________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૦૧ અને પરનો પણ પ્રતિભાસ થાય. બે પ્રકારના પ્રતિભાસમાં તે અનંતકાળથી તે સામાન્યના પ્રતિભાસને તિરોભૂત કરે છે કે-જ્ઞાયક નથી જણાતો. પરનો પ્રતિભાસને ઉપયોગાત્મક કરીને...આ જણાય છે...આ જણાય છે...તેથી જ્ઞાનનું સમય સમયે અજ્ઞાન કરી નાખે છે. આ વાત સમયસાર-૯૨-૯૩ ગાથામાં છે.
આહાહા! તેની બે પ્રકારની ભૂલ છે. પરની કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ. આત્મા અકર્તા છે. તેને કર્તા માને છે. અને છે જ્ઞાયકનો જ્ઞાતા અને પરનો જ્ઞાતા માને છે તેથી બહિર્મુખ અશુદ્ધોપયોગ થાય છે.
હવે વ્યવહારનયથી કહેવામાં આવે છે તે આ નવ તત્ત્વો” વ્યવહારનય છે. તે સાપેક્ષ છે. તે આત્માની સાથે સંબંધ રાખે ત્યારે નવ તત્ત્વ દેખાય છે. નવ તત્ત્વને આત્માની સાથેના સંબંધથી જુઓ તો વ્યવહાર છે. હવે પર્યાયને સત્ તરીકે જુઓ તો આત્માની સાથે તેને કાંઈ સંબંધ નથી. તો કર્તાબુદ્ધિ છૂટી જશે અને એનું જ્ઞાતાપણું છૂટીને પણ જ્ઞાયક ઉપર દષ્ટિ આવશે ત્યારે પછી પર્યાયને જાણે તેને વ્યવહાર કહેવામાં આવે છે.
પરિશિષ્ટ-૩ પ્રવચન નં. ૨૭
તા. ૨૯-૧૨-૮૯ આજનો દિવસ પંચકલ્યાણકનો છે તે એક અપેક્ષાએ માંગલિક દિવસ છે. ભગવાનનો મોક્ષ થયો અને પ્રત્યેક જીવનો મોક્ષ થાય તેવું અનુમોદન કરવા યોગ્ય છે. પ્રભુ! અરિહંત હતા ત્યાં સુધી તો દિવ્યધ્વની મળતી હતી, પરંતુ હવે પ્રભુ મોક્ષ પધાર્યા તેથી દિવ્યધ્વની મળશે નહીં. વાણી દ્વારા પોતાના સ્વરૂપનું સ્મરણ મળતું હતું. એટલે લાયક જીવને એક આંખમાંહર્ષ અને એક આંખમાં આસું આવે તેવો આજનો દિવસ છે. ભગવાન નિર્વાણપદને પામ્યા, મૃત્યુ નથી થયું. અહીંથી કોઈ પણ ચારગતિમાં જન્મ લ્ય તેને મૃત્યુ કહેવાય. મોક્ષ થઈ ગયો તે ફરીથી જન્મ લેતા નથી. મરતા નથી ને જન્મ લેતા નથી. મરે તો જન્મ લ્ય ને?
આ ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ છે. અનાદિ અનંત સ્વભાવમાં જન્મ-મરણનો ભાવ નથી. અને જન્મ-મરણ નિમિત્તનું જે કારણ વિભાવ ભાવ તે પણ સ્વભાવમાં નથી પરમાત્મા ત્રિકાળ મુક્ત છે. જેને મુક્તની દષ્ટિ થાય છે તો દષ્ટિ મોક્ષ ગૃહસ્થદશામાં થઈ જાય છે. દષ્ટિ અપેક્ષાથી તે આત્માનો મોક્ષ થઈ જાય છે – અને દશા અપેક્ષાથી તેની મુક્તિ પછીથી થાય છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છૂટી જાય છે અને મુક્ત સ્વરૂપ થઈ જાય છે. ભાવકર્મ સ્વભાવમાં ન હતા, તે તો સંયોગ છે. તેથી સંયોગનો અભાવ થાય છે પણ સ્વભાવનો ત્રણકાળમાં અભાવ થતો નથી.
તેથી આજનો દિવસ, એક આંખમાં આંસુ વહે છે અને બીજી આંખમાં (હર્ષ-આનંદ છે) મારા પ્રભુ મોક્ષ પધ્ધયા તે સારી વાત છે. બે આંખ છે ને? એક આંખમાં અશ્રુ છે ને એક આંખમાં હર્ષ છે. અમે પણ થોડા વખતમાં આપની પાસે આવીશું, આપે જે ઉપદેશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com