની...બેયને સત્ જાણે જ-જ્ઞાન જેમ છે તેમ જાણે જ...ન જાણે એ તો પ્રશ્ન જ નથી...પણ આ કેમ જાણે છે જ્ઞાન ? એની વાત કરે છે, ન જાણે એ તો પ્રશ્ન જ નથી...આહાહા! અરીસો (નિર્મળદર્પણ ) થઈ ગયો, દીવા જેવું બધુંય દેખાય આહા....પ્રત્યક્ષ જાણે (દેખે ) આ દ્રવ્ય, આ પર્યાય સત્...આ નિરપેક્ષ...આ સાપેક્ષ...બધુંય આમ જ્ઞાનમાં ( જણાય ) દર્પણમાં જેમ જણાય એમ બધું ય (પ્રત્યક્ષ ) જણાય...( અતીન્દ્રિય જ્ઞાનમાં !)
(કહે છે કે) “ બાહ્ય-સ્થૂલ દષ્ટિથી જોઈએ તો ”...શું કહે છે? અજ્ઞાનીની વાત કરે છે. જીવ-પુદ્દગલના “ અનાદિ બંધપર્યાયની સમીપ જઈને ”-અનાદિથી જીવની ને પુદ્દગલની એક મિથ્યાત્વરૂપે બંધપર્યાય-ચાલી આવે છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. બંધપર્યાય, ભાવબંધ અને દ્રવ્યબંધ “સમીપ જઈને એકપણે ”–જુદાપણે નહીં...જીવને પુદ્ગલ જુદા છે એમ દેખાતું નથીબાહ્ય-સ્થૂલ દષ્ટિમાં...જીવ અને પુદ્ગલ એક જ દેખાય છે, એને બે તત્ત્વ જુદા દેખાતા નથી. છે બેય જુદા...પણ દેખાય છે એક...“ એકપણે અનુભવ કરતાં ” એટલે એકપણે જાણતાં... ‘આ નવ તત્ત્વો ભૂતાર્થ છે સત્યાર્થ છે.”
แ
શું કહે છે? કે આ નવનાં ભેદ...ઉત્પન્ન કેમ થાય છે? કે (બન્નેના ) એકત્વથી થાય છે. જો જીવ અને પુદ્દગલ (બન્ને ) અનાદિથી વિભક્ત જ હોત તો નવ તત્ત્વનો જન્મ જ ન થાત...તો તો સ્વસમય ને પ૨સમયની વાત જ (ઊભી) ન થાત...તો ભેદજ્ઞાનનો ઉપદેશ જ ન હોત. તો બંધમાર્ગ, મોક્ષમાર્ગ કે મોક્ષની વ્યવસ્થા જ ન હોત. એકત્વ છે અનાદિનું એમ ( આચાર્યદેવ ) કહે છે. અને એ બેયનાં સંબંધથી નવનાં ભેદ ઊભાં થયાં છે.–(જો ) બેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com