________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૨
પ્રવચન નં. ૧
જ પૈસા બેરૂપિયા લીધા છે. મેં છોતરાના (છાલનાં) ક્યાં પૈસા લીધા છે. ત્યાં તો યઉપાદેય કરે છે આંહી (આત્મામાં ) હૈય-ઉપાદેય નથી કરતો...હું તો રાગથી ભિન્ન છું માત્ર જાણનાર છું...ઉપાદેય છે રાગ? રાગ ઉપાદેય નથી હૈય છે. (છાલ-છોતરાં-કૂચામાં ) મમતા થતી નથી એમ રાગમાં મમત્વ કરવા જેવું નથી.
(શ્રોતાઃ ) સોનાની પ્રાપ્તિ થયા વિના સુવર્ણપાષાણ ફેંકી દેવા જેવું નથી. (ઉત્ત૨:) નહીં, ફેંકી દેવા જેવું નથી. ફેંકી દેશો તો સોનાની પ્રાપ્તિ નહીં થાય...અને સુવર્ણપાષાણને ઉપાદેય કરશે તો દાગીનો નહીં થાય (-આભૂષણ નહીં થાય), સુવર્ણ ક્યાં છે (સુવર્ણ પાષાણ ?)
હૈય–ઉપાદેય તો દ્રવ્ય-પર્યાય વચ્ચે જ છે ને! પર્યાયો નવ થઈને...એમાં હૈય-ઉપાદેય એમાંને એમાં છે...બહાર ક્યાં છે?! પ્રમાણજ્ઞાનના વિષયમાં હૈય ઉપાદેય છે અંદર...મર્મ છે એમાં ભૂતાર્થનયથી રાગને જાણ...અમૃતાર્થનયે રાગને જાણે તો અજ્ઞાન છે. કેમકે (રાગનો ) આત્મા કર્તા છે એમ માને અને કાં કર્મ કરે છે (એમ માને છે.) એથી અજ્ઞાન થઈ જાય છે બેન. તું રાગ ને ભૂતાર્થનયથી જાણ. તો તું જ્ઞાતા રહીશ. નહિતર કાં તો ઓલું કર્તા ભાસશે તો સ્વચ્છંદી થઈશ...અને તું એનો કર્તા થઈશ, તો વ્યવહારાભાસી થઈ જઈશ.
(શ્રોતાઃ ) રાગનું કર્તા કર્મ રાગમાં જ છે. (ઉત્ત૨:) બસ, રાગનું કર્તા કર્મ રાગમાં જ છે. એક સમયના પર્યાયમાં ષટ્કારક છે. પરિણામશક્તિથી પરિણામ થાય છે...દ્રવ્યથી (-આત્માથી ) નહીં ને નિમિત્તથી પણ નહીં...સ્વયં પોતાની ઉપાદાનશક્તિથી રાગ ઉત્પન્ન થાય છે.-એવું જ્ઞાન જાણે છે, એમાં કોઈ દોષ આવતો નથી...એ કથન નિર્દોષ છે...એકદમ નિર્દોષ છે.
શ્રોતા: એમાં નિશ્ચયાભાસી કે વ્યવહારાભાસી થતો જ નથી.
ઉત્ત૨: હા...એમાં ( એમ માનવાથી ) નિશ્ચયાભાસી પણ નહીં ને વ્યવહા૨ાભાસી પણ નહીં. કર્મથી (રાગ ) થાય છે તો નિશ્ચયાભાસી થઈ જાય છે...આત્માથી (રાગ ) થાય છે તો વ્યવહારાભાસી થઈ જાય છે.
એવું હોય છે ઠીક, આ બાજુ...આત્માથી રાગ થાય છે તો વ્યવહારાભાસી...કર્મથી રાગ થાય તો નિશ્ચયાભાસી એ બરાબર...ઠીક છે...કર્મથી રાગ થાય છે...હું તો કાંઈપણ કરતો નથી...કર્મ, રાગ કરાવે છે તે નિશ્ચયાભાસી છે...આમાં તો મધ્યસ્થતા છે...પરિણામશક્તિથી કાર્ય થાય છે...હું તો સાક્ષી-જ્ઞાતાદ્રષ્ટા છું. આહા...હા !
(જિજ્ઞાસા ) પણ રાગ ઉત્પન્ન થાય ત્યારે ય અકર્તા રહી શકે? ક્રોધ ઉત્પન્ન થાય... ત્યારે અકર્તા રહી શકે! હા, આટલી તો પક્કડ આવી ગઈ...બહેનજી! આટલી તો પક્કડ આવી ગઈ...રહી શકે છે એમાં શું છે...કેમકે મે કર્યું હોય તો ને? ક્રોધ થાય તેનો તો હું તો જાણનાર છું...એ તો એનાથી જુદો છું હું એવું નથી કે-ક્રોધ થયો તો કરવો જ પડે...હું કર્તા થઈ જાઉં–એવું છે નહીં. એ પણ આત્મા છે ને! આવી સત્ની વાત (બીજે ક્યાંય )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com