________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
પ્રવચન નં. ૨ જુદાં જ હોત તો નવનો (નવ તત્ત્વનો-સંસાર-મોક્ષનો) જન્મ જ ન થાત. ઉપરમાં આવી ગયું છે કે જીવ (કે પુગલ) એકલા એકલા પરિણમે તો આ નવનો જન્મ ન થાય..(તેથી) જીવ ને પુદ્ગલ (નો સંબંધ) એમાં છે. પહેલા પેરેગ્રાફમાં છેલ્લી બે લીટીમાં આવ્યું ને [ કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ-સિદ્ધિ બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજું અજીવ છે.)].
હાં...તો એક જીવ છે ને બીજું અજીવ છે. હવે આંહી કહે છે કે...બાહ્ય સ્થૂલ દષ્ટિથી જોવામાં આવે તો..લખનારની સ્થૂલદષ્ટિ નથી..પણ લખનારને પૂર્વે ચૂલદષ્ટિ હતી..એટલે પૂર્વનું પણ એને જ્ઞાન થઈ જાય...અજ્ઞાનનું ય જ્ઞાન થાય (સમ્યક ) જ્ઞાન થયા પછી. અજ્ઞાન ટળી જાય અને જ્ઞાન થાય તો...જેમકે ભૂતકાળમાં-પહેલાં ગરીબ હતો ને અત્યારે રાજા થઈ ગયો...તો એ એને ભૂલી જાય કદી..એને જ્ઞાન અત્યારે હોય છે એમ....(અજ્ઞાનનું પણ જ્ઞાન થાય છે.) શું આ લખનારને સ્થૂલદષ્ટિ નથી. પણ, મિથ્યાષ્ટિ અનાદિકાળનો જે છે એ એકત્વપણે પરિણમે છે અનાદિથી તો કહે છે કે બંધાર્યાયની સમીપ જઇને એકપણે અનુભવ કરતાં આ નવતત્ત્વો ભૂતાર્થ છે ને સત્યાર્થ છે.-આ નવના ભેદો ઉત્પન્ન થાય છે, બેયની એકત્વબુદ્ધિથી એ વાત સાચી છે. વિભક્ત થાય એ પછી નવનું જ્ઞાન થાય છે. એ નવ તત્ત્વો આત્માથી ભિન્ન છે એમ જ્ઞાન થાય છે. હવે નવમાં એકત્ર થતું નથી. નિરપેક્ષ કહ્યું કે નહીં? (શ્રોતાઃ) હા, ભાઈ ! જરા સૂક્ષ્મ તો છે. દ્રવ્યથી પર્યાય નિરપેક્ષ...(કહી) અગિયારમી ગાથામાં..અને (આ) તેરમી ગાથામાં પર્યાયથી...દ્રવ્ય નિરપેક્ષ (કહ્યું છે.) એટલે જ્ઞાન તો થયું કે નહીં..અનુભવ થયા પછી જેમ છે તેમ જ્ઞાન થાય છે. અનુભવ પહેલાં એકત્વ છે.... એકત્વ છે એમાં આ નવનાં ભેદ ઊભાં (–ઉત્પન્ન) થાય. નવનાં ભેદ એટલે સંવર-નિર્જરા ને મોક્ષ એને છે એમ નહીં સંવરને નિર્જરા...યથાર્થ એને (અજ્ઞાનીને) ક્યાં ઉત્પન્ન થયાં છે? પણ સંવર-નિર્જરા ને મોક્ષ એ પણ અનાદિનાં છે એક અપેક્ષાએ..એમાં ગુરુદેવે ખુલાસો કર્યો કે સંવર કેવી રીતે? કે બધી કર્મની પ્રકૃત્તિ રોકાતી નથી અને નિર્જરામાં બધી ખરતી નથી અને મોક્ષમાં કો'ક કો'ક ખરે બધું એકદમ ખરતું નથી...એ પણ કર્મની અપેક્ષાએ સંવર નિર્જરાને મોક્ષ (તત્ત્વ) કહ્યા..અજ્ઞાનીને અને આંહીયાં એની યોગ્યતા લીધી તથા પ્રકારની થોડી લીધી. એવા નવ ભેદ પડે છે. “નવ તત્ત્વનો અનુભવ તે મિથ્યાત્વ.' તો મિથ્યાદષ્ટિ કહે કે-અમને નવ તત્ત્વનો અનુભવ તો છે નહીં...કળશટીકાએ કહ્યું ને-નવ તત્ત્વરૂપ આત્માનો અનુભવ” એવો શબ્દ છે. નવ તત્ત્વરૂપ જીવવસ્તુ પરિણમી છે તેવો અનુભવ મિથ્યાત્વ છે. તો એ અનાદિથી પુણ્ય-પાપ-આસ્રવ-બંધરૂપે તો પરિણમે છે! પણ સંવર-નિર્જરા-મોક્ષરૂપે પરિણમતો નથી?! (તો) ગુરુદેવ કહે, ના...ના. કર્મની અપેક્ષાથી જુઓ તો થોડો ફેરફાર છે... બધી કર્મની પ્રકૃત્તિનો બંધ થતો નથી.બધી પ્રકૃત્તિ એકદમ નિર્જરતી નથી થોડીક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com