________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૭ પ્રાપ્ત કરી, “શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે.” એ નવના ભેદનું લક્ષ છોડી એકલા સામાન્ય ચિન્માત્ર ભગવાન આત્માની અંતરષ્ટિ કરે ત્યારે તેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. ત્યારે નવનું જ્ઞાન સાચું થાય છે. એકને જાણે ત્યારે નવને સાચા જાણે. હવે એ નવનું જાણપણું નિરપેક્ષ અને સાપેક્ષ બન્ને પ્રકારે છે. એક પર્યાયને બે પ્રકારે જાણે છે. તેવું જ્ઞાન પ્રગટ થાય છે.
જેનું લક્ષણ આત્મખ્યાતિ-આત્માની પ્રાપ્તિ આત્માની પ્રસિદ્ધિ હોય છે–તેની પ્રાપ્તિ હોય છે. હવે ઉપરની પહેલી લીટી જે લખી છે ને કસમાં ફરીથી જયચંદજી યાદ કરે છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) અથવા નવમાં એકને જાણે તો તે શુદ્ધનયનો વિષય છે એમ. જે ઉપર કહ્યું તેનો કોંસ કર્યો છે. શદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી...એમ આમાં આવ્યું. નહીંતર નવતત્વમાં છપાયેલ આત્માને જાણે તો સમ્યક્દર્શન થાય, પરંતુ આમાં ઉપરની વાત સાથે સંધિ કરી.
પહેલી લીટીમાં નવતત્ત્વને જાણવાથી સમ્યક્દર્શન થાય તેની તે વાત ફરીથી કરી. ઉપરની ત્રણ લીટીમાં નવમાં એકને જાણવાનું કહ્યું, સાથે ભૂતાર્થનયે નવને જાણવાનું પણ
લીધું.
(શુદ્ધનયથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) શું કહેવા માગે છે..કે જ્યારે ત્રિકાળી દ્રવ્યને અકર્તાપણે લક્ષમાં લે છે ત્યારે તેને પ્રગટ કરનારા એક પરિણામ પણ પ્રગટ થાય છે. એ પરિણામ પણ આત્માથી નથી થયા તેમ આત્મા જાણે છે. આત્મજ્ઞાનનો આત્મા કર્તા નથી તેવું પર્યાયનું (સ્વરૂપ) જેણે જાણી લીધું, તેને સમ્યકદર્શન થઇ ગયું. તેણે ત્રિકાળીદ્રવ્યને તો જાણું પણ ત્રિકાળી દ્રવ્યને જાણનાર જે શ્રતજ્ઞાન પ્રગટ થયું તેણે પણ એમ જાણ્યું કે-આ શ્રુતજ્ઞાનનો કર્તા હું નથી–હું અકર્તા છે. મારા વિના પર્યાય સ્વયં એના અકાળે પ્રગટ થઇ છે તેમ પણ જાણી લીધું. જાણી લીધું કે નહીં? (શ્રોતા-બિલકુલ જાણી લીધું.) તો તેણે નવેય તત્ત્વોને નિરપેક્ષ જાણી લીધા. ખલાસ એક પર્યાયને નિરપેક્ષ જાણે છે તે બધાયને નિરપેક્ષ જાણી લ્ય છે.
હવે જુઓ! એ નવેયના ભેદનો વિસ્તાર કરે છે. “ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર,” વિકારી થવા યોગ્ય એટલે વિશેષ કાર્યરૂપ થવા યોગ્ય, “તે બન્ને પુણ્યને પાપ છે.” વિકારી થવા યોગ્ય એટલે જીવની પર્યાયમાં વિકાર પુણ્ય-પાપ થાય તે પાપના પરિણામ પણ થવા યોગ્ય થાય છે. એ પણ નિરપેક્ષ છે. ત્યાં જે નૈમિત્તિકભાવ થાય છે તે આત્માના આશ્રયે થતા નથી, નહીંતર તો સ્વભાવ થઇ જાય. નિમિત્તના આશ્રયે થાય છે એ વિભાવ સ્વભાવ છે. વિભાવ સ્વભાવ એટલે પર્યાયનું તે સમયનું વિશેષ કાર્ય. પુષ્યને પાપ જે જીવની પર્યાયમાં થાય છે. એ તો એનું ક્ષણિક ઉપાદાનપણું છે. તે નિશ્ચયથી નિરપેક્ષ છે. વિભાવ પ્રગટ થાય તેમાં સ્વભાવ હેતુ ન હોય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com