________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૭ આપ્યો છે તે (અમને રુચ્યો છે, તેથી લાંબો કાળ નથી. ભવ પણ અલ્પ છે અને કાળ પણ અલ્પ છે. કેમકે આત્મામાં બંધ-મોક્ષનો અભાવ છે. એવી દષ્ટિ જ્યારે દ્રવ્ય ઉપર પડે છે તો તેને આત્માનો અનુભવ થાય છે.
આ હા..હા ! અનુભવના કાળમાં ત્રિકાળ સ્વભાવ તો મુક્તસ્વરૂપ જ દૃષ્ટિમાં આવી ગયો, પરંતુ તેની સાથે અતીન્દ્રિય ભાવશ્રુતજ્ઞાન સ્વસંવેદન સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાનની પર્યાય ભાવિની પર્યાયોને વર્તમાનમાં જાણી લ્ય છે. આ હા...હા ! વાત કઠિન છે અમને ખબર છે બધી, પણ શું કરીએ? જે ભાવશ્રુતજ્ઞાન દ્રવ્ય સ્વભાવને જાણે છે તે ભાવિની મુક્ત પર્યાયને અત્યારે જાણી લ્ય છે. અલ્પ કાળમાં સ્થિરતા થતાં મોક્ષ થાય છે.
મોક્ષની પર્યાયને નાસ્તિથી જુઓ તો આઠ કર્મનો અભાવ અને અસ્તિથી પૂર્ણઆનંદ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે. હવે તે ભવિષ્યમાં કોઈ કાળે સંસારમાં આવવાવાળો નથી. સંસારમાં કેમ આવતો નથી ? કે દષ્ટિનું બળ છે એટલે આવતો નથી. જેમ દષ્ટિ બળવાન છે. તેમ જ્ઞાન બળવાન નથી. જ્ઞાન સવિકલ્પ છે દષ્ટિ નિર્વિકલ્પ છે. દષ્ટિનો વિષય એકજ છે. જ્ઞાનનો વિષય પણ ઉપાદેયની વિવિક્ષાથી એક જ છે, પરંતુ જાણવાની અપેક્ષાથી ભેદભેદ છે. તેથી દષ્ટિ બળવાન છે-જ્ઞાન બળવાન નથી. આવું આત્માનું સ્વરૂપ છે.
આ તેર નંબરની ગાથા ચાલે છે. આમાં સમ્યક્દર્શનનો વિષય છે. આ આત્મા છે ને આત્મા, દેહથી સહિત દેખાય છે. દેહ પરની જેની દષ્ટિ છે તેને આત્મા દેહી લાગે છે, મનુષ્ય લાગે છે, શરીરવાળો લાગે છે. શરીર જ આત્મા હોય તેમ લાગે છે તે ભ્રાંતિ છે. અત્યારે આત્મા દેહથી રહિત છે. અત્યારે આત્માને કર્મ અડતા નથી. દેહથી ભિન્ન આવું નિરાલંબી તત્ત્વ પરમાત્મા, અંદરમાં બિરાજમાન છે તેની દષ્ટિ કર; દેહની દષ્ટિ–લક્ષ છોડી દે!! દેહને છોડવો નથી, દેહને છોડવાની તાકાત પરમાત્માની નથી–કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. તે તો મહા સિદ્ધાંત છે.
આઠ પ્રકારના કર્મ છે તે અત્યારે સંયોગરૂપ છે. તે પણ આત્માથી અત્યારે ભિન્ન છે. કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્ન છે જ નહીં. સર્વથા ભિન્ન છે. વાત વાતમાં કથંચિત્ શા માટે લગાડે છે? જ્યાં ન લગાડવું જોઈએ ત્યાં કથંચિત્ લગાડે છે. જ્યાં જરૂરત નથી ત્યાં લગાવે છે તો તેના હાથમાં દષ્ટિનો વિષય આવતો નથી.
તેવી જ રીતે ભાવકર્મ-જે વ્રત-અવ્રત, પુણ્ય-પાપના ભાવ. તે શુભાશુભ ભાવકર્મની વૃતિ ઉઠે છે ને? વિકૃત ભાવકર્મ બંધ નો કષાય છે. શુભરાગ પણ કષાય છે. જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તે પણ ભાવકર્મ છે–તે જીવના પરિણામ નથી. તે ભાવકનો ભાવ છે, તે હેય છે. (શુભભાવ) ઉપાદેયવાળાને (તીર્થકર) કર્મની પ્રકૃતિનો બંધ થતો જ નથી. જ્ઞાનીને આત્મા ઉપાદેય અને રાગ હેય થઈ ગયો.
સોળસ કારણ ભાવનામાં આવે છે ને જગતના જીવો આ સ્વરૂપને પામો. પામો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com