________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૮ પ્રવચન નં. ૮
તા. ૨૨-૭-૮૯ આ શ્રી સમયસાર પરમાગમ છે અને આ તેનો પ્રથમ જીવ નામનો અધિકાર છે. એટલે કે જીવનું યથાર્થ સ્વરૂપ શું છે તે બતાવનારો અધિકાર.
વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર”, પર્યાયમાં વિશેષ કાર્ય જે થાય છે, તે પરિણામ થવા યોગ્ય જ થયા છે. જે પરિણામ છે તે થવાયોગ્ય જ થયા છે. ન થવા યોગ્ય તેમ પણ નહીં કોઈ કરે તો થાય તેમ પણ નહીં. માટે “થવાયોગ્ય' જે શબ્દ છે તે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે.
થવા યોગ્ય' એટલે યોગ્યતા. પરિણામની યોગ્યતા જે પ્રકારની હોય તે પ્રકારે જ પરિણામ ઉત્પન્ન થાય. કેમકે પરિણામ સત્ છે–અને તેની જન્મક્ષણ છે. એ પર્યાયની જ્યારે જન્મક્ષણ છે ત્યારે જ તે પર્યાય તે પ્રકારની પ્રગટ થાય છે-તેનું નામ થવા યોગ્ય છે બસ.
ભૂતાર્થનયે નવને જાણવાનું જે કહ્યું, તેનો ધ્વનિ થવા યોગ્યમાં મૂકી દીધો. “થવા યોગ્ય થાય છે' આત્મા કરે છે કે પર કરે છે એમ નહીં. તેને કર્તા-કર્મ સંબંધ કોઈની સાથે નથી, કેમકે કર્તા-કર્મ પરિણામમાં પરિણામની સાથે હોય છે. કર્તા ય પરિણામ ને કર્મય પરિણામ-એટલે થવાયોગ્ય પરિણામ બસ. ત્યારે પર્યાયની સત્-અહેતુક ભૂતાર્થનયે સિદ્ધિ થાય.
હવે ભૂતાર્થનએ પર્યાયની જ્યારે સિદ્ધિ થાય એટલે કે નિશ્ચયનયે પર્યાયની સિદ્ધિ થાય–ત્યારે નિરપેક્ષ સિદ્ધિ થઈ. હવે નિશ્ચયનયનું જ્ઞાન થયું તે જ પરિણામને તું વ્યવહારનયથી જો. વ્યવહારનયથી જોઈશ તો એ પરિણામનો કરનાર-નિમિત્તકર્તા જૂનાં કર્મ છે તો એ પર્યાય નૈમિત્તિક-સાપેક્ષ થઈ ગઈ. એક જ પર્યાયને પ્રમાણજ્ઞાનથી જુઓ તો નિરપેક્ષ પણ દેખાય છે અને સાપેક્ષ પણ દેખાય છે.
પર્યાય એક, તેને જોનારું પ્રમાણજ્ઞાન-તેને પર્યાયનું પ્રમાણજ્ઞાન કહેવાય. પર્યાયને જાણનારા આ પ્રમાણજ્ઞાનમાં પર્યાય નિરપેક્ષપણે પણ દેખાય છે અને પર્યાય સાપેક્ષપણે પણ જણાય. હવે તે પર્યાય એકલી સાપેક્ષ દેખાય તો પણ અજ્ઞાન છે અને એકલી નિરપેક્ષ દેખાય તો પણ અજ્ઞાન છે.
સાંભળજો! જો પર્યાય એકલી નિરપેક્ષ દેખાય તો પુણ-પાપ-આસ્રવ-બંધ જે થયા તે આત્માઆશ્રિત સિદ્ધ થઈ જશે. પણ એમ નથી. ઘડીભર માની લ્યો કે-અત્યારે આપણે વ્યવહારને કાઢી નાખીએ-કે સાપેક્ષની જરૂર નથી...પર્યાય સાપેક્ષ છે જ નહીં ને?! પર્યાય તો એકલી નિરપેક્ષ છે તેમ લ્ય તો દોષ આવી જાય. તો આત્મા એકલો....એકલો પરિણમે છે તેમ આવશે. તો જે પરિણમન છે તે જ રહ્યા કરશે. -પરિણામ ફરશે નહીં. અશુભમાંથી શુભ અને આસ્રવમાંથી સંવર નહીં થાય, પરંતુ એમ નથી.
નિશ્ચયનયથી નિરપેક્ષ છે એટલે બીજીનય પ્રતિપક્ષ છે. નિશ્ચયનયનયે નિરપેક્ષ છે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com