________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ સાપેક્ષનું જ્ઞાન કરાવે છે. થવા યોગ્ય થાય છે તે નિરપેક્ષ છે. “કરનાર' તે સાપેક્ષ થઇ ગયું (શ્રોતા–એમાં પણ નિરપેક્ષ રાખીને...) હા, તેમાં પણ નિરપેક્ષપૂર્વક સાપેક્ષ એટલે વ્યવહાર. તેમાં પણ નિશ્ચયને ઉડાડીને વ્યવહાર નથી કહ્યો.
જુઓ! શું કલમ ચલાવી છે...“થવા યોગ્ય' એ નિરપેક્ષ નિશ્ચય તત્ત્વ થઇ ગયું. થવા યોગ્ય તે પોતાથી થાય છે અને પછી કરનારમાં કર્મનો સંબંધ એ સાપેક્ષ-વ્યવહાર. એક જ પર્યાયમાં નિશ્ચય અને વ્યવહાર બને છે. ડોકટર સાહેબ સૂક્ષ્મ તો છે, પરંતુ આત્માની વાત છે તો પ્રમોદ આવે તો પણ કામ થઇ જાય.
હવે સાપેક્ષનો વિસ્તાર આવે છે, નિરપેક્ષ તત્ત્વ ઉપર કહી દીધું. હવે તે નિરપેક્ષ રાખીને સાપેક્ષનું જ્ઞાન કરાવે છે. નિરપેક્ષને ઉડાડીને નહીં. નિરપેક્ષ વિના (એકલું) સાપેક્ષનું જ્ઞાન હોય જ નહીં. નિરપેક્ષ સમજ્યા વિના વ્યવહાર ક્યાં રહ્યો ! એ તો અજ્ઞાન થઇ ગયું આમાં “થવા યોગ્ય” તે નિશ્ચય રાખીને વ્યવહાર બતાવે છે. થવા યોગ્ય તે નિશ્ચય છે અને કરનાર નિમિત્ત કર્તા તે વ્યવહાર થઇ ગયો.
એવાં નવતત્વો જેમનાં લક્ષણ છે” , જેમના (નવના) લક્ષણ શું? (“જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવ૨, નિર્જરા, બંધ અને મોક્ષ.”) અહીંયા જે જીવ લેવો એ દસ પ્રકારના પ્રાણથી જીવે છે તે લેવો એટલે જીવની પર્યાય લેવી. “અજીવ” એટલે આ જીવ છે એવો જે વિકલ્પ ઉઠે છે એ જે અજીવ સબંધીનો વિકલ્પ ઉઠયો, એ જીવની પર્યાય અજીવતત્ત્વ ત્વ છે. “પુણ્ય' કષાયની મંદત્તા, વ્રતાદિના શુભભાવ તે પુણ્ય તત્ત્વ. “પાપ”, ખાવું, પીવું. રળવું, કમાવું વગેરે પાપતત્ત્વ-તીવ્રકષાય. “આસવ', બન્ને મળીને આસ્રવ.
હવે પુણ્ય-પાપ એ બે ઉપરાંત આસ્રવ કેમ લખ્યું? મિથ્યાત્વ, અવ્રત, કષાયને યોગ, યોગ છે તે આસ્રવ છે. પુણ્ય પાપની સાથે આસ્રવ શબ્દ જોડયો છે તે બરોબર છે. જો આસ્રવ શબ્દ કાઢી નાખે અને એકલા પુણ્ય, પાપ રાખે તો યોગની સિદ્ધિ ન થાય, તો કેવળજ્ઞાનની સિદ્ધિ ન થાય. દસમે ગુણસ્થાને પુણ્ય-પાપ તો ચાલ્યા જાય છે અને યોગ તો તેરમે ગુણસ્થાને છે, માટે આસ્રવમાં મિથ્યાત્વ, અવ્રત, કષાયને યોગ એ ચારેય આવી જાય છે. અને પુણ્ય-પાપને જુદા પાડી ધો તો નવ તત્ત્વ થઇ જાય.
“સંવર” શુદ્ધાત્માની ઉપલબ્ધિ, અનુભૂતિ તેનું નામ સંવર છે. “નિર્જરા”શુદ્ધિની વૃદ્ધિ તેનું નામ નિર્જરા છે. “બંધ', રાગની એકતા બુદ્ધિ કરવી તે બંધ અથવા અસ્થિરતાથી રાગ હોય એ પણ ભાવબંધ છે. “મોક્ષ'. બંધનો અભાવ. રાગનો સર્વથા અભાવ થતાં મોક્ષ થઇ જાય. હવે આ નવેય પર્યાય છે. હવે આ જે (નવેય) પર્યાય છે તેનો જન્મ કેમ થાય છે તેની વિધિ બતાવે છે.
તેમનામાં” નવમાં એકપણું બતાવ્યું, એટલે ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું. કેમકે ત્રિકાળી દ્રવ્યને રાખીને નવનું જ્ઞાન થાય છે. તેમનામાં' એટલે નવમાં છૂપાયેલી આત્મ-જ્યોતિ બતાવી. “તેમનામાં એકપણું પ્રગટ કરનાર” આહા..હા! ભૂતાર્થનયથી એકપણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com