________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
પ્રવચન નં. ૧ છે. છે જરા આ વાત સમજવા જેવી..થોડી સમજવા જેવી વાત છે. કે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આંહી જ્ઞાન કરાવે છે...છતાં અકર્તાપણું કાયમ રાખે છે અને પર્યાયનું ભૂતાર્થપણું કાયમ રાખે છે. હવે જો એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધને વિચારો નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જનિમિત્ત-નૈમિત્તિક સંબંધને આની કોરથી કન્વર્ટ કરો કર્તા-કર્મમાં (એટલે કે) કે આત્મા કર્તા ને રાગ આત્માનું કાર્ય તો અજ્ઞાન...અને કર્મનો ઉદય કર્તા અને રાગ એનું કાર્ય...તો ભૂતાર્થનયે....રાગ રહ્યો નહીં સ્વતંત્રપણે થાય છે–થવાયોગ્ય થાય છે એમ રહ્યું નહીં કર્મથી થાય છે તેમ ગયું, કર્તા-કર્મ નથી બેય વખતે નિમિત્ત-નૈમિત્તિક છે. એ કોઈ જગ્યાએ કર્તાકર્મ લીધું હોય તો તે જુદો વિષય છે આંહી આ વિષય છે. આંહી જુદો વિષય છે, કન્વર્ટ કરીને કર્તા-કર્મમાં નાખી દ્યો અને આત્મા અકર્તા છે એમ લઈ લ્યો, એ વિષય જુદો... આંહીયાં જુદું કહે છે.
નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું આંહી (આચાર્યદવ યથાર્થ) જ્ઞાન કરાવે છે. એમાં શું કહે છે...કે ભૂતાર્થનયથી તું પર્યાયને જાણ.તો પર્યાયનો કર્તા આત્મા છે એ ભ્રાંતિ નહીં રહે... પર્યાય પરથી થાય છે-નિમિત્તથી પર્યાય ઉપાદાનમાં થાય છે એમ નહીં થાય અશુદ્ધ ઉપાદાન ભલે ને હો...(ક્ષણિક ઉપાદાન ) એ અશુદ્ધઉપાદાન તો એનાથી છે ને ! દર્શનમોહના ઉદયથી ક્યાં છે–ચારિત્રમોહના ઉદયથી ( એ ક્યાં થઈ છે.) જરા સૂક્ષ્મ વાત છે.
શ્રોતાઃ એ કર્તા-કર્મ ઈધર ભી નહીં લેના, ઉધર ભી નહીં લેના...
ઉત્તરઃ જ્ઞાતા હૈ ઈધર તો (આત્મા તો) જો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બનતા હૈ ઉસકા ભી વો તો જ્ઞાતા રહતા હૈ, વો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કો કર્તા-કર્મમેં ખતવવા નહીં હૈ, જો કર્તા-કર્મમેં ખતવે તો ક્યા હુઆ ? કે વો જો થવાયોગ્ય રાગ છે એ ભૂતાર્થનય ન રહ્યો ઓનાથી થયું એ તો અભૂતાર્થનય થઈ ગઈ. સત ન રહ્યું.
શ્રોતાઃ સ્વતંત્ર સત્ ન રહ્યું
ઉત્તરઃ કર્મના ઉદયથી રાગ ન થાય...તેમ આત્માથી પણ ન થાય. દાક્તર સાહબ? ઐસી બાત હૈ, સૂક્ષ્મ હૈ થોડી.
ફીરસે મેં બોલતા હૈં...યે જો નવ તત્ત્વ હૈ ઉસમેં એક રાગ આસ્રવ તત્ત્વ હૈ, રાગ ઉત્પન્ન હુઆ, હોને યોગ્ય ઉત્પન્ન હોતા હૈ એવો પાઠ છે રાગ થવાયોગ્ય થાય છે એમ પાઠ છે. થવાયોગ્ય થાય છે અને જૂનાં કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે...તો કહે છે કે જો જૂનાં કર્મના ઉદયને..ઉપાદાનપણે કર્તા કહો તો થવાયોગ્ય થાય છે એ રહેતું નથી. તો પર્યાય સત્ (અહેતુક ) રહેતી નથી..તો તો ઉદયમાં આવે એ પ્રમાણે જીવે પરિણમવું જોઈએ તો જીવ પરાધીન થઈ જાય છે જીવનું સ્વતંત્રપણું-પરિણમનનું ન રહ્યું અને...આત્મા કરે છે ને રાગ થાય છે તોય અજ્ઞાન, કર્મ કરે છે ને રાગ થાય છે તોય..અજ્ઞાન...આત્મા અકર્તા છે ને કર્મ નિમિત્તકર્તા છે.એવો જ્ઞાતાસ્વભાવ છે.
(શું કહ્યું?) ત્રિકાળી ઉપાદાન અકર્તા...ક્ષણિક ઉપાદાન કર્તા...ષકારકથી અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com