________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૯૯ અને (૨) પર્યાયાર્થિકનય. દ્રવ્યાર્થિક નય એટલે શું? પોતાનું દ્રવ્ય જે સામાન્ય શુદ્ધાત્મા છે, તેની સન્મુખ થઈને જે જ્ઞાન જાણે તેને દ્રવ્યાર્થિકનાં કહેવામાં આવે છે.
દ્રવ્ય–અર્થને નય. નય એટલે જ્ઞાન, અર્થ એટલે પ્રયોજન જે જ્ઞાનનું પ્રયોજન શુદ્ધાત્માને જાણવાનું છે-તે જ્ઞાનના અંશને ભગવાન દ્રવ્યાર્થિકનય કહે છે. તે આંખ તો અનાદિથી બંધ છે; ખુલી નથી. આ વાત અનાદિ મિથ્યાષ્ટિની કરું છું. કોઈ સાદિ મિથ્યાદષ્ટિ બેઠા હોય તો તેને ન ગણવા.
ઘણાં વખતથી એવું લાગી આવ્યું છે, ગુરુદેવના સમાગમમાં આવ્યો ત્યારે એમ થયું કે-આ સભામાં બધા અનાદિ મિથ્યાદષ્ટિ ન હોય. કેમકે આ તત્ત્વની કોઈ સાધારણ વાત નથી. અસાધારણ વાત છે. ગુરુની વાતનો જેને અંદરમાંથી હુકાર આવે..તેમાં બે પ્રકારના સંસ્કારી જીવો સોનગઢમાં તેમની પાસે આવતાં હતાં. એક તો પૂર્વે અનુભવ થઈને છૂટી ગયો હોય એટલે સાદિ મિથ્યાષ્ટિ જીવ. આમ હોઈ શકે છે! બાકી તો આ બધું કેવળી ગમ્ય છે. -કોઈ કહી શકતું નથી. બીજું સત્ના તેને ઊંડા સંસ્કાર હોય અને પૂર્વે પામવાનું રહી ગયું હોય, અહીં આવીને પામી શકે છે. એમાં શું! મારે તેની તલવાર છે.
તું તારા પરિણામને જાણવા રોકાઈ રહ્યો છો ? તે કહે-સાહેબ, પરિણામને તો જાણવા જોઈએ ને ? બારમી ગાથામાં ચોખ્ખું લખ્યું છે—જાણેલો પ્રયોજનવાન, અને વળી કેવળી ભગવાન લોકાલોકને જાણે, અને અમે થોડા પદાર્થોને જાણીએ છીએ ક્ષયોપશમ અનુસાર. એ વાત તો કદાચ જવા ધો બહારના પદાર્થની, પણ પરિણામને તો જાણવા જોઈએ ને? દોષને જાણે તો દોષ ટળે ને? તેના માટે પ્રવચન રત્નાકરનો આ પહેલો ભાગ છે. આ રમણભાઈએ તેનું સંકલન કર્યું છે. તેમાં પહેલાં ભાગમાં શું કહ્યું છે? એક કર્તાબુદ્ધિ અને એક જ્ઞાતાબુદ્ધિ તેમાં જ્ઞાયક જણાતો નથી.
આધાર-પ્રવચન રત્નાકર ભાગ-૧, પેજ નં-૧૪૬-સાંભળજો! આ જાણવાના ન્હાના નીચે મિથ્યાત્વ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અને મિથ્યાત્વ પુષ્ટ થાય છે તેનો આધાર. જ્ઞાનીઓ ઉપર વિશ્વાસ રાખ વિશ્વાસ રાખ પ્રભુ ! વ્યવહાર શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે તે સમ્યની સન્મુખ પણ નથી.
“વળી કોઈ એમ પણ કહેતા હોય છે.” વળી કોઈ, એટલે બધાય નહીં. કોઈ એમ કહેતા હોય છે-પર્યાય છે, એનું જ્ઞાન કરવું તો જોઈએ ને? પર્યાયને જાણવી તો જોઈએ ને? પર્યાયને વિષય બનાવવો તો જોઈએ ને? અન્યથા એકાંત થઈ જાય. પર્યાયપણ વસ્તુ છે, અવસ્તુ નથી. એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. પર્યાય વસ્તુ છે, પર્યાય જ્ઞાનનું ગેય થાય છે એટલે વસ્તુ છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કોઈ કાર્ય થાય? એક પછી એક પોંઈન્ટ થી વાત ઉપાડે છે. આમ પર્યાયનો પક્ષ કરીને પરસ્પર વ્યવહારનો ઉપદેશ કરીને-હું માં હા મેળવે છે.
ભલે પરને ન જાણે તો કાંઈ નહીં; પર્યાયને તો જાણે છે ને? જાણેલો પ્રયોજનવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com