________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
પ્રવચન નં. ૧ એમાં વાંધો શું છે! આપણે...વધારે સ્પષ્ટ થાય-એમ કહે (કરુણાસાગર ગુરુદેવ!) એ ટીકા ન કરે કોઈની....એ બિચારાં જાણતા નથી ને (તેથી આમ કરે છે, એમ કહે...તેની પાસે અજ્ઞાન છે તેથી તેને સૂઝે એમ કહે...!
આંહીયાં નિમિત્તકર્તા, કર્મને કહેવું છે. ઉપાદાનકર્તા, પરિણામને કહેવું છે. અને આત્માને, જ્ઞાતા કહેવો છે, લ્યો! આટલી વાત છે. (શું?) કર્મને નિમિત્તકર્તા કહેવો છે, પરિણામ ક્ષણિક થાય પોતાથી એને ક્ષણિક ઉપાદાન કહેવો છે અને ભગવાન આત્મા છે એને જ્ઞાતા કહેવો છે. ભગવાન આત્મા નાટક બધું જુએ છે બસ! ક્ષણિકપર્યાય ઉત્પન્ન થાય અને પણ જાણે...એમાં નિમિત્ત હોય કર્મ, એને પણ જાણે..જાણનારને જાણતાં-જાણતાં આવા નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જાણે છે બસ! જાણવારૂપે પરિણમે છે-આહા! ઉપાદાન કર્તા ય થતો નથી ને નિમિત્તકર્તા ય કોઈનો થતો નથી. આહાહા! અકાર્ય-કારણ શક્તિ છે આત્મામાં..( તે શક્તિને કારણે ) કોઈનું કાર્ય ને કોઈનું કારણ ન થાય..એવો ભગવાન આત્મા...અંદર બિરાજમાન છે...ચૈતન્યસ્વરૂપ ! આહાહા !
- થોડું લઈ લઈએ...આહાહા! “કારણ કે એકને જ પોતાની મેળે ”_એકને જ પોતાની મેળે એટલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વગર, એકલો-એકલો આત્મા-પોતાની મેળે-આપ મેળે “પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉત્પત્તિ-સિદ્ધિ બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે”_એક જીવનાં પરિણામ ને એક કર્મનાં પરિણામ બે વચ્ચે નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય.( “અર્થાત્ તે બબ્બેમાં એક જીવ છે ને બીજું અજીવ છે.”) લ્યો! આ રીતે પહેલો પારો...આજે પૂરો થયો. હવે કાલે બીજા પારો આવશે. બે જ પારા છે મોટા... પછી ભાવાર્થ આવશે.
“અભેદ ઉપચાર' લીધો છે એ બરાબર લીધો છે-કેમકે સુવર્ણપાષાણમાં સોનું છે. અભેદનયે એને સોનું કહેવાય....(શ્રોતા ) અભેદ ઉપચારથી સોનું કહેવાય...(ઉત્તર) હા... અભેદ ઉપચારથી એને સોનું કહેવાય. સોનું એમાં જુદું છે એમ..મોસંબી એક લાકડાની (આબેહૂબ મોસંબી) બને છે લાકડાની-રમકડાંની મોસંબી, સફરજન, કેળાં...( અંગૂર વગેરે) મહુવામાં બને છે લાકડાનાં રમકડાં...એ મોસંબી છે એને અભેદઉપચારથી રસનું નિમિત્ત ન કહેવાય..કારણ કે એમાં રસ નથી. સાચી મોસંબીને રસનું નિમિત્તકારણ કહેવાય..પણ એ રસ' ન કહેવાય.જો એને રસ માને તો તો બધું ય (આખીય મોસંબી) ખાઈ જવું જોઈએ....( પરંતુ ) એમાંથી “રસ' (બહાર) ખેંચી લેવો ને બાકીનું ફેંકી દેવું..શેરડીને રસનું નિમિત્તકારણ કહેવાય પણ શેરડીને “રસ' ન કહેવાય..શેરડી પોતે રસ નથી એમાં રસ ( ભિન્ન) છે.
એટલે અભેદ ઉપચારથી ધર્મની-તીર્થની-વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નયેવ્યવહારનયે પણ જાણવાલાયક છે કેમકે એ (નવ તત્ત્વો ) જાણીને એમાંથી આત્મા નીકળશે. તું કહે કે મારે નવ તત્ત્વ જાણવા જ નથી (તે તો) વ્યવહારનયનો વિષય છે–તે નવ તત્ત્વ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com