________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ વ્યવહારનયે સાપેક્ષપણાની ધ્વનિ આવી જાય છે. જો સાપેક્ષપણું ન લઈએ તો નિમિત્ત કર્તા આત્મા થઈ જાય છે. આ થોડી ગંભીર ચર્ચા છે.
જુઓ સમજો ! ઉપાદાન કર્તા તો પર્યાય, પણ નિમિત્ત કર્તા જૂનાં કર્મને ન લઈએ તોતેનો નિમિત્ત કર્તા કોણ? તો પર્યાય નો નિમિત્ત કર્તા આત્મા થઈ જશે. આત્મા તો નિમિત્તકર્તા છે નહીં. માટે એ નિમિત્તકર્તાની વાત કરી. નિમિત્તકર્તાની જે વાત કરી છે તે એકદમ યથાર્થ છે. અહીંયા આત્માનું નિમિત્તકર્તાપણું ઉડાડે છે અને નિમિત્તકર્તા-જૂનાં કર્મનો સદ્દભાવ કે અભાવ તેનું જ્ઞાન કરાવે છે.
જૈનદર્શન પરિપૂર્ણ દર્શન છે. જો સાપેક્ષને ન જાણે તો દોષ આવી જાય ને? ઘડીભર આપણે માની લઈએ કે-પર્યાય એકાંતે નિરપેક્ષ જ છે, સાપેક્ષ છે જ નહીં; તો પછી મિથ્યાત્વની પર્યાયનું ઉપાદાન કારણ મિથ્યાત્વની પર્યાય પણ તેનું નિમિત્ત કારણ કોણ? વિભાવમાં નિમિત્ત હોય, અગુસ્લઘુગુણની પર્યાયમાં નિમિત્ત ન હોય-કેમકે તે (સ્વાભાવિક પરિણામ છે.) તે વિભાવ નથી. માટે વિભાવમાં નિમિત્ત હોય છે. નિમિત્તકર્તા ત્યારે સિદ્ધ થાય જો તમે સાપેક્ષનું જ્ઞાન કરો તો !! તમે એકલા નિરપેક્ષમાં ચાલ્યા જાવ તો આત્મા કારણ થઈ જશે, અને તો કર્તબુદ્ધિ થશે, તો તેને સમ્યક્દર્શન નહીં થાય. માટે સાપેક્ષનું જ્ઞાન પણ યથાર્થ છે.
આચાર્યદવે જ આપણને સાપેક્ષનું જ્ઞાન કરાવ્યું છે ને!? પહેલી બે લીટીમાં નિશ્ચય અને બીજી લીટીમાં વ્યવહારનયથી જોવામાં આવે તો..આ નવ તત્ત્વો જીવ, અજીવ, આદિ છે. તેનો હવે ખુલાસો કરવા બે શબ્દો મૂક્યા; “ભૂતાર્થનય” અને “અભૂતાર્થનય.' તે બે શબ્દોનો જ આમાં ખુલાસો છે. “થવા યોગ્ય થાય છે” તે નિરપેક્ષ કહ્યું-નિશ્ચયનયથી કહ્યું. હવે જ્યારે નિશ્ચયનય હોય તો તેની પ્રતિપક્ષ નય હોય જ નહીંતર એકાંતનો દોષ આવી જાય. શાસ્ત્રમાં આવે છે કે “નિરપેક્ષનયા મિથ્યાનયા.'
આ નિરપેક્ષનય મિથ્યા થઈ ગઈ. તેથી એમ ન હોય. માટે નય સાપેક્ષ છે. સાપેક્ષના જ્ઞાનને ન સ્વીકારે તો મોટો દોષ આવી જાય. જૂનાં કર્મને નિમિત્ત કર્તા તમે ઉડાડશો તો આત્મા નિમિત્ત કર્તા થઈ ગયો. આ મૂળદોષ આવ્યો કે આત્મા કર્તા થઈ ગયો, આત્મા અકર્તા ન રહ્યો. પર્યાયના વ્યવહારને ઉડાડે તો આત્મા કર્તા થઈ જાય. (નિમિત્તકર્તા) એટલે વ્યવહારનું જ્ઞાન પણ આત્માને અકર્તા રાખવા માટે છે. આત્મા અકર્તાપણે ક્યારે સુરક્ષિત થાય? કે નિમિત્ત કર્તા બીજો છે માટે હું કર્તાએ નથી અને હું નિમિત્ત નથી-કારણ નથી.
વ્યવહારનય જાણવા યોગ્ય છે. જ્ઞાન કરવા યોગ્ય છે. આ આશ્રય કરવાની વાત નથી, પણ આવું પ્રમાણજ્ઞાન થાય જ છે. એકલી નય ન હોય, નિશ્ચયનય અને વ્યવહારનય બેયનું જ્ઞાન થાય. વિભાવમાં કોઈને કોઈ નિમિત્ત હોય જ છે. હવે પરદ્રવ્યને (નિમિત્ત કર્તા) ઉડાવી દીધું તો આત્મા નિમિત્ત કર્તા થઈ જશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com