________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૧ સમ્યકદર્શનનું કારણ નથી..એકલો આત્મા જ સમ્યકદર્શનનું કારણ છે મારે તો એનું જ કામ છે...પણ આત્મા જ આ નવ તત્ત્વોમાં રહેલો છે. તું નવ તત્ત્વોને હેય કહે નહીં. એ તો આત્મા ઉપાદેય થાય છે ત્યારે આ (નવ તત્ત્વો) હેય થાય છે. જો (પહેલા) અભેદ ઉપચારને આખાય ને હેય કહીશ તો મોસંબી જ ચાલી જશે તો રસ” નહીં આવે હાથમાં (માટે ) મોસંબી તો રાખ, એમાંથી “રસ” ખેંચી લે! છોતાને ફેંકી દે! (આત્માનુભૂતિ થયા પછી) નવ તત્ત્વો ને નવ ભાવો હોય બહિરભાવો (આપોઆપ થઈ જશે.) એમાં અંત:તત્ત્વ એક આત્મા જ ઉપાદેય છે. ત્યાં આંહીયાં જીવાદિ તત્ત્વ હેય કહ્યાને ત્યાં પર્યાય લીધી છે, ને તત્ત્વાર્થસૂત્રમાં નવ તત્ત્વોને શ્રદ્ધાન તે સમ્યકદર્શન કહ્યું-એમાં અભેદઉપચારથી (ક) છે. એમાં આત્મા છે.(તેથી) નિમિત્ત છે એ. સુવર્ણપાષાણ છે એ સુવર્ણ માટે નિમિત્ત છે. (શ્રોતા:) એ તો અભેદ ઉપચારેય વ્યવહાર થઈ જાય છે. (ઉત્તર) એકલા પરિણામ એકલા પરિણામમાં ક્યાં હોય એકલાં...છોતામાં રસ ન હોય..એમ મોસંબી (આખી) પણ ઉપાદેય નથી. જો મોસંબીને ઉપાદેય કહેશો (-માનશો) તો તો બધું ય (છાલ-છોતરાં) બધું ખાવું પડશે.
ભેદજ્ઞાન છે-અભેદ ઉપચારમાં પણ...ભેદજ્ઞાન રહેલું છે. મુનિરાજનું કથન છે હોં ! અભેદ-ઉપચાર..નવ તત્ત્વને અભેદ-ઉપચારથી સમ્યક્રદર્શનનો હેતુ કહ્યો.....આહા ! સમ્યકદર્શનનો હેતુ! આહાહા! નવ તત્ત્વને છોડી ધે તો આત્મા હાથમાં (–અનુભવમાં) નહીં આવે. આહા...હા ! જુઓ ! જૈનદર્શન!
દાક્તર સાહેબ કહે કે આ તો બધુંય ઝીણું ઝીણું લાગે છે. નિરપેક્ષ ને સાપેક્ષને! (શ્રોતા:) પણ સમજમાં આવે એવું છે. (ઉત્તર) આવે..સમજણમાં ન આવે એવું છે નહીં... થોડું થોડું આવે, બિલકુલ સમજમાં ન આવે એવું નથી, શરૂઆત થઈ જવી જોઈએ થોડાથોડાની બસ..આવે..ન આવે શું? આ દષ્ટાંત બધા આપીએ છીએ તે ખ્યાલમાં આવે ને! આવી જાય (સમજણમાં )
કે એ નવ તત્ત્વના ભેદ છે પર્યાયમાં એની અંદર ભગવાન આત્મા બિરાજે છે. આત્મા ઉપાદેય થાય ત્યારે નવના ભેદ હેય થાય...જ્યાં સુધી આત્મા ઉપાદેય નથી થતો....ત્યાં સુધી નવ ઉપાદેયપણે ભાસે છે.. હેયપણે ભાસે નહીં. (જેમ કે, જ્યારે મોસંબીમાંથી રસ ખેંચી લ્યો...ત્યારે ઓલું (છાલ-છોતરાં-કૂચો) હેય થાય. કેરી....રસ ખેંચી લ્યો-ચૂસી લ્યો....પછી બાકીનું ફેંકી ઘો....એમને એમ કેરી ફેંકી દેવાની નહીં, ઘરમાં રાખવાની કેરી. કેરી ઘરમાં રાખવાની-સંભાળવાની કેરી, કેમકે એમાં “રસ” છે. (શ્રોતા ) ફેંકી દેશે તો રસ નહીં મળે... (ઉત્તર) કેમકે એમાં (કેરીમાં) રસ છે.
જુઓને ! કોઈ માણસે મોસંબી ખરીદી..અને પાછો ગયો મોસંબીવાળા પાસે ને કહે કે મેં બે રૂપિયા મોસંબીના આપ્યા છે તું મને એક રૂપિયો પાછો દે.કેમ ? કે આટલો જ રસ નીકળ્યો..એક રૂપિયા જેટલો જ...(બાકી તો મેં છોતરા ફેંકી દીધા) અરે! રસના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com