________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
પ્રવચન નં. ૨૬ ચોખ્ખું લખ્યું છે. પણ દ્રવ્યને જાણ્યા પછી લખ્યું છે તે જો તો ખરો તું! આત્માના અનુભવ પછી લખ્યું છે અને તું પહેલું માની રહ્યો છે. આમ પર્યાયનો પક્ષ કરીને, વ્યવહારનો પક્ષ ઉપદેશ કરીને-મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યો છે. એક કર્તાના ન્હાના નીચે, અને એક પર્યાયને જાણવાના-જ્ઞાતાના ન્હાના નીચે મિથ્યાત્વ ઉભું કરે છે.
પર્યાયનો જ્ઞાતા નથી તો એકાંત....એકાંત થયું! આત્માને જાણ્યા પછી વ્યવહાર આવે તે વાત જુદી છે. અરે! પહેલાં અનુભવ કેમ થાય તે શીખવું જોઈએ. તેને બદલે અનુભવ થયા પછીની વાત પહેલી ઉપાડી. કહે-જ્ઞાની પણ પાંચમહાવ્રતને કરે છે, જાણે છે.
ભાઈ ! તેઓ પાંચ મહાવ્રતને કરતા નથી. ખરેખર પાંચ મહાવ્રતને જાણતાં પણ નથી. તે જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકને જાણે છે લે! તને કાંઈ ખબર છે!? પાંચ મહાવ્રત જ્ઞાનમાં શેય થાય ત્યારે જ્ઞાયક જણાય છે. સવિકલ્પદશામાં જ્ઞાયક જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનનો તો કોઈ પ્રશ્ન નથી.
તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનથી”, કર્તકર્મ સંબંધને લઈને આ ભાવને કરે, અશુદ્ધ નિશ્ચયનયે રાગને કરે, શુદ્ધનિશ્ચયનયે વીતરાગભાવને કરે. આમ કરે...કરે...કરે....અને થોડો આગળ જાય તો જાણે ને કરે, જાણે ને કરે, જાણે ને કરે. તેમાં જાણનાર રહી ગયો.
જાણવાના લોભમાં સઘળો સંસાર છે.” આ અનંતાનુબંધીનો લોભ છે. આહા... હા ! ગજબની વાત છે. તેને એમ લાગે કે-પરને જાણવું તો સ્વભાવ છે. દસ વર્ષ પહેલાં મારા પુત્રએ મને પૂછ્યું કે ભાઈ ! તમે વાત કરો છો કે આત્મા પરને જાણતો નથી તો તમારી પાસે કોઈ આધાર છે? હોય તો મને બતાવો !? હા, ન્યાય છે, સાંભળ! હું તને શાસ્ત્રનો આધાર આપતો નથી. તારી ઉંમર અત્યારે ૫૦ વર્ષની છે, અત્યાર સુધી તું પરને જાણતો આવ્યો છે, તો કોઈ દિવસ તને આનંદ આવ્યો? આનંદ નથી આવતો તો તું પરને જાણવું બંધ કર; પરને જાણવાનું બંધ કરીને આત્માને જાણ. જો તને આનંદ જોતો હોય, સમ્યકદર્શન જોતું હોય, મોક્ષમાર્ગ જોતો હોય તો આટલું કર.
સાવ સહેલું છે. તમે જાણતાં તો આવડે. જાણવાની ક્રિયાબંધ તો થતી નથી. પણ તે ઉપયોગનો દૂર ઉપયોગ કરીને પરને જાણવા રોકાઈ ગયો, તે ઉપયોગને અંતર્મુખ કરીને, પરને જાણવું બંધ કરીને-પરનું લક્ષ કરવાનું બંધ કરીને, એક અભેદ ટંકોત્કીર્ણ આત્મા ને તું જાણ. ખરેખર તો એને જાણી રહ્યો છો તેને જાણી લે! આ..હાહા! જે જણાય રહ્યો છે તેને જાણ!
જણાય તો રહ્યો છે બધાય ને; બાળ-ગોપાળ સૌને ચોખ્ખો પાઠ છે-અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે!? પ્રતિભાસ થાય છે. અનુભવ એટલે આનંદ આવે છે એમ નહીં.
બે પ્રકારનો જ્ઞાનમાં પ્રતિભાસ છે. સ્વપરપ્રકાશક શક્તિ છે. સ્વનો પ્રતિભાસ થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com