________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૯
આત્મજ્યોતિ નિમિત્તકર્તા કર્મનો ઉદય આ છે બસ...એવું જ્ઞાતા જાણે છે. મેં રાગકા કર્તા હૈં ઐસા નહીં જાનતા હૈ..અને કર્મસે રાગ હોતા હૈ ઐસા ભી નહીં જાનતા હૈ વો શ્વેતાંબર મતમે આતા હૈ કર્મકા ઉદય ડીગ્રી ટુ ડીગ્રી ઉદય આવે! હું, ઈલાબેન ના પાડે છે. કે તો તો આત્મા પરાધીન થઈ જાય...કર્મ જે પ્રમાણે આવે છે જ પ્રમાણે પરિણમવું પડ આત્માને બળાત્કારે..તો તો પરાધીન થઈ ગયો આત્મા..ક્રોધનો ઉદય આવે તો ક્ષમા (ભાવ) ન થાય...ક્ષમામાં રહી ન શકાય રહેવું છે મારે પણ શું થાય કર્મનો ઉદય (છે.) કર્મનો ઉદય એનામાં રહ્યો (ક્રોધનો ) પોતે (આત્મા) ક્ષમા (ભાવ) માં આવી જાય. તો કર્મ ખરી જાય.....ક્ષમામાં આવી જાય, સ્વતંત્રતા છે. દ્રવ્ય સત્-ગુણ સત્ ને પર્યાય સત્-બધુંય સછે.
શ્રોતા નિમિત્તેય કર્તા નથી ને આત્માએ (ઉપાદાને ય) કર્તા નથી.
ઉત્તરઃ હા...તો કર્તા કોણ છે એનો? કે એનું ક્ષણિકઉપાદાન-પર્યાયનો કર્તા પર્યાય છે. પર્યાયકા કર્તા પર્યાય, સમજ મેં આયા? ઝીણું છે, ગાથા જ ઝીણી છે. થવાયોગ્ય છે ને ! તેની વ્યાખ્યા છે પરિણામ છે ને! એનો કોઈ કરનાર નથી, આત્માએ કરનાર નથી અને કર્મ ને નોકર્મથી એ ક્રોધ થતો નથી. કોઈએ અપમાન કર્યું માટે આંહી ક્રોધ થયો.ખોટી વાત છે. તું ક્ષમામાં ન રહ્યો માટે ક્રોધ થયો...અહાહા ! જૈનદર્શન સૂક્ષ્મ છે.
જુઓ મીઠાભાઈ ! સમયસારમાં આવે છે કે-જૂનાં કર્મની સાથે રાગને વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. કર્તા-કર્મ સંબંધ છે જૂનાં કર્મને અને રાગને આત્માને કર્તા-કર્મ સંબંધ નથી... એવું વાક્ય આવ્યું એમાં એક સાંખ્યમતીએ એકાંત પકડી લીધું-શ્વેતાંબરે ય એકાંત પકડયું... શું કહ્યું? કે જૂનાં કર્મની સાથે રાગને વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે તેમ આવે છે ને? તો એમાં... એક સાંખ્યમત નીકળી ચૂક્યો... (તેઓ માને છે કે) જેટલો દોષ થાય જીવમાં એ કર્મ (પ્રકૃત્તિ) કરાવે છે આત્મા (પુરુષ) તો અકર્તા છે (પુરુષ) સર્વથા અકર્તા-એમ એણે પકડયું કે અપરિણામી (નિત્યકૂટસ્થ છે.) શ્વેતાંબરે એ વાક્યથી શું પકડયું? હા....બરાબર, કર્મના ઉદયે રાગ થાય છે માટે કર્મની પૂજા કરો-છૂટવું હોય તો પૂજા કરે છે (એ લોકો) કર્મની.. કેમકે ( સંસારમાં) રખડાવે છે એ કર્મ રખડાવે છે.
કર્મ, કાંઈ રખડાવતું નથી...તારા (પોતાના) અજ્ઞાનથી તું રખડી રહ્યો છો “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ ' અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગ પાઈ અગ્નિ લોઢાનો સંગ કરે તો એનાં ઉપર ઘા પડે, અગ્નિ એકલી હોય ને લોઢાનો સંગ ન કરે તો અગ્નિ ઉપર કોઇ ઘણ મારે? (ન મારે) લોઢું લાલ ઘૂમ થાય ને ત્યારે પણ મારે..અગ્નિ એકલી એકલી રહે તો માથે ધણ ન પડે. એટલે કહે છે કે એમાં સાંખ્યમત નીકળ્યો...અને બીજામાં શ્વેતાંબર મત નીકળ્યો. (શ્વેતાંબર મત માને છે કે, ડીગ્રી ટુ ડીગ્રી કર્મનાં ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો પડે છે. ખોટું છે. સો ટકા.
ગુરુદેવનાં ઉદય પછી...અનેક પ્રકારનાં વિરોધો ઊયા અને જેમ જેમ વિરોધો આવે એમ એમ (પૂજ્ય) ગુરુદેવશ્રી ખીલે..કહે, જેમ જેમ વિરોધ આવે ને આપણે સ્પષ્ટ થાય...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com