________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
તેમાં ૫૨ પદાર્થ હેતુ હોય-એટલે તેમાં કર્મ નિમિત્ત થાય છે.
આ (પારામાં ) કર્મની પણ સિદ્ધિ કરી. જો કોઇ કર્મને ઉડાડી દેતું હોય તો, નવ તત્ત્વ સિદ્ધ નહીં થાય. અને કર્મથી થાય છે એમ હોય તો પણ નવતત્ત્વની સિદ્ધિ નહીં થાય. નવતત્ત્વ આત્માથી થાય છે તો પણ નવતત્ત્વની સિદ્ધિ નહીં થાય.
જૈન દર્શન પરિપૂર્ણ દર્શન છે. જૈનદર્શનની અનન્ય શ્રદ્ધા થયા પછી ( તમને ) બીજું વાચવાનું કેમ સૂઝે છે? મને તો કાંઈ સમજાતું નથી. અહીંથી જાણી લઉં...અહીંથી જાણી લઉં... આમાં કાંઈક છે, આમાંય કાંઈક છે, અરે! ભાઈ! ક્યાંય કાંઈ નથી. સર્વજ્ઞ વીતરાગ ૫રમાત્માની વાણીમાંથી આવ્યું છે તે જિનવાણીમાં છે.
નિમિત્તના સંગ વગર જો આત્મા પોતે એકલો એકલો પુણ્ય...પાપરૂપે પરિણમે તો સ્વભાવ થઈ જાય. માટે પુણ્ય પાપના પરિણામ થાય છે ખરા પણ તે થવા યોગ્ય થાય છે. તેનો કોઈ કરનાર નથી કેમકે તે ક્ષણિક ઉપાદાનથી થાય છે-એટલે તે પરિણામને ઉપાદાન પણે બીજો કોઈ કરનાર ન હોય. ઉપાદાન પોતે જ કરનાર, પણ...તે વિભાવ છે એટલે વિભાવમાં કોઈ નિમિત્ત હોય જ. (વિભાવમાં) ૫૨ નિમિત્ત હોય. ‘૫૨સંગÇ ’
૮૫
આત્માના નિમિત્તે પુણ્ય-પાપ ન થાય એટલે આત્મા તેમાં નિમિત્ત ન થાય-આમાં ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષ રાખ્યું. થવા યોગ્ય એ નિરપેક્ષ અને તેમાં નિમિત્ત કર્મનો ઉદય તે સાપેક્ષ રાખ્યું. આમાં ત્રણ વાત આવી.
(૧) પુણ્ય – પાપમાં, પુણ્ય પાપ થાય છે તે રાખ્યું, (૨) આત્માથી ( પુણ્ય – પાપ) થાય છે તે કાઢયું,
(૩) કર્મથી ( પુણ્ય – પાપ) થાય છે તે કાઢયું,
પાપમાં અત્યારે નિમિત્ત
( ૪ ) ( પુણ્ય પાપ) પોતાથી થાય છે તે રાખ્યું. પુણ્ય નૈમિત્તિક સિદ્ધ કરવું છે ને!? જો પુણ્ય-પાપને આત્મા કરતો હોય તો સ્વભાવ થઈ જાય-તો આત્મા અકર્તા ક્યાં રહ્યો. કર્તાબુદ્ધિવાળાએ તો ભૂતાર્થનયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું જ નથી. કર્તાબુદ્ધિવાળાને તો હાથમાંથી દ્રવ્યેય ગયું ને પર્યાયેય ગઈ. બન્ને ગયું-તેને કાંઈ ખબરનથી.
–
આત્મા જાણનાર છે બસ. છે એને જાણે, થાય એને જાણે, નિમિત્તને પણ જાણે, ત્રિકાળી ઉપાદાનને જાણે, ક્ષણિકઉપાદાનને જાણે, ક્ષણિકઉપાદાનને સાપેક્ષથી નૈમિત્તિકપણે જાણે, તેમાં કયુ નિમિત્ત તેને પણ જાણે...આમ જાણે...જાણે ને જાણે...તેમાં ક્યાંય કરવું વચ્ચે આવતું જ નથી. કરવાનુ છે નહીં તો ક્યાંથી આવે! ક૨વાનું નથી, ખાલી જાણવાનું છે, માત્ર જાણવાનું બસ. માત્ર ( ઓનલી ) જાણવું...જાણવું...જાણવું...જાણવું છે. જૈનદર્શનમાં કરવાની વાત નથી, બસ જાણવું છે. જાણવું....જાણવું છે. નવતત્ત્વને જાણવું, નિમિત્તને જાણવું, લોકાલોકને જાણવું. જે જાણવાથી બહાર કર્તૃત્વમાં ગયો સિદ્ધથી જુદો પડયો તે મિથ્યાદષ્ટિ થઈ ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com