________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
પ્રવચન નં. ૨ જાણે છે પર્યાયને.. દ્રવ્યને નિરપેક્ષપણે જાણે...અને પર્યાયને પણ નિરપેક્ષપણે જાણે છે. ઓને (દ્રવ્યને) ત્રિકાળ સત્ જાણે ને આને (પર્યાયને) ક્ષણિકસ જાણે....જ્ઞાન હો...આંહી હવે શ્રદ્ધા નહીં. કેમકે પર્યાય છે એ શ્રદ્ધાનો વિષય નથી પણ જ્ઞાનનો વિષય છે એ જ્ઞાન પણ અતીન્દ્રિયજ્ઞાન...એ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય પણ ભૂતાર્થનય...પર્યાયને જાણનારું જ્ઞાન તે વ્યવહારનય એમ નહીં...( અનુભવ કાળે) એક જ્ઞાન એવું પ્રગટ થાય...નિશ્ચયનય એ જ્ઞાનની પર્યાય નિશ્ચય છે કેમકે એનો વિષય નિશ્ચય છે. એનો વિષય સત્-અહેતુક છે ને પર્યાય... એ જ્ઞાનની વાત આંહીયાં તેરમી ગાથામાં કરી. (–ધ્યાનકાળે બે નય પ્રગટે છે.)
૧૧ મી ગાથામાં પર્યાયથી નિરપેક્ષ શ્રદ્ધાનો વિષય (ધ્યેય), આંહીયાં વ્યવહારથી નિરપેક્ષ-એકલી પર્યાય, સ્વતંત્ર સત્-અહેતુક તે જ્ઞાનનો વિષય છે. જો તમે સાપેક્ષપણું રાખો પર્યાયમાં...તો વ્યવહાર થઈ જાય છે.
આહાહા! શ્રદ્ધા નિરપેક્ષ શ્રદ્ધાનો વિષય (-ધ્યેય) નિરપેક્ષ...જ્ઞાનની પર્યાય નિરપેક્ષ... જ્ઞાનનો વિષય પર્યાય, એ-પણ નિરપેક્ષ....આ પર્યાય-આસ્રવ રાગ આંહીથી થાય છે કે આંહીથી થાય છે કે આનાથી થાય છે કે નહીં “છે'...જ્ઞાન એમ કહે છે (જાણે છે) કે રાગની પર્યાય “છે'...આસ્રવ “છે'.બંધ છે.સંવર “છે'.નિર્જરા “છે...છે પણે બસ! કેમ છે...એ કોણ છે..ક્યાંથી થઈકોણ એને કરે છે. તેવા વિકલ્પ કાંઈ નહીં-બસ તે સત્ છે.
દષ્ટિનો વિષય ત્રિકાળ સત્ છે...જ્ઞાનનો વિષય ક્ષણિક સત્ છે. એટલું ઊમેર્યું ૧૧ મી ગાથા કરતાં વિશેષતા આવી કે જેને સમ્યક્દર્શન થાય તેને સમ્યકજ્ઞાન થાય....થાય ને થાય જ...એ સમ્યકજ્ઞાન પર્યાયને કેવી રીતે જાણે છે. એનો કોઈ બીજો કરનાર છે એમ જાણે છે?
કે ઈ દ્રવ્યથી સાપેક્ષ છે..એમ જાણે છે? કે એમ નહીં..કર્મથી સાપેક્ષ થાય છે એમ જાણે છે? કે એમ નહીં...પર્યાયને સ-અહેતુક જાણે છે..આહાહા ! એનું નામ જ્ઞાનએ ભૂતાર્થ નય....એ સત્યાર્થ નય..એ નિશ્ચય નય.(આ પ્રગટયા) પછી..સાપેક્ષનું જ્ઞાન કરે પર્યાય...તો એ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર ઊભો થયો પાછો...આ પર્યાયો જે છે એ નિરપેક્ષપણે પણ છે અને સાપેક્ષપણે પણ છે..(છતાં) પહેલું નિરપેક્ષપણે જાણે છે જ્ઞાન પર્યાયને, અને નિરપેક્ષપણે જાણ્યા પછી સાપેક્ષનું જ્ઞાન પણ થાય છે-ઈ પ્રમાણ જ્ઞાન, પર્યાયમાં પ્રમાણજ્ઞાન થાય છે.
નિલમે પૂછયું ” તું...એક સમયની જે પર્યાય છે એને જાણનારું જ્ઞાન તે પ્રમાણ જ્ઞાન? કે કહે હા. એ પર્યાયને....રાગને ભૂતાર્થનયથી જાણે (તો નિરપેક્ષ) છે અને અભૂતાર્થનથીવ્યવહારથી જાણે તો સાપેક્ષ (દખાય ) જણાય છે...એમ-(શ્રોતા:) પર્યાય કા પ્રમાણજ્ઞાન! (ઉત્તર) પર્યાયમાં પ્રમાણજ્ઞાન-કેમકે એ પર્યાય, નિરપેક્ષપણે પણ જણાય છે અને એ જ પર્યાય સાપેક્ષપણે પણ જણાય છે. સાપેક્ષ એટલા માટે છે કે-એ સ્વાંગ છે..માટે સાપેક્ષનું જ્ઞાન પણ (યથાર્થપણે ) જોઈએ. નવેય પર્યાય વિભાવ છે...અગુરુલઘુની માફક તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com