________________
૧૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ આહા...હા! કેવળજ્ઞાનનો કરનાર આત્મા છે ને? કે; નહીં....તત્ સમયની પર્યાયથી મોક્ષ થાય છે-જ્ઞાનની પર્યાયનો મોક્ષ-દર્શનની પર્યાયનો મોક્ષ-ચારિત્રની પર્યાયનો મોક્ષ (એમ અનંતગુણોની પર્યાયનો મોક્ષ )...પર્યાયનો મોક્ષ થાય છે. કેમ કે પર્યાયમાં બંધ હતો એ બંધનો આત્યાંતિક અભાવ તેનું નામ મોક્ષ છે. (આત્મ) દ્રવ્યનો સ્વભાવ તો..ત્રિકાળ મુક્ત છે એ તો ત્રણેકાળ મુક્ત છે એને બંધેય થતો નથી ને એનો મોક્ષ પણ થતો નથી. “જે બંધાય તે મુકાય ”—એ ભાવમોક્ષ અને દ્રવ્યમોક્ષ (તેમાં) ભાવમોક્ષ તો જીવનાં અનંત ચતુષ્ટય-અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત સુખ ને અનંત વીર્ય, સામે આઠ કર્મનો અભાવ-આઠેય કર્મ લઈ લેવાં અહીંયાં, મોક્ષની પર્યાય છે ને એટલે....ચાર લ્યો તો અરિહંતને પણ ભાવમોક્ષ છે, દ્રવ્યમોક્ષ નથી.-એ બન્ને મોક્ષ છે ભાવમોક્ષ અને દ્રવ્યમોક્ષ.
કારણ કે ” હવે કારણ આપે છે. કારણ કે એકને જ”_જીવ એકલો એકલો સાત તત્ત્વરૂપે પરિણમે નહીં, અને અજીવ પણ એકલું એકલું સાત તસ્વરૂપે પરિણમતું નથી. જીવ..
એકલાને આ બંધ-મોક્ષની સિદ્ધિ ન થાય, બેનાં સંબંધથી જ બંધ-મોક્ષ સિદ્ધ થાય..જીવ, મિથ્યાત્વરૂપે પરિણમે ત્યારે પણ દર્શનમોહનો સંબંધ થાય છે, એ છે એની લાયકાતથી, પણ એમાં (દર્શનમોહ) નિમિત્ત કારણ છે. થવાયોગ્ય ને કરનાર....એ જે સિદ્ધ કર્યું હતું એનો ખુલાસો કરે છે હવે...(જેમ કે) સ્ફટિકમણિ પરિણમન સ્વભાવવાળો હોવા છતાં એકલોએકલો (પોતાની મેળે-મળે) લાલરંગરૂપે પરિણમતો નથી. એ લાલાશરૂપના પરિણમનમાં લાલફૂલ જ નિમિત્ત હોય, બીજું કોઈ નિમિત્ત ન હોય, એમ...આખોય નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી ભગવાન આત્મા ભિન્ન છે. અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં પણ.ભૂતાર્થનયથી પર્યાયને જાણ...કે પર્યાયનો કર્તા પર્યાય છે. ત્યારે નિમિત્તકર્તાનું જ્ઞાન સાચું થશે..પર્યાયનો કર્તા આત્મા છે? ને પર્યાયનો કર્તા કર્મ છે? (તે બન્ને અભિપ્રાય મિથ્યા છે, તેથી તેનું જ્ઞાન ખોટું છે. કર્મથી, રાગ ન થાય તેમ આત્માથી પણ ન થાય-મોક્ષ આત્માથી ન થાય તેમ કર્મથી પણ ન થાય..મોક્ષની પર્યાય, મોક્ષની પર્યાયથી થાય છે ત્યારે એમાં કર્મનો અભાવ નિમિત્તકારણ હોય છે બસ એટલું જ.-એને નિમિત્ત-નૈમિત્તિક કહેવાય, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ..બે દ્રવ્યની વચ્ચે કર્તા-કર્મ સંબંધ તો નથી કરતો...તેમ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થયો માટે આત્મા એનો કર્તા બની જાય છે એમ પણ નથી...એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વખતે એની કર્તબુદ્ધિ થાય તો અજ્ઞાન...નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો જ્ઞાતા થાય તો જ્ઞાન શું કહ્યું મીઠાભાઈ ? સમજાણું?
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે...દાખલા તરીકે રાગ થાય, એનાં સ્વકાળે થાય છે... એનો કર્તા તો આત્મા નથી...અને નિમિત્તકારણ કર્મનો ઉદય છે એમાં પરિણામ જોડાય છે. હવે એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જે બન્યો..એનિમિત્ત-નૈમિત્તિક સંબંધને...કર્તા-કર્મમાં ખતવી નાખે ની કોરથી...કે કર્મ કર્યા છે ને રાગ તેનું કર્મનું કાર્ય છે તોય ખોટો અને હવે આ બાજુથી ખતવે (–માને) આત્મા કર્તાને રાગ તેનું કાર્ય તો ય ખોટો મિથ્યાજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com