________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮
પ્રવચન નં. ૨૬ એક અભેદ સામાન્યની સન્મુખ થાય છે ત્યારે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થયો. કહેવામાં ક્રમ પડે છે, અનુભવના કાળે દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય બે એક સમયમાં, એક સાથે પ્રગટ થાય તેનું નામ અનુભૂતિ છે.
આહા ! દ્રવ્યનો નિશ્ચય તો ઠીકઠેક-ઠેકાણે શાસ્ત્રમાં આવે છે. પર્યાયનો નિશ્ચય ક્યાં છે? કહે-સમયસારમાં છે. જ્ઞાનની-દર્શનની ચારિત્રની પર્યાયનો ત્રણ પ્રકારનો નિશ્ચય અને ત્રણ પ્રકારનો વ્યવહાર સેટિકાની ગાથામાં છે. સેટિકાની ગાથામાં એમ કહ્યું કે-જે જ્ઞાન પરને જાણે છે–એટલે ‘હું પરને જાણું છું–તેને વ્યવહાર ન કહેતાં; આત્માનો નાશ થઈ ગયો તેમ કહ્યું. તે નાસ્તિક થઈ ગયો.
અજ્ઞાની કહે–પરને જાણવાનો મારો સ્વભાવ છે ને? સાંભળ! પરને જાણવાનો તારો સ્વભાવ હોય તો આનંદ આવ્યો ? ના, આનંદ તો નથી આવ્યો. પરને જાણતાં ત્રણકાળમાં તેને આત્માનો અનુભવ થઈ શકતો નથી. માટે પરને જાણવાનું સર્વથા બંધ કરી દે.
પ્રશ્ન - સર્વથા બંધ કરું કે કથંચિત?
ઉત્તર - તેના માટેની પ્રવચનસારની ૧૧૪ ગાથાના પ્રવચનો બહાર પડી ગયા છેઅદ્વિતિય ચક્ષુ', તેમાં ગુરુદેવે તો ત્યાં સુધી ફરમાવ્યું કે-તેને બે જ આંખ છે. પરને જાણનારી ત્રીજી આંખ જ નથી.
મૂળ દિગમ્બરોની ઇંદોરમાં સભા ભરાણી. સભામાં ઠરાવ થયો કે એક દ્રવ્ય, બીજા દ્રવ્યને કરે ને કરે. અને જો કોઈ એમ જાહેર કરે કે-એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી તેમ કોઈ પ્રતિપાદન કરે તો તે દિગમ્બર જૈન નથી. તેના ઉત્તરમાં પૂ. ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું-તું આ શું કરી રહ્યો છે? અહીંયા તો આચાર્ય ભગવાન એમ કહે છે કે-પરને જાણવાની કોઈ ચક્ષુ જ નથી. છતાં આત્મા પરને જાણે છે એમ જે કોઈ માને છે તે દિગમ્બર જૈન નથી. ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો આ વાત બેસે તેવી છે. તેમની વાણી સર્વાગી હતી.
એની વાણીમાં ક્યાંય ફેરફાર નથી. અને કોઈને શંકા પડે તો, જાઓ સીમંધર ભગવાન પાસે, અને કહો કે-સોનગઢના સંતે આમ વાત કરી છે. સીમંધર ભગવાન કહેઅહીંયા શું કામ ધક્કો ખાધો !? એ જે કર્યું છે તે બરાબર જ છે. તેમણે અનુભવથી પ્રમાણ
ને એમ શાસ્ત્ર વાંચીને સ્થાનકવાસીમાંથી દિગમ્બર નથી થયા. તે સાધારણ પુરુષ ન હતો.
પરને જાણે એમ માને, પરને જાણે તે દિગમ્બર નથી તેમ નહીં. પરને જાણે એમ પોતાને માને, પરને પોતાનું માને તે દિગમ્બર નથી–એટલે મિથ્યાષ્ટિ છે. ટૂંકમાં જેને જાણે તેનું શ્રદ્ધાન કરશે. દેહને જાણે તો દેહ મારો, રાગને જાણે તો રાગ મારો, ગુરુને જાણે તો ગુરુ મારા. તમે એમ કરો ગુરુને બાદ રાખો. કહે ના, સમાં કોઈ છૂટછાટ ન હોય. પંડિતજી! સમાં છૂટછાટ હોય?
ગુરુદેવ કહે છે-પરને જાણવાની તો કોઈ ચક્ષુ નથી. બે ચક્ષુ છે. (૧) દ્રવ્યાર્થિકનય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com