________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩
સાંભળવા મળતી નથી. એણે મને એક વાર કહ્યું, કે આવી વાત બીજે ક્યાંય છે જ નહીં...( શ્રોતાઃ ) સાચી વાત.
પ્રવચન નં. ૨ તા. ૨૫-૧-૮૯
(
આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એમાં પ્રથમ જીવ નામનો અધિકાર છે. તેર નંબરની ગાથા ચાલે છે. (તેમાં) પહેલો પારો (–પેરેગ્રાફ) પૂરો થયો, હવે બીજો પારો... (લેવામાં આવે છે.) અગિયારમી ગાથામાં કહ્યું કે [વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ઘનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક્દષ્ટિ છે.)] અગિયારમી ગાથામાં એકલો આત્માના સ્વભાવનું અવલંબન લઈને તેને જાણતાં સમ્યક્દર્શન થાય છે–એમ કહ્યું...અને એમાં નવ તત્ત્વનો અભાવ છે-એ નવ તત્ત્વથી નિરપેક્ષ એવા એક શુદ્ધાત્માને જાણ...તો સમ્યક્દર્શન થાય...એમ કહ્યું. નવ તત્ત્વનું શું સ્વરૂપ છે-નિશ્ચયથી સ્વરૂપ શું...વ્યવહા૨ે સ્વરૂપ શું-એ વાત ત્યાં ઊખેડી જ નથી. ત્યાં તો એક જ વાત કરી...વ્યવહારનય સઘળો ય અભૂતાર્થ છે...ને શુદ્ધનય એક જ ભૂતાર્થ છે. અને એ શુદ્ઘનયના આશ્રયે જ સમ્યક્દર્શન થાય...ત્યાં...એ નવ તત્ત્વનું શું સ્વરૂપ છે, જાણવા માટે... એ જાણવા માટેનો પ્રકાર પણ ત્યાં ઉત્પન્ન કર્યો નથી. ત્યાં એમ જ કહ્યું...ભગવાન આત્મા પરિણામમાત્રથી રહિત છે અનાદિ-અનંત...એને પર્યાય થાય એમાં ને ભૂતાર્થનયે સત્ છે ને અભૂતાર્થનયે કર્મ નિમિત્ત છે-વ્યવહા૨-એ સાપેક્ષ. પર્યાયનું નિરપેક્ષ ને સાપેક્ષપણું ... અગિયારમી ગાથામાં યાદ નથી કર્યું. પર્યાય છે જ નહીં-આત્મામાં અભેદમાં ભેદ દેખાતો જ નથી, એટલે શું એનું વર્ણન કરીએ ?
આહાહા! જેવી રીતે ( પૂજ્ય ) ગુરુદેવશ્રીએ ૮૧' ના માર્ચમાં-ઘણે ભાગે માર્ચ છે, એમાં એમ કહ્યું કે ‘આત્મા ખરેખર પરને જાણતો જ નથી' તો પછી પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી!–એટલે એ ચર્ચ જ બંધ. એમ ૧૧ મી ગાથામાં પર્યાયની ચર્ચા જ બંધ કરો! કેમ કે પર્યાય જ આત્મામાં નથી...પર્યાયના નવ ભેદ છે એ પ્રશ્ન જ ન રહ્યો. સમજાય છે?
જ્યાં એ જીવને પરિણામ જ નથી...પરિણામ વિનાની વસ્તુ છે...તો બે પરિણામ થાય કે પાંચ થાય કે નવ થાય એ પ્રશ્ન જ રહેતો નથી, એક વાત. એ પરિણામનો કર્તા કોણ છે? ઉપાદાનકર્તા અને નિમિત્તકર્તા...એ-પણ પ્રશ્ન રહેતો નથી..ન્યાં તો એક સીધીસપાટ વાત કરી કે વ્યવહાર સઘળો ય અભૂતાર્થ છે. ત્રિકાળી સામાન્યમાં વિશેષનો અભાવ...બસ ! એવો જે સ્વભાવ તારો (છે. ) એનો અનુભવ કર તો સમ્યગ્દર્શન થશે.-એવી ઊંચામાં ઊંચી વાત એમણે ત્યાં કરી દીધી. હવે એ દષ્ટિપ્રધાન કથન છે. અને આંહીયાં (તેરમી ગાથામાં ) દૃષ્ટિ પૂર્વક...જ્ઞાનપ્રધાન કથન છે. અને એ...જ્ઞાનપ્રધાન ક્થન પણ...જેમ દષ્ટિનો વિષય નિરપેક્ષ છે...દ્રવ્ય...તેમ પર્યાયને જે જ્ઞાન જાણે છે...એ પણ નિરપેક્ષપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com